WhatsApp Will Charge For Meta AI: વોટ્સએપ પર હવે Meta AI નો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. વોટ્સએપ ઘણાં સમયથી તેનું પ્રીમિયમ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે આ સાથે જ તે તેના Meta AI ને પણ સબ્સ્ક્રિપ્શન આધારિત બનાવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. આ માહિતી Android માટેના તાજેતરના અપડેટ (વર્ઝન 2.26.10.4)માંથી મળી છે, જે Google Play Beta Program દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં, યુઝર્સ કોઈપણ ફી કે સબ્સ્ક્રિપ્શન વગર સીધા એપની અંદર Meta AI નો ઉપયોગ કરી શકે છે. જોકે બહુ જલદી એ બંધ થઈ જશે.
સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં વધુ AI ફીચર્સનો સમાવેશ
આ નવા સબ્સ્ક્રિપ્શન પ્લાનથી યુઝર્સને વધુ એડવાન્સ ક્ષમતાઓ અને કેટલીક વાતચીતમાં વધુ મર્યાદાનો સમાવેશ કરવામાં આવી શકે છે. હાલમાં આ પ્લાન વિશેની માહિતી સ્પષ્ટ નથી, પરંતુ શક્ય છે કે તેમાં Meta AI ના એડવાન્સ ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે, જેથી યુઝર્સને AI માંથી વધુ લાભ મળી શકે. આથી Meta પોતાના ચેટબોટ સાથે નવા પ્રકારના ઇન્ટરૅક્શન ઓફર કરી શકે છે. એમાં ChatGPT પોતાના સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં પીક સમયમાં પ્રાયોરિટી ઍક્સેસ અથવા લાંબી કોન્ટેક્સ્ટ વિન્ડો આપે છે એ જ રીતે Meta AI પણ પ્લાન કરી રહ્યું હોવાની સંભાવના છે.
આ પણ વાંચો: સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર ખતરો: ઓઇલ સાથે ઇન્ટરનેટ પણ જોખમમાં, ભારતમાં બ્લેકઆઉટ થશે?
ફ્રી વર્ઝન પણ ઉપલબ્ધ રહેશે
Meta AI તેના એડવાન્સ ફીચર્સ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન કરી રહ્યું છે, પરંતુ આ સાથે જ ફ્રી વર્ઝન પણ યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. આથી યુઝર્સને એડવાન્સ ફીચર્સની જરૂર હોય તો જ એ માટે પૈસા ખર્ચ કરવાના રહેશે. યુઝર્સ સબ્સ્ક્રિપ્શન માટે પૈસા ચૂકવવા માંગતા નથી, તેઓ હજુ પણ Meta AI ને મફતમાં ઉપયોગ કરી શકશે. ChatGPT અને Gemini જેવા મોટા ભાગના ચેટબોટ ફ્રીમાં પણ સર્વિસ આપે છે. જોકે તેમાં ફીચર્સ ખૂબ જ લિમિટેડ હોય છે. આથી Meta AI પણ તેમના રસ્તે ચાલી રહ્યું છે.


