Get The App

બ્રાઉઝરનો આવી રહ્યો છે અંત?: AIના યુગમાં બદલાઈ રહી છે સિસ્ટમ, સર્ચની સાથે હવે યુઝર્સ માટે કામ પણ કરશે બ્રાઉઝર્સ

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
બ્રાઉઝરનો આવી રહ્યો છે અંત?: AIના યુગમાં બદલાઈ રહી છે સિસ્ટમ, સર્ચની સાથે હવે યુઝર્સ માટે કામ પણ કરશે બ્રાઉઝર્સ 1 - image

Web Briwser: ઇન્ટરનેટ દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. ઇન્ટરનેટ હવે AIની દુનિયામાં પણ આગળ વધી રહ્યું છે. આથી ઇન્ટરનેટ બ્રાઉઝરના ભવિષ્ય પર હવે જોખમ છે. ઇન્ટરનેટની શરૂઆત થઈ હતી ત્યારે પહેલું ગ્રાફિકલ બ્રાઉઝર Mosaic આવ્યું હતું. ત્યારે લોકોને લાગ્યું હતું કે ઇન્ટરનેટ હવે ખૂબ જ સરળ થઈ જશે. ત્યાર બાદ નેટસ્કેપ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમ જેવા વેબ બ્રાઉઝર આવ્યા હતા. ત્યાર બાદ ઇન્ટરનેટ વધુ સરળ, ઝડપી અને વિશ્વાસપાત્ર બની ગયું હતું. જોકે હવે આ બ્રાઉઝર પર સંકટના વાદળ જોવા મળી રહ્યાં છે.

બ્રાઉઝરમાં આવી રહ્યો છે મોટો બદલાવ

બ્રાઉઝરની શરૂઆત થઈ હતી ત્યારે એનું કામ ફક્ત પેજ દેખાડવાનું હતું. એ સમયે યુઝર ક્લિક કરી, લિંક ખોલી ફોર્મ ભરી શકતા હતા. આજે આ બ્રાઉઝર ખૂબ જ બદલાઈ રહ્યું છે. આજે વેબ બ્રાઉઝર ફક્ત દેખાડવાની સાથે એમાં ઘણું કામ કરી શકાય છે. તેમ જ હવે AIને કારણે યુઝર્સના કામ પણ બ્રાઉઝર કરી રહ્યું છે. આથી હવે ટ્રેડિશનલ બ્રાઉઝર ધીમે-ધીમે ફક્ત વેબસાઇટ દેખાડવાની જગ્યાએ કામ કરતાં પણ થઈ ગયા છે.

શું છે Agentic Web Browsers?

આ પ્રકારના બ્રાઉઝરને Agentic Web Browsers કહેવામાં આવે છે. OpenAI, Google અને અન્ય સ્ટાર્ટઅપ કંપનીઓ હવે આ પ્રકારના બ્રાઉઝર બનાવી રહી છે. આ બ્રાઉઝરમાં AIની મદદથી કામ થાય છે. આથી જ આ બ્રાઉઝર હવે ભવિષ્ય છે કારણ કે હવે દરેક વસ્તુમાં AIનો સમાવેશ થઈ રહ્યો છે. ટ્રેડિશનલ બ્રાઉઝરમાં યુઝર પાસે કન્ટ્રોલ હતો એટલે કે યુઝર સર્ચ કરતો, કોપી-પેસ્ટ કરતો, ફોર્મ ભરતો હતો. યુઝરે આ પ્રકારના નાના-નાના કામ કરવા પડતાં હતાં જે સમય પણ જાય છે. જોકે હવે એની જગ્યાએ આ નવા બ્રાઉઝર જાતે કામ કરી લેશે. ટિકિટ બૂક કરવું, રિઝ્યુમ મોકલવું, પ્રોડક્ટને સર્ચ કરવું, રિપોર્ટ બનાવવું, કમ્પેરિઝન કરવું વગેરે જેવી બાબતોને હવે આ નવા બ્રાઉઝર કરી લે છે.

યુઝરનું કામ કરશે Agentic બ્રાઉઝર

Agentic બ્રાઉઝર હવે યુઝર માટેના તમામ કામ કરી લેશે. યુઝરને શું જોઈએ છે એ સમજશે અને ત્યાર બાદ વિવિધ સાઇટ પરથી માહિતી ભેગી કરીને યુઝરને આપે છે. ફોર્મ પણ ભરી દેશે અને એની સમરી પણ યુઝરને આપી દેશે. આ ટેક્નોલોજીનો ફાયદો એ છે કે રોજિંદા જીવનના વિવિધ કામ હવે એની મદદથી થઈ જશે. આ એક એવો બ્રાઉઝર છે જે પોતે એક્શનનો નિર્ણય લે છે. OpenAI દ્વારા એટલાસ બ્રાઉઝર લોન્ચ કરવામાં આવ્યું છે અને ગૂગલ દ્વારા AI મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

AI બ્રાઉઝર બની રહ્યા છે આસિસ્ટન્ટ

એટલાસ વેબ બ્રાઉઝર સર્ચ કરીને, ફોર્મ ભરીને, શોપિંગ કરીને ઇ-મેલ પણ ડ્રાફ્ટ કરી શકે છે. આ ફક્ત એક બ્રાઉઝર નથી, પરંતુ હવે યુઝર માટે આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. OpenAI તેમના ચેટજીપીટીને ફક્ત ચેટબોટની જગ્યાએ હવે એને બ્રાઉઝર સાથે જોડી દેવામાં આવે જેથી તેમના ઉપયોગથી યુઝરને ઘણી મદદ મળી શકે છે.

ગૂગલ પણ પાછળ નથી

ગૂગલ પણ આ લિસ્ટમાં પાછળ નથી. ગૂગલે પણ તેના ક્રોમમાં જેમિનીનો સમાવેશ કર્યો છે. આ બન્ને કંપનીઓ હવે બ્રાઉઝરને વધુ Agentic બનાવવા તરફ જઈ રહી છે. આથી હવે ખૂબ જ મોટા પાયે બ્રાઉઝરમાં બદલાવ આવી રહ્યો છે. ક્રોમના યુઝર્સ પણ દુનિયાભરમાં ખૂબ જ છે. ક્રોમનો માર્કેટ શેર દુનિયામાં 70 ટકા છે. આથી ક્રોમમાં જે બદલાવ આવે છે એ દુનિયાના અબજો યુઝર્સ પર જોવા મળે છે.

સ્ટાર્ટઅપ કંપનીઓ પણ મેદાનમાં

આ ક્ષેત્રમાં હવે અન્ય સ્ટાર્ટઅપ કંપનીઓ પણ આ પ્રકારના બ્રાઉઝર બનાવી રહી છે. Perplexityનું Comet બ્રાઉઝર યુઝરને રિસર્ચ કરી આપશે, ઇ-મેલ ઓર્ગેનાઇઝ કરી દેશે. આ સાથે જ એને ઓટો-ટાસ્ક કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર ફીડબેક મળતાં જ એમાં તરત જ સુધારો કરવામાં આવે છે. આથી આ ટેક્નોલોજી ખૂબ જ જલદી વિકસિત થઈ રહી છે. એટલા માટે જ નવા-નવા ફીચર્સ અને એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવી રહ્યાં છે.

પ્રાઇવસી અને સિક્યોરિટીના પ્રશ્નો

આ ટેક્નોલોજીને કારણે કેટલાક ચિંતાજનક વિષય પણ છે. આ માટે એને નજરઅંદાજ કરવું શક્ય નથી. Agentic બ્રાઉઝરમાં પોતે નિર્ણય લેવાની શક્તિ છે. ફોર્મ ભરવાની સાથે શોપિંગ પણ કરી શકે છે. આથી આ ટેક્નોલોજીમાં પ્રાઇવસીને લઈને ઘણાં સવાલો ઊભા થઈ રહ્યાં છે. કેટલાક રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે એમાં વલ્નરેબિલિટી છે. Perplexityને Cometમાં પ્રોમ્પ્ટ-ઇન્જેક્શનનું રિસ્ક જાણવા મળ્યું છે. એટલે કે એજન્ટને ખોટા કમાન્ડ પણ આપવામાં આવી શકે છે. આથી એના માટે એડવાન્સ સિક્યોરિટી અને નવા નિયમ જરૂરી છે નહિતર એનો ખોટો ઉપયોગ થઈ શકે છે.

પ્રોડક્ટિવિટી વધારશે AI બ્રાઉઝર

Agentic બ્રાઉઝર દ્વારા પ્રોડક્ટિવિટી વધી શકે છે. રિસર્ચ, જર્નાલિસ્ટ અને માર્કેટિંગ પ્રોફેશનલ વગેરેને ખૂબ જ મદદ મળી શકે છે. એના દ્વારા ખૂબ જ ઓછા સમયમાં વધુ કામ કરી શકાય છે. ચેટજીપીટી દ્વારા પણ આ પ્રકારના ફીચર્સ આપવામાં આવી રહ્યાં છે. આથી AIનો ઉપયોગ વધુ થતો રહેશે. આથી બદલાવ જરૂર આવી રહ્યો છે, પરંતુ સાથે જ એમાં નિયમો પણ રાખવામાં આવશે. આ સાથે જ કંપનીઓએ તેમના ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને એને ક્યાં સ્ટોર કરવામાં આવે છે એ જણાવવું પડશે.

આ પણ વાંચો: એપલ આ વર્ષે 3 નવા ‘અલ્ટ્રા’ ડિવાઇસ લોન્ચ કરવાની તૈયારીમાં, જાણો કઈ છે પ્રોડક્ટ…

નવા નિયમોની જરૂર

આ સાથે જ જો બ્રાઉઝર દ્વારા કોઈ ભૂલ કરવામાં આવે તો એમાં બ્રાઉઝરની સાથે એને બનાવનાર ડેવલપર્સની પણ ગણના કરવામાં આવશે. જો આ નિયમ બનાવવામાં આવ્યો તો જ એ સફળ થઈ શકે છે. સરકારે આ માટે ચોક્કસ નિયમ બનાવવું જરૂરી છે જેથી વિશ્વસનીયતા જળવાઈ રહે. આથી નવા નિયમ બનવાની સાથે આ બ્રાઉઝર હવે નવું ભવિષ્ય બનવા જઈ રહ્યું છે. OpenAI અને Google દ્વારા આ બદલાવ કરવાનું શરૂ પણ કરી દીધું છે. આથી હવે ભવિષ્યનું બ્રાઉઝર વધુ એડવાન્સ બનવા જઈ રહ્યું છે એ નક્કી.