Get The App

₹5 લાખનું વાયરલેસ ચાર્જર અને એ પણ એડેપ્ટર વગર: Hermesના લક્ઝરી ચાર્જરથી ટેક ઇન્ડસ્ટ્રી શૉકમાં

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
₹5 લાખનું વાયરલેસ ચાર્જર અને એ પણ એડેપ્ટર વગર: Hermesના લક્ઝરી ચાર્જરથી ટેક ઇન્ડસ્ટ્રી શૉકમાં 1 - image


Wireless Charger: ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ Hermesએ Apple ડિવાઇસ માટે લેધર-રેપ્ડ ચાર્જિંગ એક્સેસરીઝની નવી લાઇન લોન્ચ કરી છે. આ કલેકશનમાં સૌથી મોંઘું પ્રોડક્ટ મલ્ટી-ડિવાઇસ વાયરલેસ ચાર્જર છે, જે બ્રાન્ડના સિગ્નેચર ગોલ્ડ-કલર કાફસ્કિન લેધરમાં બનાવવામાં આવ્યું છે. તેની કિંમત આશરે $5,150 એટલે કે અંદાજે ₹5 લાખની આસપાસ છે. આ કિંમતમાં એપલના સૌથી હાઇ-એન્ડ MacBook Pro ખરીદી શકાય છે અને એ પણ ત્રણ.

Paddock Solo ચાર્જર

Hermesના Paddock Solo ચાર્જરની કિંમત $1,250 છે. એટલે કે અંદાજે ₹1.17 લાખની આસપાસ છે. આ નવા કલેકશનમાંનું એક છે. તેમાં વાયરલેસ ચાર્જિંગ પક (જેના પર ચાર્જ માટે મૂકવામાં આવે) છે, જે કાફસ્કિન લેધર અને સેડલ સ્ટિચિંગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. Hermes દ્વારા આ ચાર્જરની ચોક્કસ ચાર્જિંગ સ્પીડ જણાવવામાં આવી નથી, પણ એમ કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછું 20W પાવર જરૂરી છે. આથી એ બેઝિક પાવર ડિલિવરી કરતાં વધુ સપોર્ટ આપી શકશે.

આ પણ વાંચો: WhatsAppમાં ઉમેરાયું ઓટો-ટ્રાન્સલેટ ફીચર: 21 ભાષામાં મેસેજ હવે થશે ટ્રાન્સલેટ

Hermes Paddock Yoyo અને Paddock Duo

Hermesની નવી કલેકશનમાં Apple ડિવાઇસ માટે વિવિધ ચાર્જિંગ એક્સેસરીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં Paddock Yoyo (ડબલ-સાઇડેડ વાયરલેસ ચાર્જર) છે, જે Apple Watch અથવા કોઈપણ Qi-સપોર્ટેડ મોબાઇલને ચાર્જ કરી શકે છે. Paddock Duoમાં એકસાથે બે ડિવાઇસને વાયરલેસ રીતે ચાર્જ કરી શકાય છે. આ ત્રણેય ચાર્જર અલગ-અલગ સાઇઝના લેધર કેસ સાથે બંડલ કરી શકાય છે, પરંતુ કોઈપણ ચાર્જર સાથે પાવર એડેપ્ટર આપવામાં આવ્યું નથી. આ પાવર એડેપ્ટરને લઈને ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. લાખો રૂપિયાનું ચાર્જર હોવા છતાં તેમાં એડેપ્ટર ખરીદવું ખૂબ જ હાસ્યાસ્પદ બની ગયું છે અને લોકો કંપનીને ટ્રોલ કરી રહ્યા છે.