Science & Technology

iPhoneની વર્ષો જૂની પરંપરા બદલાશે: Apple વર્ષ 2027થી બદલી શકે છે લૉન્ચ સાઇકલ, iPhone 19 સ્કીપ થઈને સીધો iPhone 20 આવશે?

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
Apple 2027થી iPhoneના લોન્ચિંગ શેડ્યૂલમાં ઐતિહાસિક ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. કંપની હવે સપ્ટેમ્બરને બદલે સ્ટાન્ડર્ડ મોડલ્સ (iPhone 18) માર્ચ 2027માં અને Pro વેરિઅન્ટ્સ વર્ષના ઉત્તરાર્ધમાં રજૂ કરી શકે છે. 20મી વર્ષગાંઠે iPhone 19ને બદલે સીધો iPhone 20 આવી શકે છે. Pro મોડલ્સમાં ઓલ-ગ્લાસ ડિઝાઇન જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

iPhoneની વર્ષો જૂની પરંપરા બદલાશે: Apple વર્ષ 2027થી બદલી શકે છે લૉન્ચ સાઇકલ, iPhone 19 સ્કીપ થઈને સીધો iPhone 20 આવશે?

Apple Considers Splitting iPhone Launch Cycle From 2027: ટેક જાયન્ટ Apple પોતાના પ્રખ્યાત iPhoneના લૉન્ચ શેડ્યૂલમાં વર્ષ 2027થી મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવાની વિચારણા કરી રહી છે. સામાન્ય રીતે કંપની સપ્ટેમ્બર મહિનામાં પોતાની નવી સીરિઝ એકસાથે રજૂ કરતી હોય છે, પરંતુ રિસર્ચ ફર્મ 'ઓમડિયા'ના તાજેતરના રિપોર્ટ અનુસાર કંપની હવે મોડલ્સને અલગ-અલગ સમયે માર્કેટમાં ઉતારી શકે છે. સપ્લાય ચેઈન અહેવાલો મુજબ, સ્ટાન્ડર્ડ iPhone 18 વર્ષ 2027ના પ્રથમ ક્વાર્ટર એટલે કે માર્ચ 2027ની શરૂઆતમાં જ માર્કેટમાં આવી શકે છે, જ્યારે તેના હાઈ-એન્ડ 'Pro' વેરિઅન્ટ્સ વર્ષના ઉત્તરાર્ધમાં રજૂ કરવામાં આવી શકે છે.

iPhone 19 સ્કીપ કરીને સીધો 'iPhone 20' લાવવાની તૈયારી

વર્ષ 2027માં iPhoneના લૉન્ચિંગને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ 20મી એનિવર્સરીને ધ્યાનમાં રાખીને Apple પોતાની નામકરણ પદ્ધતિમાં પણ મોટો ફેરફાર કરી શકે છે:

  • ઓમડિયાના ચીફ રિસર્ચર હેઓ મુ-યોલના જણાવ્યા અનુસાર, કંપની આ ઐતિહાસિક પ્રસંગે 'iPhone 19' નામ સ્કીપ કરીને સીધું iPhone 20 નામ આપી શકે છે.
  • આ અગાઉ વર્ષ 2017માં પણ iPhoneની 10મી વર્ષગાંઠ નિમિત્તે Appleએ 'iPhone 9' સ્કીપ કરીને સીધો 'iPhone X' લૉન્ચ કર્યો હતો.
  • જોકે, ભવિષ્યની પ્રોડક્ટ લાઇનઅપ અને નામકરણ અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આગામી Pro મોડલ્સમાં જોવા મળશે ઓલ-ગ્લાસ પ્રીમિયમ ડિઝાઇન

વર્ષ 2027ના Pro મોડલ્સમાં લુક અને ડિઝાઇનની દ્રષ્ટિએ પણ ક્રાંતિકારી બદલાવ જોવા મળી શકે છે. આ મોડલ્સ મોટાભાગે સંપૂર્ણ કાચની બોડીથી સજ્જ હોવાની શક્યતા છે. ફ્રન્ટ અને બેક બંને ગ્લાસ પેનલ્સ કિનારીઓ પરથી વળાંકવાળી હશે, જેની વચ્ચે એક પાતળો મેટલ બેન્ડ રાખવામાં આવશે. કંપનીમાં આ ડિવાઈસીસનું ઇન-હાઉસ ડેવલપમેન્ટ કોડનેમ 'V73' અને 'V74' હેઠળ ચાલી રહ્યું છે. જોકે, પ્રોડક્શન દરમિયાન આટલા જટિલ ગ્લાસ મોલ્ડિંગની યીલ્ડ નબળી હોવાના કારણે આ મહત્ત્વાકાંક્ષી ડિઝાઇનની વ્યવહારિકતા અંગે અલગ-અલગ અહેવાલો પણ સામે આવી રહ્યા છે.