Samsung S26 Launch Event: Samsung તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S26 series લોન્ચ કરવા માટે તૈયાર છે. Galaxy Unpacked 2026 ઇવેન્ટ 25 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે એટલે કે ભારતમાં રાત્રે 11:30 વાગ્યે યોજાશે. આઇફોનની જેમ સેમસંગની ઇવેન્ટ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. સેમસંગ હવે AI પર ખૂબ જ ફોકસ કરી રહ્યું છે, આથી આ મોબાઇલમાં શું નવા ફીચર્સ આવે એની રાહ જોવામાં આવી રહી છે.
કેવી રીતે જોશો આ ઇવેન્ટને?
આ ઇવેન્ટ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં યોજવામાં આવી રહી છે. આ ઇવેન્ટ સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ અને YouTube ચેનલ પર જોઈ શકાશે. આ ઇવેન્ટમાં સેમસંગ AIને વધુ પર્સનલ અને એડેપ્ટિવ બનાવી રહ્યું છે. આથી આ ઇવેન્ટની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે કારણ કે સેમસંગ હવે શું નવી લાવી રહ્યું છે એના પર સૌની નજર છે.
Galaxy S26 Ultra માં આવશે Zero-Peeking Privacy ફીચર
Galaxy S26 Ultra એક અનોખા ફીચર Zero-Peeking Privacy સાથે આવી રહ્યું છે. આ ફીચરની મદદથી આસપાસની વ્યક્તિ યુઝરની સ્ક્રીન પર નજર નાખે તો પણ તેમને કંઈ જોવા નહીં મળે. આથી યુઝરની સ્ક્રીન પર જે પણ માહિતી હશે એની પ્રાઇવસી રહેશે. આ ડિવાઇસમાં “Hey Plex” હોટવર્ડ દ્વારા Perplexity નો ઉપયોગ કરી શકાશે. સેમસંગમાં પહેલેથી Bixby અને Gemini નો સપોર્ટ આપવામાં આવ્યો છે અને હવે Perplexity નું પણ ઇન્ટિગ્રેશન આપવામાં આવી રહ્યું છે. આથી યુઝર્સે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો હોય એ કરી શકાશે.
Galaxy S26 Ultra માં શું જોવા મળશે?
આ મોબાઇલમાં 200MP પ્રાઇમરી સેન્સર, 50MP 5x ટેલિફોટો લેન્સ, 10MP 3x ટેલિફોટો લેન્સ અને 50MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સાથે ક્વાડ-કેમેરા સેટઅપ જોવા મળશે. આ મોબાઇલમાં 12MP સેલ્ફી કેમેરા પણ જોવા મળશે. Snapdragon 8 Elite Gen5 અથવા Exynos 2600 પ્રોસેસરનો એમાં સમાવેશ કરવામાં આવી શકે છે. આ બન્ને પ્રોસેસર હાલમાં લેટેસ્ટ છે અને માર્કેટમાં એ જોવા મળી રહ્યાં છે.
Galaxy S26 અને S26+ માં પણ Snapdragon 8
Galaxy S26 માં 6.3-ઇંચ AMOLED ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. S26+ માં 6.7-ઇંચની મોટી ડિસ્પ્લે હશે. આ ડિસ્પ્લે સાઇઝ અગાઉના મોડલ જેટલી જ જોવા મળશે. બંને મોડલ Snapdragon 8 Elite Gen5 અથવા Exynos 2600 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ મોડલમાં પણ Ultra ની જેમ જ પ્રોસેસરનો સમાવેશ કરવામાં આવી શકે છે. સ્ટાન્ડર્ડ મોડલમાં 4,300mAh બેટરી અને 45W વાયરડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જોવા મળી શકે છે. Plus અને Ultra મોડલમાં બેટરી કેપેસિટી વધુ જોવા મળશે.
One UI 8.5 Galaxy S26 series સાથે લોન્ચ થશે
Samsung One UI 8.5 ને પણ આ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ સેમસંગનું પોતાના સોફ્ટવેર ઇન્ટરફેસનું અપડેટેડ વર્ઝન છે. One UI 8.5 ના સ્ટેબલ વર્ઝનમાં ડાર્ક થીમ, Home Up સપોર્ટ, લોકસ્ક્રીન વિજેટ સપોર્ટ અને વધુ AI ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં Apple ના Notification Summary ફીચર જેવી પણ સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Samsung નવા AI ગ્લાસિસ પણ રજૂ કરશે?
Galaxy S26 series સાથે Samsung Galaxy Buds 4 અને Buds 4 Pro પણ રજૂ કરવાની આશા રાખવામાં આવી રહી છે. કંપની Gentle Monster અને Warby Parker સાથે પાર્ટનરશિપ દ્વારા સ્માર્ટ AI ગ્લાસિસનું ટીઝર પણ લોન્ચ કરી શકે છે. Meta ના ગ્લાસ ચર્ચામાં છે અને Apple જ્યારે એના પર કામ કરી રહ્યું છે ત્યારે સેમસંગ પણ એનાથી દૂર રહે એ શક્ય નથી. જોકે Wearables ના ભવિષ્ય વિશે હજી સુધી સેમસંગ દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી.


