Science & Technology

LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક...

By GS Team
12 Mar 20263 mins read
TukuTouch Logo
ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે થઈ રહેલાં યુદ્ધને કારણે મિડલ ઇસ્ટમાં ભારે નુકસાન થયું છે. આ નુકસાન હવે ભારતે પણ સહન કરવું પડી રહ્યું છે. ભારતમાં હવે LPGની અછત છે. ઘણાં શહેરોમાં LPGની અછતને કારણે રેસ્ટોરાં બંધ થઈ રહ્યાં છે. લોકો પાસે કિચનમાં રસોઈ બનાવવા માટે ગેસ નથી. આ તમામની વચ્ચે ઓનલાઇન એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. હાલમાં ઇંડક્શન કૂકટોપની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. આ ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે એમેઝોન અને ક્રોમા જેવા સ્ટોર પર પણ એ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક...

Induction CookTop in Demand: ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે થઈ રહેલાં યુદ્ધને કારણે મિડલ ઇસ્ટમાં ભારે નુકસાન થયું છે. આ નુકસાન હવે ભારતે પણ સહન કરવું પડી રહ્યું છે. ભારતમાં હવે LPGની અછત છે. ઘણાં શહેરોમાં LPGની અછતને કારણે રેસ્ટોરાં બંધ થઈ રહ્યાં છે. લોકો પાસે કિચનમાં રસોઈ બનાવવા માટે ગેસ નથી. આ તમામની વચ્ચે ઓનલાઇન એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. હાલમાં ઇંડક્શન કૂકટોપની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. આ ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે એમેઝોન અને ક્રોમા જેવા સ્ટોર પર પણ એ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે.

ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક

રિટેલ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ LPGની અસર જોવા મળી રહી છે. હાલમાં ઇંડક્શન કૂકટોપનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. આ સાથે જ કેટલાક ઓનલાઇન વેબસાઇટ પર તો એ આઉટ ઓફ સ્ટોક પણ થઈ ગયા છે. દુનિયાની રિટેલ અને ઇ-કોમર્સ ચેન ક્રોમા દ્વારા પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે તેમની પાસે ઇંડક્શન કૂકટોપ હતાં એ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. સામાન્ય વેચાણ કરતાં 30 ગણું વેચાણ થઈ જતાં હવે કોઈ પણ કંપની પાસે એ સ્ટોકમાં નથી.

એમેઝોન અને ક્રોમાનું શું કહેવું છે?

એમેઝોન અનુસાર ફક્ત ઇંડક્શન કૂકટોપ જ નહીં, પરંતુ કિચનને લગતા ઇલેક્ટ્રોનિક ડિવાઇસના વેચાણમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે. રાઇસ કૂકર અને ઇલેક્ટ્રિક કૂકરનું વેચાણ પણ ચાર ગણું વધી ગયું છે. એર ફ્રાયર અને મલ્ટી-યુઝ ઇલેક્ટ્રિક કેટલનું વેચાણ પણ ડબલ થઈ ગયું છે. એમેઝોનના કહ્યા મુજબ મુંબઈ, દિલ્હી અને બેંગલોર જેવી જગ્યાએ લોકો એમેઝોન નાઉનો ઉપયોગ કરીને મિનિટોમાં આ પ્રોડક્ટ ઓર્ડર કરીને મંગાવી રહ્યા હતા. એનાથી એ વાત તો ચોક્કસ છે કે ગેસની અછત થવાથી લોકોએ ઇંડક્શન કૂકટોપ પર પસંદગી ઉતારી છે. ક્રોમા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઇંડક્શન કૂકટોપની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ હતી. સામાન્ય દિવસ કરતાં હાલમાં આ પ્રોડક્ટનું વેચાણ ત્રણ ગણું વધી ગયું છે.

એકથી વધુ ઇંડક્શન ખરીદી રહ્યાં છે લોકો

લોકો હવે એક સાથે એકથી વધુ ઇંડક્શન ખરીદી રહ્યાં છે. પહેલાં આ પ્રકારનો ટ્રેન્ડ ક્યારેય જોવા નહોતો મળ્યો. જોકે હવે ગેસની અછતને કારણે રેસ્ટોરાં અને ઘર બન્ને જગ્યાએ લોકો બેકઅપ તરીકે ઇંડક્શન કૂકટોપની ખરીદી કરી રહ્યાં છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક કેટલની માંગ પણ એટલી જ વધી છે. ઘણાં ઘરમાં હવે ગેસની અવેજીમાં ઇંડક્શન કૂકટોપ અને ઇલેક્ટ્રિક કેટલે જગ્યા લીધી છે. લોકો હવે ઇલેક્ટ્રોનિક કૂકિંગ સોલ્યુશનને પસંદ કરી રહ્યાં છે. સોલર જેના ઘરમાં હોય તેમને આ વધુ સસ્તુ પડે છે. આથી તેઓ પણ હવે એની ખરીદી કરી રહ્યાં છે. ક્રોમા અને અન્ય વેબસાઇટ કંપનીઓ દ્વારા એને સ્ટોકમાં રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે જેથી માંગને પહોંચી શકાય.

આ પણ વાંચો: WhatsApp અને Facebookએ લોન્ચ કર્યું નવું સ્કેમ ડિટેક્શન ટૂલ, શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે મળશે તરત એલર્ટ

વેચાણમાં થયો ભરખમ વધારો

રિપોર્ટ્સ મુજબ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઇંડક્શન કૂકટોપના વેચાણમાં ખૂબ જ વધારો થયો છે. લોકો હવે ગેસ પર નિર્ભરતા ઘટાડવા માટે પણ એનો ઉપયોગ કરી રહ્યાં છે કારણ કે આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. જોકે ગેસની અછત પડતાં હવે ઇલેક્ટ્રિસિટી પર મારો ચલાવવામાં આવી રહ્યો છે. આથી એના પર પણ હવે અસર જોવા મળી શકે છે. આથી ભવિષ્યમાં યુનિટના ભાવમાં પણ વધારો થયો તો નવાઈ નહીં.