Science & Technology

WhatsAppનું નવું ફીચર: હવે ચેનલ પોસ્ટના ફોરવર્ડ કાઉન્ટ જોઈ શકશે યુઝર્સ...

By GS Team
10 Mar 20262 mins read
TukuTouch Logo
WhatsAppએ એન્ડ્રોઇડ માટેના તેના નવા બીટા અપડેટમાં એક નવું ફીચર રજૂ કર્યું છે. વર્ઝન 2.26.10.3 સાથે આ અપડેટ Google Play Beta Program હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેટલાક પસંદગીના યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ પણ કરવામાં આવ્યું છે જેથી એનું ફીડબેક મળી શકે. આ નવા ફીચર દ્વારા હવે કોઈ પણ ચેનલ અપડેટ કેટલા વખત ફોરવર્ડ થઈ છે એની માહિતી મળશે. આથી ચેનલ એડમિનને તેમના કન્ટેન્ટને ચેનલની બહાર કેટલા યુઝર્સ સુધી પહોંચાડવામાં આવ્યું છે એનો અંદાજ મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsAppનું નવું ફીચર: હવે ચેનલ પોસ્ટના ફોરવર્ડ કાઉન્ટ જોઈ શકશે યુઝર્સ...

WhatsApp New Feature: WhatsAppએ એન્ડ્રોઇડ માટેના તેના નવા બીટા અપડેટમાં એક નવું ફીચર રજૂ કર્યું છે. વર્ઝન 2.26.10.3 સાથે આ અપડેટ Google Play Beta Program હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેટલાક પસંદગીના યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ પણ કરવામાં આવ્યું છે જેથી એનું ફીડબેક મળી શકે. આ નવા ફીચર દ્વારા હવે કોઈ પણ ચેનલ અપડેટ કેટલા વખત ફોરવર્ડ થઈ છે એની માહિતી મળશે. આથી ચેનલ એડમિનને તેમના કન્ટેન્ટને ચેનલની બહાર કેટલા યુઝર્સ સુધી પહોંચાડવામાં આવ્યું છે એનો અંદાજ મળી શકે છે.

નવું ફીચર કેવી રીતે કામ કરે છે?

આ નવા ફીચરમાં દરેક ચેનલ અપડેટ માટે ફોરવર્ડની સંખ્યા પોસ્ટની નીચે અને રિએક્શન કાઉન્ટની બાજુમાં જોવા મળશે. આથી એડમિનને સ્પષ્ટ સમજાશે કે તેમનું કયું કન્ટેન્ટ તેમના ઓડિયન્સને વધુ પસંદ આવી રહ્યું છે. આ સુવિધા પહેલા ફક્ત એડમિન માટે ઉપલબ્ધ હતી, પરંતુ હવે નવા બીટા વર્ઝનમાં કેટલાક બીટા ટેસ્ટર્સ યુઝર્સ માટે પણ એ આપવામાં આવી છે. આથી સામાન્ય યુઝર્સને પણ એ મળી શકે એવા એંધાણ છે.

આ પણ વાંચો: બ્રાઉઝરનો આવી રહ્યો છે અંત?: AIના યુગમાં બદલાઈ રહી છે સિસ્ટમ, સર્ચની સાથે હવે યુઝર્સ માટે કામ પણ કરશે બ્રાઉઝર્સ

ટ્રેન્ડિંગ કન્ટેન્ટ ઓળખવામાં મળશે મદદ

આ અપડેટ દ્વારા યુઝર્સને ચેનલમાં કયું અપડેટ ટ્રેન્ડિંગ છે તે ઓળખવામાં પણ મદદ મળશે. આથી આ ગ્રુપમાં અથવા તો ચેનલ સાથે જોડાયેલા યુઝર્સ પહેલેથી લોકપ્રિય થયેલા કન્ટેન્ટને પહેલા વાંચી અથવા જોઈ શકે છે. આથી એડમિનની સાથે એમાં હાજર રહેલા યુઝર્સ પણ એ આંકડો જોઈ શકશે. આ ફીચર આગામી કેટલાક અઠવાડિયામાં વધુ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી શકે છે અને ત્યાર બાદ એને લોન્ચ પણ કરી શકે છે.