Science & Technology

અમેરિકન સરકાર સાથે ChatGPTની ‘ડીલ’થી લોકોમાં આક્રોશ! ઓલ્ટમેને કહ્યું- ખોટું કામ નહીં કરું

By GS Team
3 Mar 20263 mins read
TukuTouch Logo
સેમ ઑલ્ટમેનનું કહેવું છે કે જો સરકાર તેમને કોઈ અસંવિધાનિક કામ કરવા કહે તો તેઓ એને માનવા કરતાં જેલ જવાનું પસંદ કરશે. પેન્ટાગન સાથે થયેલી OpenAIની ડીલ બાદ ChatGPT વિરુદ્ધ વધતા રોષને ધ્યાનમાં રાખીને તેમણે આ વાત કરી. રિપોર્ટ્સ અનુસાર સેમ ઑલ્ટમેને પેન્ટાગન સાથે થયેલા કોન્ટ્રાક્ટ વિશે વધુ સ્પષ્ટતા આપી છે જેથી લોકોને વિશ્વાસ થાય કે ChatGPTનો ઉપયોગ તેમની જાસૂસી કરવા અથવા સ્વચાલિત ઘાતક હથિયારો માટે કરવામાં નહીં આવે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન સરકાર સાથે ChatGPTની ‘ડીલ’થી લોકોમાં આક્રોશ! ઓલ્ટમેને કહ્યું- ખોટું કામ નહીં કરું

Sam Altman Faces Backlash Over Deal with USA: સેમ ઑલ્ટમેનનું કહેવું છે કે જો સરકાર તેમને કોઈ અસંવિધાનિક કામ કરવા કહે તો તેઓ એને માનવા કરતાં જેલ જવાનું પસંદ કરશે. પેન્ટાગન સાથે થયેલી OpenAIની ડીલ બાદ ChatGPT વિરુદ્ધ વધતા રોષને ધ્યાનમાં રાખીને તેમણે આ વાત કરી. રિપોર્ટ્સ અનુસાર સેમ ઑલ્ટમેને પેન્ટાગન સાથે થયેલા કોન્ટ્રાક્ટ વિશે વધુ સ્પષ્ટતા આપી છે જેથી લોકોને વિશ્વાસ થાય કે ChatGPTનો ઉપયોગ તેમની જાસૂસી કરવા અથવા સ્વચાલિત ઘાતક હથિયારો માટે કરવામાં નહીં આવે.

OpenAI vs Anthropic પેન્ટાગન કન્ટ્રોવર્સી

OpenAIના CEO સેમ ઑલ્ટમેનનું કહેવું છે કે તેઓ ‘જેલ જવું વધુ પસંદ કરશે’. આ આખો વિવાદ પેન્ટાગન અને OpenAI વચ્ચે થયેલા કરારને લઈને છે, જેને કારણે લોકો ગુસ્સે છે. લોકો ગુસ્સે થતાં OpenAIના ચેટબોટ ChatGPTને અમેરિકામાં અનઇન્સ્ટોલ કરી રહ્યા છે. લોકોને ભય છે કે ChatGPTની મદદથી સરકાર લોકોની જાસૂસી કરશે.

ઘણા યુઝર્સે કર્યું અનઇન્સ્ટોલ

આ જ કારણ છે કે ChatGPTને અનઇન્સ્ટોલ કરવાના દરમાં એક જ દિવસમાં 295% નો વધારો નોંધાયો છે. કંપની પર પ્રેશર વધતા સેમ ઑલ્ટમેને પેન્ટાગન સાથેના કરારની શરતોમાં ફેરફાર કરવો પડ્યો છે. તેમણે અહીં સુધી કહ્યું કે જો સરકાર તરફથી તેમને કોઈ એવો આદેશ મળે જે દેશના બંધારણ વિરુદ્ધ હોય, તો તે આદેશ માનવા કરતાં તેઓ જેલ જવું પસંદ કરશે. સેમ ઑલ્ટમેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે AIનો ઉપયોગ આર્મી કરી રહી છે અને પ્રાઇવસીનો મુદ્દો પણ ચર્ચામાં ચરમસીમાએ છે.

ChatGPT પર વધતા રોષ વચ્ચે કરારમાં ફેરફાર

જનતાના વધતા રોષને કારણે સેમ ઑલ્ટમેને રક્ષા વિભાગ સાથેની ડીલની શરતોમાં ફેરફાર કર્યો છે. નવા કરારમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કંપનીના ટૂલ્સનો ઉપયોગ અમેરિકન નાગરિકોની ઘરેલુ દેખરેખ એટલે કે સર્વેલન્સ માટે નહીં થાય. તે ઉપરાંત લોકોનો લોકેશન ડેટા અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી ખરીદવા જેવી બાબતો પણ તેમાં સામેલ હતી. NSA જેવી ગુપ્તચર એજન્સીઓ હાલ OpenAIની સેવા ઉપયોગમાં લઈ શકશે નહીં. અગાઉ તેમની વચ્ચેની ડીલની વિગતો ચોક્કસ નહોતી અને એથી જ એક્સપર્ટ દ્વારા તેની ટીકા કરવામાં આવી રહી હતી. જોકે સેમ ઑલ્ટમેનનો દાવો છે કે કરાર વધુ પારદર્શક બનાવવામાં આવ્યો છે.

શરૂઆત ક્યાંથી થઈ?

આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે Anthropicએ પેન્ટાગનની શરતો સ્વીકારવા ઇનકાર કર્યો હતો. Anthropic ઇચ્છતું હતું કે AIનો ઉપયોગ કોઈની જાસૂસી કરવા માટે ન થાય. તેમજ એવા ઘાતક હથિયારોમાં પણ ન થાય જે પોતાની મરજીથી કોઈ માણસને મારી શકે. Anthropic ઇચ્છતું હતું કે તેના AIનો ઉપયોગ કોઇપણ ખરાબ કામ માટે નહીં થાય. કંપનીએ ના પાડી દીધી હોવાથી ડોનાલ્ડ ટ્રમ્પે Anthropicને દેશની સુરક્ષા માટે જોખમ ગણાવી તેને સરકારી કામકાજમાંથી બ્લોક કરી દીધું હતું. આ તકનો લાભ લઈને સેમ ઑલ્ટમેનની કંપનીએ પેન્ટાગન સાથે ડીલ કરી અને Anthropicની જગ્યાએ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ લોકોએ Anthropicને એપ સ્ટોર પર નંબર 1 બનાવ્યું અને ChatGPT વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું.

ChatGPT પર વધતો રોષ

એક રિપોર્ટ અનુસાર ChatGPTને અનઇન્સ્ટોલ કરવાના દરમાં એક જ દિવસમાં 295% નો ઉછાળો આવ્યો હતો. Sensor Towerના આંકડા મુજબ એ જ સમયે Anthropicના એપ Claudeના ડાઉનલોડ્સમાં 51% નો વધારો નોંધાયો હતો. આ કારણસર Claude અમેરિકન એપ સ્ટોરમાં નંબર 1 પર પહોંચી ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર સુરક્ષા અને જાસૂસીની ચિંતાને કારણે લોકો Anthropicના આર્મી સાથેની ડીલ નકારવાના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે.

આ પણ વાંચો: Appleએ ભારતમાં લોન્ચ કર્યો iPhone 17e અને iPad Air: બમણું સ્ટોરેજ, વાયરલેસ ચાર્જિંગ; જાણો કિંમત

સેમ ઑલ્ટમેનની સફાઈ

ChatGPT વિરુદ્ધ વધતા રોષને ધ્યાનમાં રાખીને સેમ ઑલ્ટમેનએ X પર AMA સેશન પણ યોજ્યું હતું જેમાં તેઓ દરેક પ્રશ્નનો જવાબ આપવા હાજર રહ્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આર્મીને કોઈ સલાહ આપવા નથી માંગતા, પરંતુ સુરક્ષિત સિસ્ટમ બનાવવા મદદ કરવા ઇચ્છે છે. સેમ ઑલ્ટમેનનું ‘જેલ જવાનું નિવેદન’ તેમની સેફ્ટી અને સિક્યોરિટી માટેનું મહત્ત્વ દર્શાવે છે. જોકે હવે પેન્ટાગન અને OpenAI વચ્ચેની ડીલ વધુ સ્પષ્ટ થયા બાદ એ જોવું રહ્યું કે ChatGPT સામેનો વિરોધ બંધ થાય છે કે નહીં.