Get The App

Pixel બાદ હવે Samsung યુઝર્સને પણ મળશે Appleનું ફીચર: Galaxy S26 સિરીઝમાં મળશે AirDrop સપોર્ટ, ફોટો શેર કરવું થયું વધુ સરળ

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
Pixel બાદ હવે Samsung યુઝર્સને પણ મળશે Appleનું ફીચર: Galaxy S26 સિરીઝમાં મળશે AirDrop સપોર્ટ, ફોટો શેર કરવું થયું વધુ સરળ 1 - image


AirDrop Support in Galaxy S26: Samsungએ પુષ્ટિ કરી છે કે તેની Galaxy S26 સિરીઝમાં હવે Appleના AirDrop ફાઇલ-શેરિંગ ફીચરનો સપોર્ટ આપવામાં આવશે. આ જાહેરાત Samsungની મોબાઇલ ડિવિઝનના હેડ અને COO ચોઇ વોન-જૂને જાપાનમાં યોજાયેલા પ્રેસ ઇવેન્ટ દરમિયાન કરી હતી. તેમણે જણાવ્યું કે આ ફીચર સોફ્ટવેર અપડેટ્સ મારફતે રોલઆઉટ કરવામાં આવશે, જેના દ્વારા યુઝર્સ Samsungના Quick Share ફીચરથી સીધા iPhone સાથે ફાઇલ શેર કરી શકશે. આ ફીચર પહેલાં ગૂગલ Pixel 10 સિરીઝમાં લોન્ચ થયું હતું.

અન્ય Galaxy ડિવાઇસને પણ મળશે AirDrop સપોર્ટ

AirDrop સપોર્ટનું રોલઆઉટ તબક્કાવાર રીતે કરવામાં આવશે, જેમાં શરૂઆત Galaxy S26 સિરીઝથી થશે. ત્યારબાદ અન્ય Galaxy ડિવાઇસને પણ આ ફીચરનો સપોર્ટ આપવામાં આવશે. જોકે એ ક્યારે આપવામાં આવશે તેની ટાઇમલાઇન જાહેર કરવામાં આવી નથી. આ ફીચરને કારણે ક્રોસ-પ્લેટફોર્મ કમ્પેટિબિલિટી વધશે અને Android તથા Apple ડિવાઇસ વચ્ચે ફાઇલ ટ્રાન્સફર વધુ સરળ બનશે.

Galaxy ડિવાઇસમાં AirDrop કેવી રીતે કામ કરશે?

AirDrop સપોર્ટ iPhone, iPad અને Mac સાથે આ ફીચર કામ કરશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે તેમના Apple ડિવાઇસમાં AirDrop વિઝિબિલિટી ચાલુ રાખવી પડશે. જોકે નોંધનીય છે કે આ ફીચર દ્વારા ફાઇલ ટ્રાન્સફર દરમિયાન Galaxy ફોન થોડા સમય માટે Wi-Fiથી ડિસકનેક્ટ થઈ શકે છે. Samsung ડિવાઇસમાં Quick Share ફીચર પર ક્લિક કરતાં સામેની વ્યક્તિની ડિવાઇસ જોઈ શકાશે. તેમ જ Apple ડિવાઇસથી મોકલવાનું રહેશે તો Quick Share વિઝિબિલિટી ચાલુ કરવાની રહેશે.

આ પણ વાંચો: ₹5 લાખનું વાયરલેસ ચાર્જર અને એ પણ એડેપ્ટર વગર: Hermesના લક્ઝરી ચાર્જરથી ટેક ઇન્ડસ્ટ્રી શૉકમાં

iPhone યુઝર્સને આકર્ષવા Samsungનો પ્રયાસ

Samsung દ્વારા AirDrop સપોર્ટ ઉમેરવાનો નિર્ણય iPhoneમાંથી Galaxy તરફ સ્વિચ કરવા ઈચ્છતા યુઝર્સ માટે ટ્રાન્ઝિશન સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. કંપની તેના Smart Switch ટૂલને પણ વધુ પ્રમોટ કરી રહી છે, જેનાથી યુઝર્સ iPhoneમાંથી એપ્સ, ફોટોઝ અને અન્ય ડેટા સરળતાથી Galaxy ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકે છે. ભવિષ્યમાં One UI 9 જેવા સોફ્ટવેર અપડેટ્સ સાથે આ ફીચર Galaxy S26 સિરીઝથી અન્ય ડિવાઇસમાં પણ આપવામાં આવશે એવી શક્યતા છે.