Get The App

નોકિયા layoffs: 14,000 કર્મચારીઓની છટણી, ભારત માટે ખરાબ સમાચાર

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
નોકિયા layoffs: 14,000 કર્મચારીઓની છટણી, ભારત માટે ખરાબ સમાચાર 1 - image
AI Image

Nokia To Layoffs Employees: ફિનલેન્ડની ટેક કંપની નોકિયા દ્વારા મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. એક સમયની વિશ્વની સૌથી મોટી મોબાઇલ કંપની તરીકે જાણીતી નોકિયા હવે પોતાના વર્કફોર્સમાં નોંધપાત્ર ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ લગભગ 14,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની શક્યતા છે, જેમાં ભારતની ટીમો પર પણ અસર થવાની સંભાવના છે.

નોકિયા વિશ્વભરમાં પોતાની કુલ કર્મચારી સંખ્યામાં આશરે 20 ટકા ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં કંપનીમાં 74,000થી વધુ કર્મચારીઓ કાર્યરત છે, જેમાંથી લગભગ 17,000 કર્મચારીઓ ભારતમાંથી છે. આ સમય દરમિયાન Amazon, Microsoft અને Google જેવી અનેક મોટી કંપનીઓએ પણ હજારો કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યા છે. Meta દ્વારા પણ 15,000થી વધુ કર્મચારીઓની છટણી કરવાની ચર્ચા ચાલી રહી છે.

ભારતમાં નોકિયાનું બિઝનેસ પ્રદર્શન દિવસે દિવસે ઘટી રહ્યું છે. 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીના નેટ વેચાણમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે 393 મિલિયન યુરો એટલે કે લગભગ ₹4,290 કરોડ છે. ગયા વર્ષના આ જ સમયગાળામાં આ આંકડો 463 મિલિયન યુરો એટલે કે લગભગ ₹5,000 કરોડ હતો.

ભારતમાં મોટા ફેરફાર કર્યા નોકિયાએ

નોકિયાએ ભારતની લીડરશિપ ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. સમર મિત્તલને 1 એપ્રિલ 2026થી ઈન્ડિયા કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે અને વિભા મહેરાને ઈન્ડિયા કન્ટ્રી મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉના હેડ તરુણ છાબરાએ કંપનીમાં બદલાવ થઈ રહ્યા હોવાથી પોતાનું પદ છોડ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ સમર મિત્તલ સમગ્ર કસ્ટમર પોર્ટફોલિયોને એન્ડ-ટુ-એન્ડ સંભાળશે, જે પહેલાના હેડ કરતાં વધુ ઓપરેશનલ સત્તા ધરાવતી ભૂમિકા છે.

આ નવા બદલાવની પ્રક્રિયાના કારણે ભારતમાં વિવિધ વિભાગોમાં, ખાસ કરીને કોમન અને ગ્લોબલ રોલ્સમાં નોકરીઓમાં ઘટાડો થવાની શક્યતા છે. 2023માં નોકિયાના ક્લાઉડ અને નેટવર્ક સર્વિસિસને મોબાઇલ નેટવર્ક્સ સાથે મર્જ કરવામાં આવ્યા બાદ ડુપ્લિકેશન સર્જાયું હોવાનું માનવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને આ છટણી કરવામાં આવશે.

છેલ્લા 8 વર્ષમાં લગભગ 30,000 કર્મચારીઓનો ઘટાડો

નોકિયાની વૈશ્વિક વર્કફોર્સ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઘટી રહી છે. 2018માં કંપની પાસે લગભગ 103,000 કર્મચારીઓ હતા, જે હવે ઘટીને લગભગ 74,100 રહ્યા છે. આ જ સમયગાળામાં ભારતમાં કર્મચારીઓની સંખ્યામાં આશરે 500નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: WhatsAppમાં આવ્યું AI રિપ્લાય ફીચર, મેસેજનો જવાબ મળશે આપમેળે : એક જ એપમાં ઉપયોગ કરી શકાશે બે એકાઉન્ટ

કંપની યુરોપમાં પણ વધુ નોકરીઓમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ મુજબ ગ્રીસ, ઇટાલી, જર્મની અને ફ્રાન્સમાં કુલ મળીને લગભગ 1,400 નોકરીઓ પર અસર થઈ શકે છે. નોકિયાના ટેલિકોમ સ્પર્ધક Ericsson પણ પોતાની વર્કફોર્સ ઘટાડવા તરફ આગળ વધી રહી છે. કંપનીએ ગયા વર્ષે આશરે 5,000 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યા હતા અને આગળ પણ છટણી થવાની સંભાવના છે.