mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વોટ્સએપમાં ત્રણ મોટા ફેરફાર

Updated: Mar 27th, 2024

વોટ્સએપમાં ત્રણ મોટા ફેરફાર 1 - image


- ðkuxTMkyuÃk{kt «{kuþLk, Ãku{uLx yLku ðkuRMk {uMkus MktçktrÄík ÃkrhðíkoLkku ykÔÞkt

- MxuxMk{kt 1 r{rLkxLkk ðerzÞkuLke Aqx

વોટ્સએપ પર સ્ટેટસ ફીચરનો તમે ભરપૂર ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે અત્યાર સુધી તેમાં આપણે ૩૦ સેકન્ડ સુધીની મર્યાદામાં વીડિયો સ્ટેટસ મૂકી શકતા હતા. બીજી તરફ ઇન્સ્ટાગ્રામમાં એક મિનિટ સુધીની લંબાઈનો વીડિયો રીલ તરીકે પોસ્ટ કરી શકાય છે. યુટ્યૂબમાં પણ શોર્ટ્સ તરીકે કોઈ વીડિયો પોસ્ટ કરવો હોય તો તેની મર્યાદા એક મિનિટ સુધીની છે.

આ કારણે, ખાસ કરીને માર્કેટિંગ માટે વીડિયો પોસ્ટ કરતા લોકોને વોટ્સએપ બાબતે થોડી અડચણનો સામનો કરવો પડતો હતો. કારણ કે વોટ્સએપ માટે તેમણે અલગથી ૩૦ સેકન્ડની મર્યાદામાં વીડિયો તૈયાર કરવો પડે. મતલબ કે અન્ય સોશિયલ મીડિયા માટે બનાવેલા વીડિયોમાં ખાસ્સી કાપકૂપ કરવી પડે.

હવે સમાચાર છે કે વોટ્સએપમાં પણ એક મિનિટ સુધીનો વીડિયો સ્ટેટસમાં પોસ્ટ કરવાની સગવડ મળી જશે. હાલમાં વોટ્સએપના બીટા યૂઝર્સને આ ફીચર મળી ગયું છે. થોડા જ સમયમાં તમામ યૂઝર્સને આ લાભ મળી જવાની શક્યતા છે.

ÞwÃkeykR õÞqykh fkuz MfuLkh çkxLkLku Lkðwt MÚkkLk

વોટ્સએપમાં યુપીઆઇ પેમેન્ટ માટે ક્યૂઆર કોડ સ્કેન કરવાનું ટૂંક સમયમાં સહેલું બનશે. તમે યુપીઆઇ માટે પેટીએમ, ભીમ એપ, ફોન પે, ગૂગલ પે જેવી એપ્સનો ઉપયોગ કરતા હો તો તમારો અનુભવ હશે કે આ બધી એપમાં યુપીઆઇથી પેમેન્ટ કરવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરવાનું બટન આપણું તરત ધ્યાન ખેંચાય અને સગવડભર્યું બને એ રીતે મૂકવામાં આવ્યું છે. એ બાબતે પેટીએમ એપ સૌથી આગળ હતી. એ પછી ફોન પેમાં પણ હોમસ્ક્રીન પર નીચેની તરફ ક્યૂઆર કોડ સ્કેન કરવાનું વધુ સુવિધાજનક ફ્લોટિંગ બટન આવી ગયું. વોટ્સએપમાં લાંબા સમયથી યુપીઆઇ પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ હોવા છતાં તેનો ઉપયોગ ખાસ પ્રચલિત થયો નથી. તેનાં બે કારણ છે. એક વોટ્સએપમાં પ્રચંડ યૂઝરબેઝને ધ્યાનમાં લેતાં યુપીઆઇના બધા યૂઝર્સ આ એક પ્લેટફોર્મ તરફ ખેંચાઈ ન જાય એની કાળજી રાખવા માટે સરકારે વોટ્સએપ પર યુપીઆઇના ઉપયોગને મર્યાદિત યૂઝર્સ માટે મંજૂર કર્યો છે. બીજું લોકો પોતે વોટ્સએપ પર થતા વિવિધ પ્રકારના ફ્રોડને કારણે તેમાં યુપીઆઇનો ઉપયોગ કરતાં ખચકાય છે. જોકે હવે વોટ્સએપમાં પણ હોમસ્ક્રીન પર ક્યૂઆર કોડ સ્કેન કરવાનું બટન આવી ગયું છે, એ કારણે વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ વધે તો નવાઈ નહીં.

ðkuRMk {uMkus nðu ðkt[e Ãký þfkþu

વોટ્સએપમાં ઘણા લોકોને કશુંક ટાઇપ કરવાને બદલે વોઇસ મેસેજ મોકલવાની ટેવ હોય છે. એમને માટે આ સહેલું બને, પણ મેસેજ મેળવનાર જ્યારે અન્ય લોકો વચ્ચે હોય ને હેડફોનની સુવિધા ન હોય ત્યારે જાહેરમાં મેસેજ સાંભળવો મુશ્કેલ બને.

વોટ્સએપની આઇફોન માટેની એપમાં લાંબા સમયથી આના ઉપાય તરીકે વોઇસ મેસેજને ટેક્સ્ટ નોટમાં ફેરવી આપવાની સુવિધા છે.

એ સુવિધા એન્ડ્રોઇડમાં પણ આવી રહી છે. આપણે વોટ્સએપ અપડેટ કર્યા પછી, સેટિંગ્સમાં, ચેટ્સમાં આ સુવિધા ચાલુ-બંધ કરી શકીશું. વોઇસ મેસેજ ટેક્સ્ટમાં ફેરવાયા પછી પણ, અન્ય કોઈ તેને વાંચી શકશે નહીં.

Gujarat