Science & Technology

WhatsApp કરતાં બે ડગલાં આગળ નીકળ્યું Telegram! હવે યુઝરનેમ જ બનશે તમારી પર્સનલ વેબસાઈટ

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવે મોટી જાહેરાત કરી છે. કંપનીએ નવા ટોપ-લેવલ ડોમેન .gram માટે અરજી કરી છે. મંજૂરી મળ્યે, ટેલિગ્રામ તેના 100 કરોડ યુઝર્સને મફત પર્સનલ વેબસાઇટ અને ડોમેન સર્વિસ આપશે. યુઝરનેમ જ વેબસાઇટનું URL બનશે, જેમ કે @harsh થી harsh.gram. આ AI-આધારિત વેબસાઇટ્સનું હોસ્ટિંગ ટેલિગ્રામ જ કરશે, જે યુઝર્સને કોઈ પણ ખર્ચ વિના પોતાની ઓનલાઈન ઓળખ બનાવવામાં મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp કરતાં બે ડગલાં આગળ નીકળ્યું Telegram! હવે યુઝરનેમ જ બનશે તમારી પર્સનલ વેબસાઈટ

Free Personal Website For Everyone: ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામના ફાઉન્ડર અને સીઇઓ પાવેલ ડુરોવે એક અત્યંત મોટી જાહેરાત કરી છે, જેનાથી સમગ્ર ઇન્ટરનેટ અને ટેકનોલોજી જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કંપનીએ નવા ટોપ-લેવલ ડોમેન .gram ઝોન માટે સત્તાવાર અરજી દાખલ કરી છે. પાવેલ ડુરોવના જણાવ્યા અનુસાર, જો આ અરજી મંજૂર થઈ જશે તો તમામ ટેલિગ્રામ યુઝર્સને ફ્રી વેબસાઇટ અને પર્સનલ ડોમેન સર્વિસ પૂરી પાડવામાં આવશે. એટલે કે ભવિષ્યમાં કોઈપણ ટેલિગ્રામ યુઝર કોઈપણ પ્રકારના ચાર્જ વિના પોતાની પર્સનલ વેબસાઇટ ચલાવી શકશે.

100 કરોડ યુઝર્સના યુઝરનેમ જ બનશે વેબસાઇટનું URL

ટેલિગ્રામના સીઇઓના જણાવ્યા પ્રમાણે, .gram ડોમેન મળ્યા બાદ કંપનીના આશરે 100 કરોડ યુઝર્સ પોતાના નામથી 'સેકન્ડ-લેવલ ડોમેન' બનાવી શકશે. આનાથી યુઝરના ટેલિગ્રામ યુઝરનેમ અને ઇન્ટરનેટ પર તેની વ્યક્તિગત ઓળખ વચ્ચેનું અંતર લગભગ સમાપ્ત થઈ જશે.

  • સરળ ઉદાહરણથી સજમાવવામાં આવે તો જો કોઈ સામાન્ય યુઝરનું ટેલિગ્રામ યુઝરનેમ @harsh છે, તો ભવિષ્યમાં તેનું ડાયરેક્ટ વેબ એડ્રેસ harsh.gram બની જશે.
  • જો કોઈ કન્ટેન્ટ ક્રિએટર કે ચેનલનું યુઝરનેમ @GujaratSamachar છે, તો તેનું પર્સનલ વેબ એડ્રેસ GujaratSamachar.gram થઈ જશે.
  • ક્રિએટર્સ અને સામાન્ય યુઝર્સ આ એડ્રેસ પર પોતાનું કન્ટેન્ટ, પોર્ટફોલિયો, જાણકારી કે અન્ય સુવિધાઓ દર્શાવી શકશે.

શું છે .gram ડોમેન અને તેને ક્યારે મળશે મંજૂરી?

સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ વેબસાઇટનું URL જોઈએ છીએ (જેમ કે google.com), ત્યારે તેના અંતમાં આવતા .in કે .com ને ટોપ-લેવલ ડોમેન કહેવાય છે.

  • આ જ રીતે .gram પણ એક નવું ટોપ-લેવલ ડોમેન બનવા જઈ રહ્યું છે.
  • જોકે, હાલમાં આ ડોમેન ટેલિગ્રામને મળ્યું નથી. ઑગસ્ટ 2026માં નવા ડોમેનને લઈને વૈશ્વિક સ્તરે મોટા પ્રમાણમાં અરજીઓ આવી છે, જેમાં ટેલિગ્રામ પણ સામેલ છે.
  • વિશ્વભરના તમામ ડોમેન્સ અને ઇન્ટરનેટ નેમ સિસ્ટમનું સંચાલન કરતી નોન-પ્રોફિટ સંસ્થા ICANN (Internet Corporation for Assigned Names and Numbers) દ્વારા આ એપ્લિકેશનને મંજૂરી મળ્યા બાદ જ yourname.gram જેવી સર્વિસ સત્તાવાર રીતે શરૂ થશે.

માત્ર એક AI પ્રોમ્પ્ટથી સેકન્ડોમાં ફ્રીમાં તૈયાર થશે ઇન્ટરેક્ટિવ વેબસાઇટ

આજના આધુનિક યુગમાં AIની મદદથી વેબસાઇટ બનાવી શકાય છે, પરંતુ તેને લાઇવ રાખવા માટે ડોમેન નેમ ખરીદવું પડે છે, સબસ્ક્રિપ્શન ચાર્જ ભરવો પડે છે અને વેબ હોસ્ટિંગ માટે પૈસા ચૂકવવા પડે છે.

  • સંપૂર્ણ ફ્રી સેવા: ટેલિગ્રામની આ સર્વિસ તદ્દન મફત રહેશે. યુઝર્સને ડોમેન ખરીદવા કે હોસ્ટિંગ માટે કોઈ નાણાં ચૂકવવા પડશે નહીં.
  • સિંગલ AI પ્રોમ્પ્ટ: યુઝર્સ માત્ર એક સિંગલ AI પ્રોમ્પ્ટ આપીને પોતાની સંપૂર્ણ ઇન્ટરેક્ટિવ વેબસાઇટ તૈયાર કરી શકશે.
  • ટેલિગ્રામ કરશે હોસ્ટિંગ: આ તમામ વેબસાઇટ્સનું હોસ્ટિંગ સીધું ટેલિગ્રામ દ્વારા જ પૂરું પાડવામાં આવશે.
  • હાલની સ્થિતિ: આ પ્રોસેસ ટેલિગ્રામ દ્વારા ઘણી સરળ બનાવવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી ICANNની મંજૂરી ન મળે ત્યાં સુધી યુઝર્સે થોડી રાહ જોવી પડશે.

મેસેજિંગ એપથી ‘સુપર-એપ’ બનવા તરફ ટેલિગ્રામની સફર

ટેલિગ્રામ છેલ્લા ઘણા સમયથી WhatsApp કે Signal જેવી માત્ર ચેટિંગ એપ બનીને રહેવાને બદલે એક મલ્ટી-ફંક્શનલ ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યું છે:

  1. ઇન-બિલ્ટ બ્રાઉઝર અને મિની એપ સ્ટોર: ટેલિગ્રામે અગાઉ પોતાનું બ્રાઉઝર અને Mini App Store રજૂ કર્યું છે, જેમાં સામાન્ય વેબસાઇટ્સ સાથે TON બ્લોકચેઇન પર આધારિત વેબસાઇટ્સ જોવાની સગવડ છે.
  2. username.t.me સપોર્ટ: અગાઉ કંપનીએ યુઝરનેમને વેબ લિંક તરીકે વાપરવા માટે username.t.me જેવો ડાયરેક્ટ લિંક સપોર્ટ શરૂ કર્યો હતો. હવે .gram એ જ દિશાનું આગલું મોટું કદમ છે.
  3. AI ટૂલ્સ અને રિચ ટેક્સ્ટ એડિટર: ટેલિગ્રામ પ્લેટફોર્મમાં AIને ઝડપથી જોડી રહ્યું છે. પાવેલ ડુરોવે તાજેતરમાં Rich Text Editor જેવી સુવિધાઓની જાહેરાત કરી છે, જેમાં AI કન્ટેન્ટ અને અન્ય એડવાન્સ્ડ ટૂલ્સ સામેલ છે.

ચેટ, ચેનલ્સ, બોટ્સ, મિની એપ્સ, બ્રાઉઝર અને હવે ફ્રી પર્સનલ ડોમેન જેવી સુવિધાઓ સાથે ટેલિગ્રામ એક સંપૂર્ણ ઇન્ટરનેટ હબ બનવા જઈ રહ્યું છે.