| AI Image |
Case Against Grok AI: અમેરિકાના ટેનેસી રાજ્યની ત્રણ યુવતીઓેએ ઇલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI સામે ક્લાસ-એક્શન કેસ દાખલ કર્યો છે. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપનીના Grok ઇમેજ જનરેટરે તેમના ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરીને child sexual abuse material (CSAM) તૈયાર કરી એને સોશિયલ મીડિયા પર ફેલાવ્યો છે. આ પ્રકારનો કેસ કિશોર વયના બાળકો દ્વારા દાખલ થવાનો આ પહેલો બનાવ માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે Grok દ્વારા સંમતિ વગર ન્યૂડ ઈમેજીસ બનાવવામાં આવ્યા હોવાને લઈને ખૂબ જ વિવાદમાં રહ્યું છે.
xAIએ નફા માટે સુરક્ષા અવગણીઃ વકીલનો આરોપ
ફરિયાદીઓના વકીલ Vanessa Baehr-Jonesએ xAI પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે કંપનીએ સુરક્ષા કરતાં નફાને પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું, “xAIએ નફો કમાવવા માટે યૌન શોષણનો માર્ગ પસંદ કર્યો, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. કંપનીને જોખમી પ્રોડક્ટના પરિણામોની સંપૂર્ણ જાણ હોવા છતાં તેમણે એને નજરઅંદાજ કરી છે.” કેસ કેલિફોર્નિયામાં દાખલ થયો છે, જ્યાં કંપનીનું હેડક્વાર્ટર આવેલું છે. ફરિયાદમાં જણાવાયું છે કે યુવતીઓના AI દ્વારા બદલાયેલા ન્યૂડ ફોટોઝ તેમની જાણ વગર Discord સર્વર પર અપલોડ કરવામાં આવ્યા હતા.
ફોટો વાયરલ કરનાર શંકાસ્પદની ધરપકડ
આ યુવતીઓેએ ફરિયાદ એજન્સીમાં કર્યા બાદ એક જ મહિનામાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને એ વ્યક્તિના મોબાઇલમાંથી CSAMનું કન્ટેન્ટ મળી આવ્યું છે. આ કન્ટેન્ટ xAIની ઇમેજ અને વીડિયો જનરેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કન્ટેન્ટ એક થર્ડ પાર્ટી એપ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે Grokની AI ટેક્નોલોજી પર આધારિત હતી.
xAI સામે વધતા કેસ અને આંતરરાષ્ટ્રીય તપાસ
આ કેસ સાથે xAI સામે કાનૂની કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય તપાસોની સંખ્યા વધી રહી છે. અગાઉ પણ મસ્કના એક બાળકની માતા દ્વારા આ પ્રકારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ યુરોપિયન યુનિયન દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. Center for Countering Digital Hateની સ્ટડી મુજબ, Grokએ માત્ર બે અઠવાડિયામાં અંદાજે 30 લાખ સેક્સ્યુઅલાઇઝ્ડ ઈમેજીસ બનાવી હતી, જેમાંથી લગભગ 23,000 બાળકો સંબંધિત હતા.
મસ્કનો ઇનકાર
ઇલોન મસ્કએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે “Grok દ્વારા બનાવવામાં આવેલી કોઈપણ અન્ડરએજ ન્યૂડ ઈમેજ અંગે તેમને જાણ નથી.” જોકે, ફરિયાદમાં જણાવાયું છે કે યુવતીઓના AI દ્વારા બનાવાયેલા ન્યૂડ ફોટોઝ અને વિડિઓઝ ઓનલાઈન શેર કરવામાં આવ્યા હતા. એક પીડિતાએ, જેને Jane Doe 1 તરીકે ઓળખવામાં આવી છે, ડિસેમ્બરમાં Discord સર્વર પર પોતાનું ડીપફેક કન્ટેન્ટ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: OpenAI પર વધી મુશ્કેલી : ChatGPTએ એન્સાયક્લોપીડિયાની કોપી કરી હોવાનો આરોપ...
વળતર માટે કરવામાં આવી માંગ
અન્ય ફરિયાદીઓને ફેબ્રુઆરીમાં જાણવા મળ્યું હતું કે તેમના પણ AI દ્વારા બનાવવામાં આવેલા CSAM કન્ટેન્ટ ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. આ કેસમાં xAI સામે માનસિક અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે વળતર માંગવામાં આવ્યું છે. એક યુવતીની માતાએ પ્રતિનિધિ મારફતે જણાવ્યું કે, “મારી દીકરીએ જ્યારે સમજ્યું કે આ ઈમેજીસ તેની મંજૂરી વગર બનાવવામાં આવી અને ફેલાવવામાં આવી, ત્યારે તેને પેનિક એટેક આવ્યો હતો. એ ક્ષણ ખૂબ જ દુખદ હતી.”


