Get The App

ચેટજીપીટી હવે તમારું કાર્ટૂન જેવો ફોટો બનાવી શકે છે, જાણો કેવી રીતે કામ કરે છે…

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
ચેટજીપીટી હવે તમારું કાર્ટૂન જેવો ફોટો બનાવી શકે છે, જાણો કેવી રીતે કામ કરે છે… 1 - image


ChatGPT Cartoonist Trend : સોશિયલ મીડિયા પર હાલમાં વધુ પડતા કાર્ટૂન જેવા ચિત્રો જોવા મળી રહ્યા છે. આ 2026નો પહેલો AI ટ્રેન્ડ છે જેમાં ચેટજીપીટી કોઈપણ ફોટોને કાર્ટૂન જેવી ફોટોમાં ફેરવે છે. આ પ્રકારના કાર્ટૂન ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય બની ગયા છે. ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ તેમની પોર્ટ્રેટ ફોટાઓ પોસ્ટ કરી રહ્યા છે જેમાં ફોટો ખૂબ જ આકર્ષક દેખાઈ રહ્યો છે, જે આ ટ્રેન્ડને વધુ લોકપ્રિય બનાવે છે.

કાર્ટૂન ફોટો કેવી રીતે બનાવશો?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટજીપીટી ધીમે ધીમે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. Studio Ghibli ટ્રેન્ડ પછી હવે આ ચેટબોટ ફરીથી કાર્ટૂન ફોટાના ટ્રેન્ડ માટે ચર્ચામાં છે. કાર્ટૂન ફોટો કેવી રીતે બનાવાય એ સમજવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે કાર્ટૂન ફોટો એટલે શું. કાર્ટૂન ફોટો એ વ્યક્તિની એવી કૉપી હોય છે જેમાં કેટલીક બાબતોને વધુ દેખાડવામાં આવે છે, જેમ કે લાંબી નાક, બહાર નીકળતા દાંત, ફૂલેલા ગાલ કે બહાર આવી રહેલી આંખો. એક રીતે જોવા જઈએ તો એ થોડું એનિમેશન જેવું દેખાય છે અને ફની હોય છે.

પોતાની જાતનો કાર્ટૂન ફોટો ચેટજીપીટી દ્વારા બનાવવા માટે યુઝરે ચેટજીપીટી એકાઉન્ટમાં લોગિન કરવાનું રહેશે. ત્યાર બાદ “Create a caricature of me” જેવો પ્રોમ્પ્ટ આપવો પડશે. આ પ્રોમ્પ્ટ તેમના માટે વધુ અસરકારક છે જેમણે ચેટજીપીટી સાથે પહેલેથી ઘણી માહિતી શેર કરી છે.

જો ફોટો અપેક્ષા મુજબ ન હોય, તો પ્રોમ્પ્ટમાં ફેરફાર કરી વધુ સ્પષ્ટ સૂચનાઓ આપી શકો જેથી વધુ ચોક્કસ ફોટો મળી શકે. આ કાર્ટૂન ફોટોનો ટ્રેન્ડ પેઈડ સબ્સ્ક્રિપ્શન પર અનલિમિટેડ છે એટલે કે જેટલા ફોટો બનાવવા હોય એ બનાવી શકાય છે. જો યુઝર પાસે પેઈડ સબ્સ્ક્રિપ્શન ન હોય તો ચેટજીપીટી ફ્રી વર્ઝનમાં દરરોજ પાંચ ફોટાઓ બનાવવાની મંજૂરી આપે છે.

ચેટજીપીટી કાર્ટૂન ફોટો કેવી રીતે બનાવી આપશે?

આ ટ્રેન્ડ સારી રીતે કામ કરે એ માટે ચેટજીપીટી પાસે યુઝર્સની પહેલેથી થોડી માહિતી હોવી જરૂરી છે. અંગત માહિતીથી લઈને શું કામ કરે છે વગેરે જેવી માહિતી હશે તો ફોટો એ રીતે વધુ સારી રીતે બની શકશે. આ ટ્રેન્ડમાં ચેટજીપીટી યુઝરની હિસ્ટ્રીનો ઉપયોગ કરીને ફોટો બનાવે છે. એટલે કે જો યુઝરે ચેટજીપીટી સાથે ઘણી વાર વાત કરી હશે તો યુઝરને ફોટો વધુ સારો મળશે. જો યુઝરે ચેટજીપીટી સાથે વધુ વ્યક્તિગત માહિતી શેર ન કરી હોય તો પણ સ્પષ્ટ અને ચોક્કસ સૂચનાઓ આપી સારો ફોટો બનાવી શકાય છે.

વાયરલ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરવાને બદલે યુઝર પોતાનું પ્રોમ્પ્ટ બનાવી શકે છે. ઉદાહરણ તરીકે:

“Create a caricature of me and my job. I’m a Journalist who works in a Website.”

અથવા:

“Create a caricature of me and my job. I’m an air hostess in a red uniform who flies long-haul routes to sunny destinations.”

કાર્ટૂન ટ્રેન્ડને કારણે ક્રેશ થયું ચેટજીપીટી?

આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ફેલાતો ગયો તેમ તેમ ચેટજીપીટીની વેબસાઈટ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી. હજારો યુઝર્સને મંગળવારે (3 ફેબ્રુઆરી) અમેરિકામાં સાઇટ ક્રેશનો સામનો કરવો પડ્યો. વેબસાઈટ બંધ થઈ જવાના લગભગ 13,000 રિપોર્ટ્સ 2:20 pm આસપાસ આવ્યા હતા. OpenAIએ પછી આ સમસ્યા આવી હતી એ સ્વીકારી અને જરૂરી સુધારાઓ કર્યા હતા.

આ પણ વાંચો: ગાઝિયાબાદમાં ત્રણ બહેનની આત્મહત્યા પછી નવી બીમારીની ચર્ચા, જાણો શું છે Internet Gaming Disorder

આ પહેલી વાર નથી કે ચેટજીપીટીનો કોઈ ટ્રેન્ડ વાયરલ થયો હોય. ગયા વર્ષે જાપાનના Studio Ghibli-સ્ટાઇલ ફોટાઓનો AI ટ્રેન્ડ વાયરલ થયો હતો. ત્યાર બાદ Studio Ghibliએ ચેટબોટ દ્વારા મોટા પાયે ફોટાઓ બનાવવામાં વાંધો ઉઠાવ્યો હતો. Studio Ghibli પાસે આ પ્રકારના ફોટાઓ માટેનો કૉપિરાઇટ છે.