ઉસૈન બોલ્ટને પણ પાછળ છોડશે ‘સુપરમેન’ હ્યુમનોઇડ રોબોટ: ચીનની એક કંપનીએ તૈયાર કર્યો વિશ્વનો સૌથી ઝડપી અને ઊંચો કૂદકો લગાવતો રોબોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Humanoid Robot Outruns Usain Bolt: રોબોટિક્સ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ચીને વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. ચીનની અગ્રણી રોબોટિક્સ કંપની યુનિટ્રી દ્વારા ‘સુપરમેન’ નામનો એક અદ્યતન હ્યુમનોઇડ રોબોટ રજૂ કરવામાં આવ્યો છે. કંપનીના દાવા મુજબ, આ રોબોટ 2 મીટર ઊંચો સ્ટેન્ડિંગ જમ્પ લગાવી શકે છે અને 12.66 મીટર પ્રતિ સેકન્ડ (લગભગ 45.5 કિમી/કલાક)ની ઝડપે દોડી શકે છે. જો આ દાવાઓ સત્તાવાર રીતે પ્રમાણિત થશે, તો આ રોબોટ માનવ ઇતિહાસના બંને સર્વોચ્ચ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખશે. હેંગઝોઉ સ્થિત આ કંપનીએ આ મશીનને માત્ર 3 મહિનાથી વધુના સમયગાળામાં વિકસાવ્યું છે અને તેને હાલમાં 'વર્ક ઇન પ્રોગ્રેસ' ગણાવ્યું છે. 'વર્ક ઇન પ્રોગ્રેસ’ એટલા માટે હતું કારણ કે દોડતી વખતે તે તેનું કન્ટ્રોલ ખોઈ બેઠું હતું અને દિવાલ સાથે જઈને અથડાયું હતું.
માનવ વર્લ્ડ રેકોર્ડ્સને તોડવાની અસાધારણ ક્ષમતા
2 મીટર ઊંચો સ્ટેન્ડિંગ જમ્પ: હાલમાં પુરુષો દ્વારા સૌથી ઊંચા સ્ટેન્ડિંગ જમ્પનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ 1.7 મીટરનો છે, જે ફેબ્રુઆરી 2021માં અમેરિકાના ક્રિસ્ટોફર સ્પેલ દ્વારા નોંધાયો હતો. ‘સુપરમેન’ રોબોટ 2 મીટર ઊંચો જમ્પ લગાવીને આ રેકોર્ડ તોડવા સક્ષમ છે.
ઉસૈન બોલ્ટથી પણ વધુ સ્પીડ: આ રોબોટની 12.66 m/sની ઝડપ મહાન સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટના 100 મીટર વર્લ્ડ રેકોર્ડ સમયની પીક સ્પીડ (12.42 m/s) કરતાં પણ વધુ છે, જે તેને બે પગ પર દોડતું વિશ્વનું સૌથી ઝડપી મશીન બનાવે છે.
ટેકનિકલ વિશેષતાઓ અને પાછલા મોડેલ્સ (H1 અને G1) સાથે સરખામણી
મોટર અને ટોયોર્ક પાવર: યુનિટ્રીએ અગાઉ H1 અને G1 જેવા લોકપ્રિય મોડેલ્સ રજૂ કર્યા હતા, જેમાં H1ની ઝડપ આશરે 3.3 m/s (11.9 કિમી/કલાક) હતી. ‘સુપરમેન’ રોબોટમાં અલ્ટ્રા-હાઇ ટોર્ક ડેન્સિટી ધરાવતી ઇન-હાઉસ મોટર્સ, હળવા વજનનું મજબૂત એરોસ્પેસ-ગ્રેડ ફ્રેમવર્ક અને અદ્યતન એલ્ગોરિધમ લાગુ કરવામાં આવ્યા છે, જેથી તે દોડતી વખતે પોતાનું બેલેન્સ અને સેન્ટર ઓફ ગ્રેવિટી જાળવી રાખે છે.
AI મોશન કંટ્રોલ: અસમતલ રસ્તાઓ કે ઊંચા જમ્પ પછી સુરક્ષિત લેન્ડિંગ માટે તેમાં ડીપ રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ આધારિત મોશન કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે.
STAR માર્કેટમાં ડેબ્યૂ અને IPO ફંડિંગ
'સુપરમેન'ની જાહેરાત યુનિટ્રી કંપની માટે એક ઐતિહાસિક તબક્કે સામે આવી છે. કંપની શાંઘાઈના STAR માર્કેટમાં પ્રવેશી રહી છે, જ્યાં તેણે IPO દ્વારા 6.1 અબજ યુઆન (આશરે 905 મિલિયન ડોલર) એકત્ર કર્યા છે. એક અહેવાલ મુજબ, આ શેર વેચાણમાં રિટેલ રોકાણકારો તરફથી ઉપલબ્ધ શેર કરતાં 8,000 ગણી વધુ ભારે માંગ નોંધાઈ હતી.
18,000 બાયપેડલ હ્યુમનોઇડ રોબોટ્સનું વિતરણ
ચીનની વૈશ્વિક સ્તરે ટોચની કંપની યુનિટ્રીના રોબોટ્સ અગાઉ દોડવા, ડાન્સ કરવા અને માર્શલ આર્ટ્સ જેવી કળાત્મક પ્રવૃત્તિઓ માટે વિશ્વભરમાં વાયરલ થઈ ચૂક્યા છે. કંપનીએ જુલાઈ મહિના સુધીમાં વિવિધ મોડેલ્સના આશરે 18,000 બાયપેડલ હ્યુમનોઇડ રોબોટ્સનું સફળ ઉત્પાદન અને ગ્લોબલ માર્કેટમાં વિતરણ કર્યું છે. ટેસ્લાના 'ઓપ્ટિમસ' અને બોસ્ટન ડાયનેમિક્સના ‘એટલાસ' સામે યુનિટ્રીનો આ રોબોટ વૈશ્વિક હ્યુમનોઇડ રેસમાં ચીનનું વર્ચસ્વ મજબૂત બનાવે છે.




