iPhone 17e Launch in India: એપલે ભારતમાં ઑફિશિયલી iPhone 17e અને iPad AIr રજૂ કર્યો છે. iPhone 17 સિરીઝમાં આ સૌથી સસ્તું મોડેલ છે. 8GB RAM અને 256GB સ્ટોરેજવાળો બેઝ મોડેલ ₹64,900માં ઉપલબ્ધ છે. જો યુઝરને વધુ સ્ટોરેજ જોઈએ તો તેના માટે તેમને 512GB વેરિઅન્ટ માટે ₹84,900 ચૂકવવા પડશે. આ નવા વર્ઝનની ડિલિવરી 11 માર્ચથી મળશે અને પ્રી-ઓર્ડર 4 માર્ચે સાંજે લગભગ 7:45 વાગ્યે (IST)થી શરૂ થશે. આ એક બજેટ iPhone છે. iPhone 16eની જેમ 17 સિરીઝમાં પણ તેને લોન્ચ કરવામાં આવ્યો છે.
iPhone 17eમાં A19 ચિપ
iPhone 17eમાં 6.1 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેમાં 1.5K રિઝોલ્યુશન અને મહત્તમ 800 નિટ્સ (HDR માટે 1200 નિટ્સ) બ્રાઇટનેસ છે. ડિસ્પ્લે હજુ પણ 60Hz રિફ્રેશ રેટ ધરાવે છે એટલે કે પ્રો મોડલ્સ કરતાં તે અડધી છે. ડિઝાઇન 16e જેવી જ રાખવામાં આવી છે. iPhoneમાં Appleની A19 ચિપ અને C1X સેલ્યુલર મોડેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. iPhone 16eના C1 મોડેમ કરતાં બે ગણો ઝડપી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: આંધ્ર પ્રદેશમાં હવે AI ડોક્ટર કરશે દર્દીઓની સારવાર, જાણો કેવી રીતે…
48MP સેન્સર સાથે સિંગલ રિયર કેમેરા
iPhone 17eમાં f/1.6 એપર્ચર અને ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે 48MP સેન્સર ધરાવતો એક જ રિયર કેમેરા છે. આ iPhoneમાં 2x ડિજિટલ ઝૂમનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ કેમેરા નાઇટ મોડ ફોટોઝ, 60fps સુધી Dolby Vision સાથે 4K વીડિયો અને સ્પેશિયલ ઓડિયો વીડિયો રેકોર્ડ કરી શકે છે. ફ્રન્ટ કેમેરા 12MP TrueDepth સિસ્ટમ છે, જે Face ID બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનને પણ સપોર્ટ કરે છે.
3 કલરમાં મળશે iPhone 17e
એપલે iPhone 17eના ફ્રન્ટ પર Ceramic Shield 2 પ્રોટેક્શન આપ્યું છે, જે અગાઉના Ceramic Shield કરતાં ત્રણ ગણું વધુ સ્ક્રેચ-પ્રતિરોધક હોવાનું કહેવાય છે. આ iPhone MagSafe વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને 26 કલાક સુધીના વીડિયો પ્લેબેકનો દાવો કરે છે. આ iPhoneમાં IP68 ગ્લાસ-મેટલ ચેસિસ છે અને તે બ્લેક, વ્હાઇટ અને સોફ્ટ પિંક રંગોમાં ઉપલબ્ધ છે.

M4 ચિપ સાથે લોન્ચ કર્યું iPad Air
એપલ દ્વારા નવા બજેટ મોબાઇલની સાથે iPad Air પણ લોન્ચ કર્યું છે. આ iPadમાં સુપરફાસ્ટ M4 ચિપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવું પ્રોસેસર ગ્રાફિક્સ અને ગેમિંગ એક્સપિરિયન્સને ખૂબ જ અદ્ભુત બનાવે છે. આ iPad Airને 11 અને 13 ઇંચ એમ બે વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં લિક્વિડ રેટિના ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં Apple Pencil Pro અને Magic Keyboard સપોર્ટ આપવામાં આવ્યો છે. 11 ઇંચ મોડલની કિંમત 599 અમેરિકન ડોલર છે. ભારતમાં એ 64,900 રૂપિયાથી શરૂ થાય છે. આ માટે પ્રી-ઓર્ડર 4 માર્ચથી શરૂ થઈ ગયા છે.


