Science & Technology

સેમસંગના ઇયર બડ્સ કાનમાં હતા ત્યારે જ થયો બ્લાસ્ટ, મહિલાને હંમેશાં માટે સંભળાતું બંધ થઈ ગયું

By GS Team
24 Sep 20242 mins read
This article was originally published on 24 Sep 2024
TukuTouch Logo
સેમસંગ ગેલેક્સી બડ્સ FEને થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં હાલમાં જ વિસ્ફોટ થયો હતો. તુર્કીમાં એક મહિલાએ જ્યારે કાનમાં આ હેડફોન પહેર્યા હતા ત્યારે એ ઘટના થઈ હતી, જેને કારણે તેને હંમેશાં માટે સંભળાતું બંધ થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેમસંગના ઇયર બડ્સ કાનમાં હતા ત્યારે જ થયો બ્લાસ્ટ, મહિલાને હંમેશાં માટે સંભળાતું બંધ થઈ ગયું

Samsung Galaxy Buds FE: સેમસંગ ગેલેક્સી બડ્સ FEને થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં હાલમાં જ વિસ્ફોટ થયો હતો. તૂર્કીમાં એક મહિલાએ જ્યારે કાનમાં આ હેડફોન પહેર્યા હતા ત્યારે એ ઘટના થઈ હતી, જેને કારણે તેને હંમેશાં માટે સંભળાતું બંધ થઈ ગયું છે.

હેડફોનમાં થયો વિસ્ફોટ

તૂર્કીની એક ફોરમ પર આ ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ સેમસંગના બડ્સમાં વિસ્ફોટ થયેલા ફોટો શેર કરીને કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ જ્યારે આ હેડફોનનો ઉપયોગ કરી રહી હતી ત્યારે કાનમાં જ વિસ્ફોટ થયો હતો. આ કારણે તેની ગર્લફ્રેન્ડના કાન ડેમેજ થઈ ગયા છે. આ કારણે તેને આજીવન સંભળાતું બંધ થઈ ગયું છે.

આ પણ વાંચો: હવે સોન્ગની સાથે વીડિયો રેકોર્ડિંગ વધુ સરળ, ટ્રાવેલિંગ વખતે કોઈ ટેન્શન જ નહીં


અન્ય પ્રોડક્ટ પણ થઈ હતી બ્લાસ્ટ

સેમસંગના અગાઉ મોબાઇલમાં પણ આ રીતે બ્લાસ્ટ થતાં હતાં. સેમસંગ ગેલેક્સી નોટ 7માં બેટરી ઇશ્યુ આવ્યો હતો. આ કારણે એની બેટરી બ્લાસ્ટ થઈ રહી હતી. આ કારણે દરેક મોબાઇલને ફરી મંગાવવા પડ્યા હતા. આથી આ બડ્સ એટલે કે બ્લુટૂથ હેડફોન સેમસંગની પહેલી પ્રોડક્ટ નથી જેમાં બ્લાસ્ટ થયા હોય.

સેમસંગે શું કહ્યું?

સેમસંગ દ્વારા આ ડિવાઇઝની તપાસ કરવામાં આવી છે. જોકે આ બ્લાસ્ટ કેમ થયો એ વિશે તેમણે કોઈ જવાબ નથી આપ્યો. તેમણે આ પ્રોડક્ટનું રીપ્લેસમેન્ટ આપ્યું હતું, પરંતુ એ બ્લાસ્ટ કેમ થયો એ વિશે કોઈ જવાબ નથી આપ્યો. તેમજ મહિલાને સંભળાતું બંધ થઈ ગયું એ વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી. આ વિશે સેમસંગ દ્વારા હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ પણ જાહેર કરવામાં નથી આવ્યું.