Science & Technology

વોટ્સએપમાં આવી રહ્યું છે પ્રાઇવસી સાથેનું સમરી ફીચર, અનરીડ મેસેજ વાંચવાની ઝંઝટ થશે ખતમ

By GS Team
28 Mar 20262 mins read
TukuTouch Logo
વોટ્સએપ દ્વારા એક નવું કમાલનું ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી ઘણાં બધા મેસેજ અનરીડ હશે તો એ તમામને એક ક્લિક કરતાં વાંચી શકાશે. દરેક અનરીડ ચેટ્સની એક સિક્યોર સમરી તૈયાર કરવામાં આવશે. વોટ્સએપના આ ફીચર વિશે WABetaInfo દ્વારા તેમના રિપોર્ટમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે. આ ફીચરની મદદથી હવે કોઈ પણ ગ્રુપ ચેટમાં મેસેજ ન વાંચ્યા હોય અને ઢગલો મેસેજ થઈ ગયા હોય તો માત્ર એક ક્લિક કરતાંની સાથે જ હવે એ તમામ મેસેજની એક સમરી જાણવા મળશે જેથી યુઝરને ખબર પડી જશે કે વાત શેના વિશે થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપમાં આવી રહ્યું છે પ્રાઇવસી સાથેનું સમરી ફીચર, અનરીડ મેસેજ વાંચવાની ઝંઝટ થશે ખતમ

WhatsApp New Summeries Feature: વોટ્સએપ દ્વારા એક નવું કમાલનું ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી ઘણાં બધા મેસેજ અનરીડ હશે તો એ તમામને એક ક્લિક કરતાં વાંચી શકાશે. દરેક અનરીડ ચેટ્સની એક સિક્યોર સમરી તૈયાર કરવામાં આવશે. વોટ્સએપના આ ફીચર વિશે WABetaInfo દ્વારા તેમના રિપોર્ટમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે. આ ફીચરની મદદથી હવે કોઈ પણ ગ્રુપ ચેટમાં મેસેજ ન વાંચ્યા હોય અને ઢગલો મેસેજ થઈ ગયા હોય તો માત્ર એક ક્લિક કરતાંની સાથે જ હવે એ તમામ મેસેજની એક સમરી જાણવા મળશે જેથી યુઝરને ખબર પડી જશે કે વાત શેના વિશે થઈ રહી છે.

આ ફીચર આવતાં યુઝરને હવે એક-એક કરીને દરેક મેસેજ વાંચવાની જરૂર નહીં પડે. જો સમરી વાંચ્યા બાદ યુઝરને દરેક મેસેજ વાંચવા હોય તો એ પણ વાંચી શકશે. આથી સમરી બાદ યુઝર્સ એ પણ નક્કી કરી શકશે કે ચેટ વાંચવા પાછળ સમય બરબાદ કરવો કે નહીં. આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ હેઠળ છે અને એને બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પર બીટા પ્રોગ્રામ હેઠળ 2.26.12.10 વર્ઝનમાં આ ફીચર વિશે જાણવા મળ્યું છે. વોટ્સએપ નવા ફીચર પર કામ કરે ત્યારે બીટા વર્ઝનમાં એ રજૂ કરે છે જેથી એમાં શું ખામી છે એ યુઝર્સ ઉપયોગ કરે ત્યારે એ વિશે જાણી શકાય.

પ્રાઇવસીથી ભરપૂર છે આ ફીચર

મેટા દ્વારા વોટ્સએપનું આ નવું ફીચર પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજી પર આધારિત છે. આ મેટા દ્વારા તૈયાર કરવામાં આવેલી સુરક્ષિત ટેક્નોલોજી છે જેમાં યુઝરના તમામ ડેટા પ્રાઇવેટ રહે છે. આ ટેક્નોલોજીના આધારે ડેટાને પ્રોસેસ પ્રાઇવેટલી કરવામાં આવે છે. આ કારણે મેટા અથવા તો વોટ્સએપ પણ આ ડેટાને વાંચી અથવા તો જોઈ શકતી નથી.

પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજીનું થયું ઓડિટ

મેટા દ્વારા જ્યારે પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજી તૈયાર કરવામાં આવી ત્યારે દરેકને નવાઈ લાગી હતી. આ ફીચર પ્રાઇવેટ કેવી રીતે કામ કરી શકે. આથી NCC ગ્રૂપ અને ટ્રેલ ઓફ બાઇટ્સ કંપની દ્વારા તેનું ઓડિટ પણ કરવામાં આવ્યું હતું. આ ઓડિટ બાદ કન્ફર્મ થયું કે મેટાનું આ ફીચર સાચે જ સિક્યોરિટી સ્ટાન્ડર્ડ સાથે બનાવવામાં આવ્યું છે અને એ સુરક્ષિત છે.

આ પણ વાંચો: નોકિયા layoffs: 14,000 કર્મચારીઓની છટણી, ભારત માટે ખરાબ સમાચાર

કેવી રીતે કામ કરશે આ ફીચર?

આ ફીચરનો ઉપયોગ જે યુઝર કરવો હોય એ જ કરી શકે છે. આથી એને ફરજિયાત બનાવવામાં નથી આવ્યું. યુઝર્સ ઇચ્છે તો આ ફીચરને ચાલુ અથવા તો બંધ જે કરવું હોય એ કરી શકે છે. પ્રાઇવેટ પ્રોસેસિંગ ફીચર ડિફોલ્ટ તરીકે બંધ રહેશે. આથી યુઝરે સેટિંગ્સમાં જઈને એને ચાલુ કરવાનું રહેશે. એક વાર આ ચાલુ કર્યા બાદ આ ફીચરનો ઉપયોગ કરી શકાશે.