Science & Technology

OpenAI પર વધી મુશ્કેલી : ChatGPTએ એન્સાયક્લોપીડિયાની કોપી કરી હોવાનો આરોપ...

By GS Team
17 Mar 20262 mins read
TukuTouch Logo
દુનિયાભરમાં જાણીતી એન્સાયક્લોપીડિયા પ્રકાશક Britannica અને તેની ડિક્શનરી શાખા Merriam-Websterએ OpenAI સામે કેસ દાખલ કર્યો છે. આ બન્ને કંપનીઓએ આરોપ મૂક્યો છે કે OpenAIએ તેમની કૉપિરાઇટેડ સામગ્રીનો ઉપયોગ પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલને ટ્રેન કરવા માટે કર્યો છે. આ કેસ શુક્રવારે મેનહેટન ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. Britannicaનો દાવો છે કે OpenAIએ તેમની ઓનલાઈન આર્ટિકલ્સ, એન્સાયક્લોપીડિયા એન્ટ્રીઝ અને ડિક્શનરી ડેફિનિશન્સનો પરવાનગી વિના ઉપયોગ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

OpenAI પર વધી મુશ્કેલી : ChatGPTએ એન્સાયક્લોપીડિયાની કોપી કરી હોવાનો આરોપ...

Copyright Case on OpenAI: દુનિયાભરમાં જાણીતી એન્સાયક્લોપીડિયા પ્રકાશક Britannica અને તેની ડિક્શનરી શાખા Merriam-Websterએ OpenAI સામે કેસ દાખલ કર્યો છે. આ બન્ને કંપનીઓએ આરોપ મૂક્યો છે કે OpenAIએ તેમની કૉપિરાઇટેડ સામગ્રીનો ઉપયોગ પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલને ટ્રેન કરવા માટે કર્યો છે. આ કેસ શુક્રવારે મેનહેટન ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. Britannicaનો દાવો છે કે OpenAIએ તેમની ઓનલાઈન આર્ટિકલ્સ, એન્સાયક્લોપીડિયા એન્ટ્રીઝ અને ડિક્શનરી ડેફિનિશન્સનો પરવાનગી વિના ઉપયોગ કર્યો છે.

વેબ ટ્રાફિક ‘કેનિબલાઇઝ’ કરવાનો આરોપ

કેસમાં OpenAI પર એ પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપનીએ AI જનરેટેડ સમરીઝ દ્વારા Britannicaના વેબ ટ્રાફિકને “કેનિબલાઇઝ” કર્યો છે. એટલે કે Britannicaનું કહેવું છે કે AI જનરેટેડ સમરીઝને કારણે યુઝર્સ સીધા તેમની વેબસાઇટ પર જવાના બદલે AI દ્વારા આપવામાં આવતા જવાબો તરફ વળી રહ્યા છે. AI ટ્રેનિંગ માટે કન્ટેન્ટના ઉપયોગ અંગે OpenAI સહિત અન્ય ઘણી ટેક કંપનીઓ સામે કૉપિરાઇટ ધારકો દ્વારા દાખલ થતા હાઈ-પ્રોફાઇલ કેસોમાં આ કેસ પણ એક મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Perplexity AI સામે પણ કેસ કર્યો હતો

આ પહેલા પણ Britannicaએ કન્ટેન્ટના ગેરવપરાશ મુદ્દે AI સ્ટાર્ટઅપ Perplexity AI સામે આ પ્રકારનો કેસ દાખલ કર્યો હતો, જે હજી પેન્ડિંગ છે. હાલ OpenAIએ Britannica અને Merriam-Websterના આ નવા આરોપો પર કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી.

ChatGPT નકલ કરવાનો આરોપ

કેસમાં જણાવાયું છે કે OpenAIએ લગભગ 1 લાખ જેટલા Britannicaના આર્ટિકલ્સનો ઉપયોગ તેના GPT લાર્જ લેંગ્વેજ મોડેલ્સને ટ્રેન કરવા માટે કર્યો છે. સાથે જ આરોપ મૂકવામાં આવ્યો છે કે ChatGPT Britannicaના એન્સાયક્લોપીડિયા એન્ટ્રીઝ, ડિક્શનરી ડેફિનિશન્સ અને અન્ય કન્ટેન્ટને “લગભગ હુબહુ” રીતે જનરેટ કરે છે. Britannicaનું કહેવું છે કે આ કારણસર તેમની વેબસાઇટ પર આવતો ટ્રાફિક ઘટી રહ્યો છે.

આ પણ વાંચો: iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો પણ આરોપ

કન્ટેન્ટના ગેરવપરાશ ઉપરાંત Britannicaએ OpenAI પર ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. કંપનીનો દાવો છે કે OpenAIએ એવી છાપ ઉભી કરી છે કે તેને વેબસાઇટની સામગ્રીનો ઉપયોગ કરવાની મંજૂરી છે. આ સાથે જ AI દ્વારા આપવામાં આવેલા ખોટા જવાબોમાં Britannicaનું નામ ગેરરીતે દર્શાવવામાં આવ્યું હતું. AI ઘણી વાર ખોટા જવાબ આપે છે અને એને હેલ્યુસિનેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે OpenAIએ ખોટી રીતે નામ રજૂ કર્યું હતું. આ તમામ આરોપોના આધારે Britannicaએ કોર્ટ પાસે આર્થિક વળતર સાથે OpenAI દ્વારા જે રીતે કામ કરી રહ્યું છે તેને રોકવા માટેનો આદેશ માંગ્યો છે.