Science & Technology

યુપીના યુવકે પૂર્વજોની જમીન શોધવા લીધી AIની મદદ, સરકારી દસ્તાવેજોના ચક્કરમાંથી છુટકારો

By GS Team
27 May 20262 mins read
TukuTouch Logo
સામાન્ય રીતે લોકો જમીન-જાયદાદની શોધખોળ કરવા અથવા તેના સરકારી દસ્તાવેજો મેળવવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના એક યુવકે આ મુશ્કેલ કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ચપટીમાં કરી બતાવ્યું છે. ઉત્તર પ્રદેશના રહેવાસી ઝાહિદ ખાને હિન્દીના જટિલ અને જૂના સરકારી રેકોર્ડ્સમાં અટવાયેલી પોતાના પૂર્વજોની જમીન શોધવા માટે એન્થ્રોપિક કંપનીના ક્લોડ એઆઈ આસિસ્ટન્ટનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેમને અભૂતપૂર્વ સફળતા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીના યુવકે પૂર્વજોની જમીન શોધવા લીધી AIની મદદ, સરકારી દસ્તાવેજોના ચક્કરમાંથી છુટકારો

UP man find Ancestral Land with AI: સામાન્ય રીતે લોકો જમીન-જાયદાદની શોધખોળ કરવા અથવા તેના સરકારી દસ્તાવેજો મેળવવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના એક યુવકે આ મુશ્કેલ કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ચપટીમાં કરી બતાવ્યું છે. ઉત્તર પ્રદેશના રહેવાસી ઝાહિદ ખાને હિન્દીના જટિલ અને જૂના સરકારી રેકોર્ડ્સમાં અટવાયેલી પોતાના પૂર્વજોની જમીન શોધવા માટે એન્થ્રોપિક કંપનીના ક્લોડ એઆઈ આસિસ્ટન્ટનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેમને અભૂતપૂર્વ સફળતા મળી છે.

લિંક્ડઇન પર શેર કરી અનોખી સ્ટોરી

ઝાહિદ ખાને ટેકનોલોજીના આ અનોખા પ્રયોગની સમગ્ર સફર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે જણાવ્યું કે, તેમના પૂર્વજોની જમીનના રેકોર્ડ્સ ખૂબ જ જટિલ હિન્દી ભાષામાં હતા, જેના કારણે જમીનનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. આ મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે તેમણે ક્લોડ એઆઈ પ્લેટફોર્મ પર જઈને પોતાના સ્વર્ગસ્થ પિતાનું નામ ટાઈપ કર્યું અને તે જટિલ સરકારી દસ્તાવેજો અપલોડ કર્યા. AI ટૂલે ગણતરીની મિનિટોમાં એ તમામ ડેટાનું સચોટ વિશ્લેષણ કરીને જમીનનું ચોક્કસ લોકેશન શોધી આપ્યું હતું.


AIએ ગુગલ મેપ માટે તૈયાર કરી આપ્યો ખાસ ડેટા

આ પ્રક્રિયા દરમિયાન ક્લોડ એઆઈએ માત્ર જમીન શોધી આપી એટલું જ નહીં, પરંતુ ઝાહિદ ખાનને પ્લોટ નંબર્સ મેળવવામાં અને જિયોગ્રાફિકલ કો-ઓર્ડિનેટ્સ કન્વર્ટ કરવામાં પણ મદદ કરી હતી. આટલું જ નહીં, AIએ આ જમીનનો એક KML કોડ પણ જનરેટ કરી આપ્યો. જ્યારે ઝાહિદે આ ફાઈલને 'ગુગલ માય મેપ્સ' પર અપલોડ કરી, ત્યારે ડિજિટલ નકશા પર પૂર્વજોના તમામ 25 પ્લોટ સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ઇલેક્ટ્રિસિટી ગુલ થઈ જાય તો પણ ટેન્શન નહીં! SpaceXનું નવું બેટરીવાળું Starlink Mini આપશે નોન-સ્ટોપ સેટેલાઇટ ઇન્ટરનેટ

સોશિયલ મીડિયા પર લોકોએ કરી પ્રશંસા

ઝાહિદ ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે અને ટેક જગતના લોકો તેમના આ આઈડિયાની મુક્તમને પ્રશંસા કરી રહ્યા છે. નેટીઝન્સે આ પ્રયોગને વાસ્તવિક જીવનની જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક અત્યંત સર્જનાત્મક, સચોટ અને પ્રેરણાદાયી ઉપયોગ ગણાવ્યો છે. લોકોનું કહેવું છે કે ટેકનોલોજીનો જો સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે, તો તે સામાન્ય માણસની વર્ષો જૂની મુશ્કેલીઓનો પણ અંત લાવી શકે છે.