Science & Technology

NVIDIAની ચિપ્સ વગર AI મોડેલ બનાવ્યું OpenAIએ, જાણો કેવી રીતે…

By GS Team
13 Feb 20263 mins read
TukuTouch Logo
AI જ્યારથી આવ્યું છે ત્યારથી ચિપની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ એટલે કે GPUની ડિમાન્ડ આસમાને પહોંચી ગઈ છે. જોકે OpenAI દ્વારા હાલમાં એક નવું AI મોડેલ તૈયાર કર્યું છે જેમાં NVIDIAની ચિપનો ઉપયોગ નથી થતો. OpenAI દ્વારા હાલમાં જ તેમનું નવું કોડિંગ ટૂલ કોડેક્સનું લાઇટવર્ઝન રજૂ કર્યું છે. એનું નામ GPT 5.3-Codex-Spark છે. આ મોડેલને ફાસ્ટ ઇન્ટરફેસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમ જ એમાં કેરેબ્રાસની એક ડેડિકેટેડ ચિપનો સમાવેશ કરવામાં આવ્યો છે. OpenAI અત્યાર સુધી તેના મોડેલ માટે NVIDIAની ચિપ પર નિર્ભર રહ્યું છે. જોકે OpenAI હવે નવી દિશા તરફ જઈ રહ્યું છે. OpenAI અને કેરેબ્રાસે ગયા મહિને જ મલ્ટી-યર એગ્રીમેન્ટ પાર્ટનરશિપ કરી હતી જે 10 બિલિયન અમેરિકન ડોલરની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NVIDIAની ચિપ્સ વગર AI મોડેલ બનાવ્યું OpenAIએ, જાણો કેવી રીતે…

OpenAI New AI Model: AI જ્યારથી આવ્યું છે ત્યારથી ચિપની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ એટલે કે GPUની ડિમાન્ડ આસમાને પહોંચી ગઈ છે. જોકે OpenAI દ્વારા હાલમાં એક નવું AI મોડેલ તૈયાર કર્યું છે જેમાં NVIDIAની ચિપનો ઉપયોગ નથી થતો. OpenAI દ્વારા હાલમાં જ તેમનું નવું કોડિંગ ટૂલ કોડેક્સનું લાઇટવર્ઝન રજૂ કર્યું છે. એનું નામ GPT 5.3-Codex-Spark છે. આ મોડેલને ફાસ્ટ ઇન્ટરફેસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમ જ એમાં કેરેબ્રાસની એક ડેડિકેટેડ ચિપનો સમાવેશ કરવામાં આવ્યો છે. OpenAI અત્યાર સુધી તેના મોડેલ માટે NVIDIAની ચિપ પર નિર્ભર રહ્યું છે. જોકે OpenAI હવે નવી દિશા તરફ જઈ રહ્યું છે. OpenAI અને કેરેબ્રાસે ગયા મહિને જ મલ્ટી-યર એગ્રીમેન્ટ પાર્ટનરશિપ કરી હતી જે 10 બિલિયન અમેરિકન ડોલરની છે.

પાર્ટનરશિપ દ્વારા એક નવી સિદ્ધિ

OpenAIના કોમ્પ્યુટિંગ પાવરમાં કેરેબ્રાસનો સમાવેશ AIના રિસ્પોન્સને વધુ ઝડપી બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ નવી પાર્ટનરશિપ દ્વારા OpenAI દ્વારા નવી સિદ્ધિ મેળવવામાં આવી છે જેમાં તેમણે અન્ય કંપનીની ચિપ પર નિર્ભર નથી રહેવું પડતું. આ નવા ટૂલની મદદથી ઝડપી, રિયલ-ટાઇમ કોલોબ્રેશન અને રેપિડ ઇટિરેશન જોવા મળશે. એમાં કેરેબ્રાસના વેફર સ્કેલ એન્જિન 3નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક થર્ડ જનરેશન વેફરસ્કેલ મેગાચિપ છે જેમાં 4 ટ્રિલિયન ટ્રાન્સિસ્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિસર્ચ પ્રીવ્યુ માટે ઉપલબ્ધ છે સ્પાર્ક

OpenAI દ્વારા આ નવા લાઇટવેઇટ ટૂલને સ્પાર્ક નામ આપવામાં આવ્યું છે. આ AI મોડેલ યુઝર્સને તેમના રોજિંદા કામમાં ખૂબ જ મદદ કરશે અને એ પણ ઝડપી અને રિયલ-ટાઇમમાં. કંપની દ્વારા આ વર્ઝનનું ઓરિજિનલ કોડેક્સ મોડેલ જે હેતુથી બનાવવામાં આવ્યું હતું એનાથી આ વર્ઝન એકદમ અલગ છે. આ વર્ઝન ખૂબ જ વધુ સમય માગી લે એવા અને મુશ્કેલ ટાસ્ક કરવા માટે નથી બન્યું. આ રોજિંદા જીવનમાં જરૂરી હોય એવા ટાસ્ક માટે છે. સ્પાર્કને હાલમાં રિસર્ચ પ્રીવ્યુ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. કોડેક્સ એપમાં ચેટજીપીટી પ્રો યુઝર્સ એનો ઉપયોગ કરી શકે છે.

OpenAIનો ભવિષ્યનો પ્લાન

OpenAI હવે ભવિષ્યના પ્લાન તરફ આગળ વધી રહ્યું છે. તેમની સ્ટ્રેટેજી ડ્યુઅલ-મોડ કોડેક્સની છે. પહેલા મોડેલમાં રિયલ-ટાઇમ કોલોબ્રેશન અને રેપિડ ઇટિરેશન અને બીજા મોડેલમાં મોટા-મોટા ટાસ્ક અને ઊંડાણ ભર્યા રિસર્ચની જરૂર હોય એનો સમાવેશ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે કેરેબ્રાસની ચિપ ખૂબ જ સારી છે કારણ કે એમાં વર્કફ્લોને ખૂબ જ સારી રીતે જાળવી શકાય છે. કેરેબ્રાસ છેલ્લા એક દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે, પરંતુ AIની શરૂઆત બાદ આ કંપની પણ લાઇમલાઇટમાં આવી છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રહેશે અમર? મેટાના આ નવા ફીચર વિશે જાણો…

કેરેબ્રાસનો IPOનો પ્લાન

ગયા અઠવાડિયે કેરેબ્રાસની વેલ્યુએશન 23 બિલિયન અમેરિકન ડોલર થઈ હતી અને એની સામે તેમણે એક બિલિયન અમેરિકન ડોલરનું ફ્રેશ કેપિટલ ઊભું કર્યું હતું. કંપની હવે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)નું પણ પ્લાનિંગ કરી રહી છે. કેરેબ્રાસના CTO અને કો-ફાઉન્ડર સીન લીનું કહેવું છે કે આ નવું મોડેલ ખૂબ જ પ્રોમિસિંગ છે અને આ એક શરૂઆત છે.