એપ્સમાં બદલાય છે બોટમ બાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાછલાં કેટલાંક સમયથી વિવિધ એપ્સમાં ઊડીને આંખે વળગે તેવો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ બધી એપ્સમાં આપણે જે રીતે નેવિગેશન કરીએ છીએ તેની રીત બદલાઈ રહી છે. ખરેખર તો આ ફેરફાર માત્ર કોસ્મેટિક છે, એટલે કે નેવિગેશનની રીત બદલાતી નથી પરંતુ તેનો દેખાવ બદલાઈ રહ્યો છે.
જેમ કે ગૂગલ ફોટોઝ જેવી એપમાં અત્યાર સુધી હોમસ્ક્રીન પર કે અન્ય પેજમાં હોઇએ ત્યારે નીચેની તરફ આખો સ્ક્રીન રોકી લેતો એક બોટમ બાર જોવા મળે છે. તેને નેવિગેશન બાર પણ કહેવામાં આવે છે. અત્યાર સુધી આ બોટમ બાર સ્ક્રીનના ડાબાથી જમણા છેડા સુધી પહોંચતો હતો. હવે તેને બદલે પ્રમાણમાં નાનો અને સ્ક્રીન પર ઘણી ઓછી જગ્યા રોકતો બોટમ બાર આવી રહ્યો છે. કેપ્સ્યુલ જેવા આકારનો આ બોટમ બાર એપ ઓપન થાય ત્યારે દેખાતો નથી પરંતુ આપણે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું શરૂ કરીએ ત્યારે તે નજરે આવે છે.
આ ફેરફાર ગૂગલ ફોટોઝ ઉપરાંત ગૂગલ સર્ચ એપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પણ આવી રહ્યો છે. કેટલાક ફોનના એપ્સ ફોલ્ડરમાં પણ આપણા ફોનમાં ઇન્સ્ટોલ્ડ એપ્સ સર્ચ કરવા માટે આ જ પ્રકારે નીચેની તરફ દવાની કેપ્સ્યુલના આકારનો બોટમ બાર આવી ગયો છે.
તમારું કદાચ ધ્યાન ગયું હોય તો વોટ્સએપમાં કોઈ મેસેજ સિલેક્ટ કરીને તેને ફોરવર્ડ કરવા માગીએ ત્યારે પણ નીચેની તરફ બોટમ બાર પોપઅપ થાય છે. આવા ફેરફાર બહુ મોટા હોતા નથી પરંતુ આપણું નેવિગેશન સહેલું બનાવે છે!









