Get The App

સ્પેસમાં સેટેલાઇટની ટક્કર અટકાવવા માટે બનાવવામાં આવી નવી ટેક્નોલોજી, જાણો વિગત…

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
સ્પેસમાં સેટેલાઇટની ટક્કર અટકાવવા માટે બનાવવામાં આવી નવી ટેક્નોલોજી, જાણો વિગત… 1 - image

New Space Tool: મૅન્ચેસ્ટર યુનિવર્સિટીના રિસર્ચર્સે એક ક્રાંતિકારી સિસ્ટમ બનાવી છે. પૃથ્વીના ઓરબિટમાં સેટેલાઇટની ભીડ વધી રહી હોવાથી તેમની વચ્ચે થતી ટક્કરને અટકાવવા માટે આ સિસ્ટમ મદદરૂપ બનશે. આ નવી સિસ્ટમમાં મિશન પરફોર્મન્સ માટેની વિગતનો સમાવેશ કરવામાં આવશે. એમાં હાઇ-રિઝોલ્યુશન ફોટો સેટેલાઇટ કેટલી મોટી છે અને એની ઊંચાઈ સાથે જોડાયેલી તમામ માહિતી કલેક્ટ કરવામાં આવશે. આ તમામ માહિતીને ટક્કર સાથે કનેક્ટ કરવામાં આવે છે. આ ડેટાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે શરૂઆતની પ્રક્રિયાથી જ જોખમોને ઓળખી કાઢવામાં આવશે.

મિશન પરફોર્મન્સ અને ટક્કરના રિસ્કને કનેક્ટ કરશે સિસ્ટમ

હાલમાં પૃથ્વીની ઓરબિટમાં આશરે 11,800 સક્રિય સેટેલાઇટ્સ છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. આ નવી પદ્ધતિ ભવિષ્યના સ્પેસ મિશનને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવી શકે છે. મૅન્ચેસ્ટર યુનિવર્સિટાની ડૉ. સિયારા મૅકગ્રાથે જણાવ્યું કે આ ટૂલ સ્પેસને ભવિષ્યની પેઢીઓ માટે ઉપયોગી રાખવામાં મદદ કરશે. આ સિસ્ટમ એક મોડેલિંગ ફ્રેમવર્ક છે જે મિશન પરફોર્મન્સની જરૂરિયાતોને વિવિધ ઓરબિટમાં ટક્કરના જોખમ સાથે મદદરૂપ બનશે.

મિશન ડિઝાઇન કરવા માટે મદદરૂપ

મિશન પરફોર્મન્સની જરૂરિયાતો અને ટક્કરના જોખમને એક જ સિસ્ટમમાં જોડીને આ સાધન ડિઝાઇનર્સને ડેટાની ગુણવત્તા અને ઓરબિટની સુરક્ષા વચ્ચેના ટ્રેડ-ઓફ સમજવામાં મદદ કરે છે. આ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે કારણ કે યુનાઇટેડ નેશન્સના લગભગ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અર્થ ઓબઝર્વેશન માટેની સેટેલાઇટ પર નિર્ભર છે. આ નવી સિસ્ટમ ઈમેજ રિઝોલ્યુશન અને કવરેજ માટેની મિશન જરૂરિયાતોને સેટેલાઇટની સાઇઝ અને સંખ્યાની સાથે જોડશે જેથી ટક્કરો થવાની સાથે ડેબ્રિસને પણ અટકાવી શકાય.

આ પણ વાંચો: બ્રિટિશ કોલમ્બિયા માસ કિલિંગ: ChatGPT સાથેની વાતચીતથી ઊભા થયા AI પર સવાલો…

સ્પેસ સસ્ટેનેબિલિટી પેરાડોક્સનો ઉકેલ

રિસર્ચર્સને જાણવા મળ્યું કે દરેક સેટેલાઇટનું કદ ટક્કરની સંભાવના નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાયર ઓરબિટમાં કવરેજ માટે ઓછી સેટેલાઇટ્સની જરૂર પડે છે, પરંતુ મોટી સેટેલાઇટ્સની વધુ ટક્કર થવાનું જોખમ રહેલું હોય છે. મૅન્ચેસ્ટર યુનિવર્સિટીના પીએચડી રિસર્ચર અને આ રિસર્ચના લીડ ઓથર જૉન મૅકિનટોશે જણાવ્યું કે તેમનું રિસર્ચ “સ્પેસ સસ્ટેનેબિલિટી પેરાડોક્સ” માટેનો ઉકેલ છે. આ પેરાડોક્સ એ ખતરો દર્શાવે છે કે પૃથ્વી પર પર્યાવરણ અને સામાજિક સમસ્યાઓ ઉકેલવા માટે સેટેલાઇટ્સનો ઉપયોગ કરવાથી લાંબા ગાળાની સ્પેસ સસ્ટેનેબિલિટી પર પણ જોખમ મૂકે છે.