Sports

'માઇક ફેંક્યું અને સૌની સામે રડી પડી...', કેપ્ટન્સી છોડ્યા બાદ હરમનપ્રીતને અચાનક શું થયું?

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
ઝિમ્બાબ્વે સામેની T20 મેચમાં હરમનપ્રીત કૌરે 41 બોલમાં 91 રન ફટકારી ભારતને 216 રન બનાવવામાં મદદ કરી. પ્લેયર ઑફ ધ મેચ બની, પરંતુ ઇન્ટરવ્યૂ દરમિયાન તે ભાવુક થઈ ગઈ અને માઇક ફેંકી દીધું. કેપ્ટનશિપ છોડ્યા બાદ આ તેની પહેલી મોટી ઇનિંગ હતી. ટીમમાં આંતરિક વિખવાદની અટકળો તેજ બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'માઇક ફેંક્યું અને સૌની સામે રડી પડી...', કેપ્ટન્સી છોડ્યા બાદ હરમનપ્રીતને અચાનક શું થયું?

Harmanpreet Kaur Emotional Interview : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર બેટિંગ કરીને 91 રન ફટકાર્યા હતા. જોકે, આ ઇનિંગ્સ બાદ મિડ-ઇનિંગ્સ ઇન્ટરવ્યૂ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી. ઇન્ટરવ્યૂના અંતે તેણે માઇક બાજુમાં ફેંક્યું હોય તેવું પણ જોવા મળ્યું હતું. હરમનપ્રીતે 41 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 91 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 221.95 રહ્યો હતો. તેની આ ઇનિંગ્સના આધારે ભારતે 7 વિકેટે 216 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો અને ત્યારબાદ મેચ મોટા અંતરથી જીતી હતી. હરમનપ્રીતને પ્લેયર ઑફ ધ મેચ પણ પસંદ કરવામાં આવી હતી.

કેપ્ટનશિપ છોડ્યા બાદ પહેલો ઇન્ટરવ્યૂં

કેપ્ટનશિપ છોડ્યા બાદ હરમનપ્રીતની આ પહેલી મોટી ઇનિંગ હતી. ઇન્ટરવ્યૂની શરૂઆતમાં તે હસતી જોવા મળી હતી, પરંતુ વાતચીત આગળ વધતાં તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેણે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્ટરવ્યૂ પૂરો થતાં તેણે માઇક બાજુમાં ફેંક્યું હોય તેવું લાગ્યું હતું. જોકે, આ ઘટનાથી તેના ઇરાદા અંગે કોઈ નિષ્કર્ષ પર આવી શકાય નહીં. બેટિંગ અંગે હરમનપ્રીતે કહ્યું કે તે મેદાન પર પોતાની રમતનો આનંદ માણવા માગતી હતી. તેણે કોચિંગ સ્ટાફના સભ્ય વી.વી. રમન અને નેટ્સમાં મહેનત કરાવનાર હિમાંશુનો આભાર પણ માન્યો હતો.

ભારતીય ટીમમાં ડખા?

હરમનપ્રીતની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી છે. 2026ની T20 વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતના નબળા પ્રદર્શન બાદ આ ફેરફાર થયો હતો. જોકે, ઇન્ટરવ્યૂ દરમિયાન હરમનપ્રીત ભાવુક થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. હાલ તો આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેને લોકો પોત પોતાની રીતે મુલવી રહ્યા છે. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જો કે જે પ્રકારે તેણે ઇન્ટર્વ્યૂ આપ્યો અને વાતચીત કરી તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ભારતીય ટીમમાં બધુ બરોબર નથી ચાલી રહ્યું. કદાચ કેપ્ટન્સી તેની પાસેથી પરાણે છીનવવામાં આવી હોઇ શકે છે. એશિયન ગેમ્સ 2026માં ભારત હરમનની કેપ્ટન્સીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગત્ત વર્ષે વર્લ્ડ કપ પણ જીત્યો હતો. જો કે 2026 ના વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.