Science & Technology

ફોનના હિડન સેન્સરથી આ કામ કરો, નહીં પડે એક્સ્ટ્રા ટૂલ્સની જરૂર…

By GS Team
5 Feb 20262 mins read
TukuTouch Logo
આજકાલ સ્માર્ટફોન માત્ર કોલિંગ અને સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ માટે જ નથી રહ્યા. મોબાઇલનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે. એમાં ઘણાં ફીચર્સ આવે છે એ સમજ્યા, પરંતુ એમાં આવેલા સેન્સરનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. આ સેન્સર જ મોબાઇલને સ્માર્ટ બનાવતાં હોય છે. આ સેન્સરના નોર્મલ ઉપયોગ સિવાય પણ ઘણા ઉપયોગ છે, જેના દ્વારા યુઝર ડેઈલી ટાસ્ક સરળતાથી કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફોનના હિડન સેન્સરથી આ કામ કરો, નહીં પડે એક્સ્ટ્રા ટૂલ્સની જરૂર…

Hidden Sensors: આજકાલ સ્માર્ટફોન માત્ર કોલિંગ અને સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ માટે જ નથી રહ્યા. મોબાઇલનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે. એમાં ઘણાં ફીચર્સ આવે છે એ સમજ્યા, પરંતુ એમાં આવેલા સેન્સરનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. આ સેન્સર જ મોબાઇલને સ્માર્ટ બનાવતાં હોય છે. આ સેન્સરના નોર્મલ ઉપયોગ સિવાય પણ ઘણા ઉપયોગ છે, જેના દ્વારા યુઝર ડેઈલી ટાસ્ક સરળતાથી કરી શકે છે.

લેવલ ચેક કરવા માટે કામ આવે છે ફોન

ફોનમાં લગાવેલા સેન્સર મૂવમેન્ટ અને ઓરિએન્ટેશનને ટ્રેક કરે છે. આ કામ માટે એક્સેલેરોમીટર અને ગાયરોમીટરનો ઉપયોગ થાય છે. આ બંને સેન્સર લગભગ દરેક સ્માર્ટફોનમાં જોવા મળે છે. આ સેન્સર બતાવે છે કે ફોન કેટલી ઝડપથી અને કઈ દિશામાં જઈ રહ્યો છે અને તેનું ઓરિએન્ટેશન શું છે. આ જ સેન્સરનો ઉપયોગ યુઝર લેવલ ટૂલ તરીકે ઉપયોગ પણ કરી શકે છે. જો યુઝરે કોઈ ફ્રેમ, કાચ અથવા પોસ્ટર લગાવવું હોય તો આ સેન્સરની મદદથી લેવલ ચેક કરી શકાય છે. આ માટે ઘણા એપ્સ ઉપલબ્ધ છે, જે આ સેન્સરનો ઉપયોગ કરીને લેવલ બતાવે છે.

આ પણ વાંચો: ચેટજીપીટી હવે તમારું કાર્ટૂન જેવો ફોટો બનાવી શકે છે, જાણો કેવી રીતે કામ કરે છે…

સેન્સરથી મેળવો પરફેક્ટ લાઈટિંગ

ફોનમાં એમ્બિયન્ટ લાઈટ સેન્સર હોય છે. એની મદદથી ફોનને તમારા આસપાસની લાઈટિંગનો ખ્યાલ આવે છે. જો અંધારું હોય તો આ સેન્સર ફોનની બ્રાઈટનેસ ઘટાડશે અને જો તડકામાં ઊભા હો તો બ્રાઈટનેસ વધારી દેશે જેથી કરીને ડિસ્પ્લે ક્લિયર દેખાય. આ સેન્સરથી તમે તમારા કેમેરા અથવા ડેસ્કના લેમ્પની બ્રાઈટનેસ માપી શકો છો. આ રીતે તમે પરફેક્ટ લાઈટિંગ મેળવી શકશો અને યુઝરની આંખને નુકસાન પણ નહીં થાય. આ જ રીતે ફોનના માઇક્રોફોનથી યુઝર ઑડિયો લેવલનો પણ ખ્યાલ મેળવી શકે છે. આ માટે વિવિધ એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે એ ડાઉનલોડ કરવાની રહેશે.