For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

JIO Diwali Offer : યૂઝર્સને મળશે 100 ટકા કેશબેક, એક વર્ષ સુધી બધુ ફ્રી

Updated: Oct 18th, 2018

Article Content Imageનવી દિલ્હી, તા. 18. ઓક્ટોબર 2018 ગુરૂવાર

Reliance Jio લાંબા સમય બાદ પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. આ વખતે રિલાયંસ જીઓએ દિવાળી ઓફર રજૂ કરી છે. કપંનીના તરફથી આ ઓફરને રિચાર્જ કરો આ દિવાલી અને પાઓ ફાયદા અગલે દિળાલી તક નામ આપવામાં આવ્યું છે. કંપનીએ એક નવો પ્લાન જાહેર કર્યો છે. આમાં યૂઝરને એક વર્ષ સુધી બધુ ફી મળશે.

આ માટે તેને આવું નામ આપવામાં આવ્યું છે.  આ પ્લાન સાથે કંપનીએ 100 ટકા કેશબેકનો ઓફર લાવી છે. પ્લાની કિમત 1699 રૂપિયા રાખવામાં આવી છે.

Jioએ દિવાળી પ્લાનમાં યૂઝર્સ માટે 100 ટકા કેશબેક ઓફર રજૂ કરવામાં આવ્યો છે. પ્લામ પર યૂઝરને કેસબેક રિલાંયસ ડિઝીટલ કપૂનના રૂપમાં મળશે. તેને યૂઝર્સ માય જીઓ એપના માધ્યમથી ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ રિચાર્જ માટે કરી શકાય છે. પરંતુ આ માટે યૂઝર્સ ઓછામાં ઓછી 5 હજારની ખરીદી કરવી પડશે.

1699 રૂપિયાના પેકમાં 365 દિન વોઈસ કોલ ફ્રી આ સિવાય રોજ 100 SMS ફ્રી અને માય જીઓ એપનું સબ્સ્ક્રિપ્શન ફ્રી છે. જણાવી દઈ કે જીઓ દિવાલી ઓફર 18 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી માન્ય રહેશે.

આ સિવાય Reliance Jio અન્ય પ્લાન પર કંપની 100 ટકા કેશબેક ઉપલબ્ધ કરાવી રહ્યો છે. જે પ્લાન પર 100 ટકા કેશબેક મળી રહ્યો છે તેમાં 149 રૂપિયા, 198, રૂપિયા, 299 રૂપિયા, 349 રૂપિયા, 398 રૂપિયા, 399 રૂપિયા, 448 રૂપિયા, 449 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા, 1,999 રૂપિયા, 4,999 રૂપિયા, 9,999 રૂપિયા, વાળા પ્લાન સામેલ છે.

Gujarat