શું તમારું વેલેન્ટાઇન રોયલ છે? 4 એપ્સથી શોધો વંશનું કનેકશન, બની શકે 10માં કઝિનને ડેટ કરી રહ્યાં હોઉં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI Image |
Valentine Day Lineage Apps: આપણે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આ સમયે તમે જે પાર્ટનરને વેલેન્ટાઇન સમજી રહ્યાં છો એ ખરેખર તમારો પ્રેમી છે કે પછી બે પ્રાચીન રાજવંશ (રોયલ) દ્વારા કરવામાં આવેલું જોડાણ છે? આજે વેલેન્ટાઇન ડેને ભવિષ્ય સાથે અને મોડર્ન દુનિયા સાથે જોડવામાં આવી રહી છે, પરંતુ બની શકે કે કેટલાક પ્રેમીઓનો પ્રેમ તેમના પૂર્વજોના ઇતિહાસ સાથે જોડાયેલો હોય શકે છે. આ એક એવો સમય છે જ્યાં ડેટા અને ડેસ્ટિની એકમેકને મળે છે અને આ ટેક્નોલોજી કપલ્સને તેમના ભૂતકાળના રાજવંશ, યુદ્ધ કુળ સાથે જોડાયેલું કનેક્શન અને ભૂતકાળના બે જિનેટિક્સનું ઓવરલેપ થયું હોય તો પણ એ વિશેની તમામ માહિતી આપે છે.
1.6 બિલિયન ઐતિહાસિક રેકોર્ડ્સ એનાલાઇઝ કરીને ડિજિટલ કુંડળી દ્વારા કોસ્મિક કમ્પેટિબિલિટી એનાલાઇઝ કરી લિનિયેજ ટેકની મદદથી યુઝર જાણી શકશે કે તમારું વેલેન્ટાઇન ડેટ ખરેખર તમારું પસંદગીનું વ્યક્તિ છે કે સિક્રેટ વારસદાર.
● iMeUsWe: આ એક ડ્યુઅલ-પરપઝ પ્લેટફોર્મ છે. એમાં યુઝર્સ પોતાના વંશ વિશે જાણવાની સાથે સાથે તેમના સંબંધોની અનુકૂળતાને પણ એનાલાઇઝ કરી શકે છે. આ માટે યુઝર્સ 1.6 બિલિયનથી વધુ ઐતિહાસિક રેકોર્ડ્સને એક્સપ્લોર કરી પોતાની ફેમિલી ટ્રી બનાવી શકે છે અને પૂર્વજોના કનેક્શનને શોધી શકે છે. વંશ જાણવાની સાથે આ એપ જ્યોતિષ મોડ્યુલની મદદથી કુંડળી અને લગ્ન રિપોર્ટ પણ આપે છે. એમાં પાર્ટનરના સ્વભાવ, નાણાકીય સુસંગતતા અને વૈવાહિક અનુકૂળતા વિશેની માહિતી હોય છે. યુઝર્સ માટે એક મફત રોમેન્ટિક કમ્પેટિબિલિટી ટેસ્ટ પણ ઉપલબ્ધ છે, જે આધુનિક ડેટા આધારિત દૃષ્ટિકોણ આપે છે.
● Kulvriksh: આ ભારત માટેની ખાસ એપ્લિકેશન છે. આ એપ વંશના રિસર્ચ માટેની સૌથી લોકપ્રિય એપ્સમાંની એક છે. યુઝર્સને ગૌત્ર, કુળદેવી અને મૂળ ગામ જેવા પરંપરાગત માર્કર્સ ટ્રેક કરીને ફેમિલી ટ્રી બનાવવાની એમાં સુવિધા છે. એમાં કમ્યુનિટી ટ્રી ફીચર છે, જે તમારા ફેમિલી ડેટાને તેના વધતા ડેટાબેઝ સાથે મેચ કરીને ભૂલાયેલા સંબંધીઓ શોધવામાં મદદ કરે છે.
● AstroSage: જો યુઝરનું મુખ્ય લક્ષ્ય કમ્પેટિબિલિટી છે, તો AstroSage તેમના માટે શ્રેષ્ઠ પસંદગી છે. એ એક ચોક્કસ ગુણ ચકાસવા માટેની એટલે કે કુંડળી મેળાપ માટેની એપ છે. એમાં AI આધારિત રાશિફળ આપવામાં આવે છે. તેનું AstroSage Cloud ફીચર યુઝરને તેમના સમગ્ર કુટુંબની જન્મકુંડળી સ્ટોર કરવાની પણ છૂટ આપે છે, જે પૂર્વજોની જ્યોતિષ માહિતી માટે ડિજિટલ રિપોઝિટરી બની શકે છે.
આ પણ વાંચો: NVIDIAની ચિપ્સ વગર AI મોડેલ બનાવ્યું OpenAIએ, જાણો કેવી રીતે…
● Kintree: કુટુંબ માટેનું સોશિયલ મીડિયા તરીકે ઓળખાતું Kintree 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. એ પ્રાઇવેટ કુટુંબના કોલોબ્રેશન પર મુખ્ય રીતે કેન્દ્રિત છે. એમાં ઘણી પેઢીના સભ્યોના ફોટા અને વાર્તાઓ શેર કરેલા ફેમિલી ટ્રીમાં ઉમેરી શકાય છે. ખાસ કરીને આ ફીચર આધુનિક ભારતીય કુટુંબો માટે ઉપયોગી છે જેઓ અલગ-અલગ શહેરો કે દેશોમાં રહે છે પણ એક ફેમિલી તરીકે રહેવા માગે છે.









