Science & Technology

Jio AirFiber થયું લોન્ચ, કેબલ વગર મળશે 1Gbps હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, આ છે પ્લાન

By GS Team
19 Sep 20233 mins read
This article was originally published on 19 Sep 2023
Jio AirFiber થયું લોન્ચ, કેબલ વગર મળશે 1Gbps હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, આ છે પ્લાન

નવી દિલ્હી,તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર   

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ 28 ઓગસ્ટના રોજ 46મી એનુઅલ જનરલ મીટિંગમાં Jio Air Fiberની જાહેરાત કરી હતી, ત્યારથી યુઝર્સ રિલાયન્સના આ વિસ્ફોટક Jio Air Fiberની રાહ જોઈ રહ્યા હતા. 

રિલાયન્સ જિયોએ ગણેશ ચતુર્થીના અવસર પર તેની એર ફાઈબર સેવા શરૂ કરી છે. તેનો ઉપયોગ ઘર અને ઓફિસ બંને જગ્યાએ કરી શકાય છે. રિલાયન્સ એર ફાઈબરમાં, યુઝરને 1 Gbps સુધીની સ્પીડ મળશે, જેથી તમે હાઈ-ડેફિનેશન વિડિયો સ્ટ્રીમિંગ, ઑનલાઇન ગેમિંગ અને વિડિયો કોન્ફરન્સિંગનો આનંદ માણી શકશો. 

જો તમે પણ Jio Air Fiber નો આનંદ માણવા માંગો છો, તો જાણી લો પ્લાન અને ડિટેલ

jio એર ફાઈબર પ્લાન

જિયો એર ફાઈબર પ્લાન 6 મહિના અને 12 મહિનાની અવધિ માટે લઈ શકાય છે. જેમાં કંપની પાસેથી 6 મહિનાનો પ્લાન લેવા પર તમારે 1000 રૂપિયાનો ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે. 12 મહિનાનો પ્લાન લેવા પર, તમારે કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. 

જિયો એર ફાઈબર પ્લાન 599 રૂપિયા + GST માસિકથી શરૂ થાય છે. જિયો એર ફાઈબર એ ઇંટીગ્રેટિડ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે જે હોમ એન્ટરટેઇનમેન્ટ, સ્માર્ટ હોમ સર્વિસ અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સર્વિસ આપશે.કંપનીએ અમદાવાદ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં જિયો એર ફાઈબર સેવાને લાઈવ કરી છે.

કંપનીએ બજારમાં એર ફાઈબર અને એર ફાઈબર મેક્સ નામના બે પ્લાન લોન્ચ કર્યા છે. એર ફાઇબર પ્લાનમાં ગ્રાહકને બે પ્રકારના સ્પીડ પ્લાન મળશે, 30 Mbps અને 100 Mbps.

  • 30 Mbps પ્લાનની કિંમત 599 રૂપિયા
  • 100 Mbps પ્લાનની કિંમત 899 રૂપિયા 

બંને પ્લાનમાં ગ્રાહકને 550 થી વધુ ડિજિટલ ચેનલ્સ અને 14 એન્ટરટેઈનમેન્ટ એપ્સ મળશે. 

100 Mbps સ્પીડ સાથે 1199 રૂપિયાનો પ્લાન

જેમાં ઉપરોક્ત ચેનલો અને એપ્સની સાથે Netflix, Amazon અને Jio Cinema જેવી પ્રીમિયમ એપ્સ પણ ઉપલબ્ધ હશે.

ફાસ્ટ સ્પીડ યુઝર્સ માટે મેક્સ પ્લાન 

ઇન્ટરનેટની સ્પીડ વધારે ઇચ્છતા યુઝર્સ માટે ‘એર ફાઈબર મેક્સ’ પ્લાનમાંથી કોઈ એક પસંદ કરી શકે છે. કંપનીએ માર્કેટમાં 300 Mbps થી 1000 Mbps એટલે કે 1 Gbps સુધીના ત્રણ પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં...

  • 1499 રૂપિયામાં 300 Mbps સ્પીડ 
  • 2499 રૂપિયામાં 500 Mbps સુધીની સ્પીડ 

3999 રૂપિયામાં યૂઝરને 1 Gbps સ્પીડ સાથેનો પ્લાન

  • જેમાં 550થી વધુ ડિજિટલ ચેનલો
  • 14 એન્ટરટેન્મેન્ટ એપ અને નેટફ્લિક્સ, એમેઝોન 
  • જિયો સિનેમા જેવી પ્રીમિયમ એપ્લિકેશન્સ 

Jio ફાઈબર ઓપ્ટિક વાયર ટેક્નોલોજી પર આધારિત છે. આના દ્વારા ઇન્ટરનેટ પ્રદાન કરવા માટે, કંપની ઘર/ઓફિસમાં રાઉટર ઇન્સ્ટોલ કરે છે. ઓપ્ટિક વાયરને તે રાઉટર સાથે જોડે છે. આ પછી, ફાઇબર સ્થિર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે. 


કંપની જિયો એર ફાઈબર દ્વારા વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. તે વાયરલેસ ડોંગલની જેમ કામ કરે છે, પરંતુ ઇન્ટરનેટની ઝડપ ઘણી ઝડપી છે. આ માટે કોઈપણ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. તે સરળતાથી સ્થાપિત થાય છે.

જિયો એર ફાઈબરની વાયરલેસ પોર્ટેબલ ઉપકરણથી ચાલતું એર ફાઈબર ઈન્ટરનેટ છે. જેથી તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. જો કે, જિયો એર ફાઈબરનો ઉપયોગ કરવા માટે 5G કનેક્ટિવિટી હોવી જોઈએ, જેથી તમે સફરમાં હોય ત્યારે બ્રોડબેન્ડ જેવી સ્પીડનો લાભ લઈ શકશો.