VIDEO: રેસ્ટોરન્ટમાં રોબોટે પ્લેટો તોડી નાખી, નાચવા લાગ્યો... સ્ટાફે અટકાવ્યો તો પણ ના માન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Robot Out of Control: એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક રોબોટ રેસ્ટોરન્ટમાં પ્લેટો તોડી રહ્યો છે અને તેના હાથ વડે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ઘણાં સ્ટાફ એ રોબોટને કન્ટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ એ કાબૂમાં નથી આવતો. આ માટે સેફ્ટીને લઈને ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સના કહેવા મુજબ આ ઘટના કેલિફોર્નિયાના સાન જોઝેમાં આવેલી રેસ્ટોરાંમાં બની હતી. જોકે આ વીડિયો ક્યારે રેકોર્ડ થયો હતો તે સ્પષ્ટ નથી.
વીડિયોમાં શું દેખાય છે?
વીડિયોમાં “I’m Good” લખેલું નારંગી એપ્રન પહેરેલો એક રોબોટ કાઉન્ટર પર રાખેલી પ્લેટો તોડી રહ્યો છે. એક મહિલા સ્ટાફ તેને કન્ટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ તે કાબૂમાં નથી આવી રહ્યો. ત્યાર બાદ અન્ય સ્ટાફ પણ મદદે આવતા જોવા મળે છે. રેસ્ટોરાંમાં બેઠેલા લોકો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં કોઈ વ્યક્તિ જોર-જોરથી હસતું પણ જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેને વિવિધ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા શું હતી?
આ વાઇરલ વીડિયોને લઈને ઓનલાઈન ખૂબ જ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. યુઝર્સને રોબોટની બેકાબૂ હરકતો એક તરફ ચિંતાજનક લાગી તો બીજી તરફ ખૂબ જ રમૂજી પણ લાગી છે.
એક યુઝરે Grok ને પૂછ્યું, ‘આ કયો રોબોટ મોડેલ છે?’ તેના જવાબમાં AI ચેટબોટે કહ્યું કે, ‘આ Zootopia થીમવાળો હ્યુમનોઇડ ડાન્સિંગ રોબોટ છે (જેમાં ‘I’m Good’ એપ્રન પર નિક વાઇલ્ડ ફોક્સનું ડિઝાઇન છે), જે સાન જોઝેના Haidilao હોટપોટ રેસ્ટોરાંમાં હતો. આ તેમની Disney સાથેની પ્રોમોશનલ કેમ્પેઈનનો ભાગ છે. ચોક્કસ મોડેલનું નામ જાણવા મળ્યું નથી. શક્ય છે કે આ ચાઇનીઝ બનાવટનો સામાન્ય સર્વિસ/એન્ટરટેઇનમેન્ટ રોબોટ હશે, જે ડાન્સ દરમિયાન ગડબડમાં આવી ગયો અને બંધ ન થયો. સ્ટાફને તેને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો!’
બીજા એક યુઝરે લખ્યું, “ઘરે જા રોબોટ, તું નશો કર્યો છે.”
એક યુઝરે કહ્યું કે ‘એક-બે વર્ષમાં આપણે આવા ઘણા વિચિત્ર વીડિયો જોવા મળશે. અનેક કંપનીઓ ટૂંક સમયમાં ઘર અને ગ્રાહકો માટે હ્યુમનોઇડ રોબોટ્સનું ટેસ્ટિંગ શરૂ કરશે. ઘણી બધી બાબતો ખોટી જશે અને એના કારણે આવી ઘટના સામે આવશે.’ તો અન્ય એક યુઝરે કહ્યું કે, ‘હું વર્ષોથી ફેક્ટરીમાં કામ કરું છું અને દરેક મશીનમાં ઈમર્જન્સી સ્ટોપ હોય છે. આમાં માથા પર મોટું લાલ સ્ટોપ બટન કેમ નથી, જેથી આવી પરિસ્થિતિમાં તરત બંધ કરી શકાય?’









