Science & Technology

WhatsApp અને Facebookએ લોન્ચ કર્યું નવું સ્કેમ ડિટેક્શન ટૂલ, શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે મળશે તરત એલર્ટ

By GS Team
12 Mar 20263 mins read
TukuTouch Logo
Metaએ પોતાના પ્લેટફોર્મ્સ Facebook, WhatsApp અને Messenger પર નવા Scam Detection Tools લોન્ચ કરવાની જાહેરાત કરી છે. દુનિયાભરમાં વધતા ઓનલાઇન ફ્રોડ અને સ્કેમ નેટવર્ક્સ સામે લડવા માટે Meta દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. નવા ફીચર્સ યુઝર્સને શંકાસ્પદ પ્રવૃત્તિ અને જોખમી ઇન્ટરએક્શન અંગે અગાઉથી ચેતવણી આપશે, જેથી તેઓ સ્કેમનો ભોગ બનતા પહેલા સાવચેત થઈ શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp અને Facebookએ લોન્ચ કર્યું નવું સ્કેમ ડિટેક્શન ટૂલ, શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે મળશે તરત એલર્ટ

Meta New Scam Detection: Metaએ પોતાના પ્લેટફોર્મ્સ Facebook, WhatsApp અને Messenger પર નવા Scam Detection Tools લોન્ચ કરવાની જાહેરાત કરી છે. દુનિયાભરમાં વધતા ઓનલાઇન ફ્રોડ અને સ્કેમ નેટવર્ક્સ સામે લડવા માટે Meta દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. નવા ફીચર્સ યુઝર્સને શંકાસ્પદ પ્રવૃત્તિ અને જોખમી ઇન્ટરએક્શન અંગે અગાઉથી ચેતવણી આપશે, જેથી તેઓ સ્કેમનો ભોગ બનતા પહેલા સાવચેત થઈ શકે.

યુઝર પ્રોટેક્શન માટે નવા ટૂલ્સ

Metaના નવા ટૂલ્સ શંકાસ્પદ અથવા અસામાન્ય વર્તનને વહેલી તકે ઓળખી તેને ફ્લેગ કરવા માટે બનાવવામાં આવ્યા છે. આથી યુઝર્સ પોતે જે ચેટ અથવા તો ઇન્ટરએક્શન કરી રહ્યા હોય એને અટકાવી શકે. યુઝર્સને ખાસ કરીને શંકાસ્પદ ફ્રેન્ડ રિક્વેસ્ટ, ડિવાઇસ લિંકિંગ પ્રયાસો અથવા સ્કેમ મેસેજ જેવી પરિસ્થિતિઓમાં આ ફીચર મદદરૂપ થશે. કંપનીએ જણાવ્યું કે ઓનલાઇન ઠગો સતત પોતાની રીતો બદલતા રહે છે અને ઘણી વખત નજરમાંથી બચી કાર્ય કરવાનો પ્રયાસ કરે છે, તેથી આવી સુરક્ષા વ્યવસ્થાઓ જરૂરી બની છે.

WhatsAppના Device-Linking ફીચર માટે એલર્ટ

આ અપડેટમાં WhatsAppના Device-Linking ફીચર માટે ખાસ એલર્ટ સિસ્ટમ ઉમેરવામાં આવી છે. હવે જો કોઈ વ્યક્તિ તમારા એકાઉન્ટને અન્ય ડિવાઇસ સાથે લિંક કરવાનો પ્રયાસ કરે અને તેમાં અસામાન્ય વર્તન જણાય તો યુઝરને તરત એલર્ટ મળશે. આ વોર્નિંગ મેસેજમાં રિક્વેસ્ટ કયા સ્થાનથી આવી રહી છે તેની માહિતી પણ દર્શાવવામાં આવશે, જેથી યુઝર તેને મંજૂરી આપતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસી શકે.

ડિવાઇસ લિંકિંગ કોડ મેળવવા માટે સ્કેમર્સનો પ્રયાસ

Metaએ જણાવ્યું કે સ્કેમર્સ ઘણી વખત સોશિયલ એન્જિનિયરિંગની રીતો અપનાવી લોકોને Device-Linking Codes શેર કરવા માટે લુભાવે છે. ઉદાહરણ તરીકે, કોઈ ટેલેન્ટ સ્પર્ધામાં મત આપવા કહેવામાં આવે છે અને વેબસાઇટ પર જઈ ફોન નંબર દાખલ કરવા કહેવામાં આવે છે. ત્યારબાદ WhatsApp પર મળેલા ડિવાઇસ લિંકિંગ કોડ શેર કરવા માટે કહેવામાં આવે છે. આ એલર્ટ સિસ્ટમનો હેતુ આવા સ્કેમ પ્રયાસોને સફળ થવા પહેલા જ રોકવાનો છે, ખાસ કરીને જ્યારે ઠગો કોઈનું એકાઉન્ટ કબજે કરવાનો પ્રયાસ કરે.

Facebook પર શંકાસ્પદ ફ્રેન્ડ રીક્વેસ્ટ માટે વોર્નિંગ

Meta Facebook પર પણ શંકાસ્પદ ફ્રેન્ડ રીક્વેસ્ટ ઓળખવા માટે નવા એલર્ટનું પરીક્ષણ કરી રહી છે. જો કોઈ યુઝરને એવી પ્રોફાઇલમાંથી રિક્વેસ્ટ મળે જેમાં અસામાન્ય સંકેતો હોય, જેમ કે ખૂબ ઓછા મ્યુચ્યુઅલ કનેક્શન અથવા અન્ય દેશમાં લોકેશન, તો યુઝરને આ માટે વોર્નિંગ નોટિફિકેશન મળશે. કંપનીને આશા છે કે આ એલર્ટ યુઝર્સને અજાણ્યા પ્રોફાઇલની રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા વધુ સાવચેતી રાખવા પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો: 13 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ પણ ઉપયોગ કરી શકશે WhatsAppનો: જાણો શું છે Parent-Managed Accounts...

Messengerમાં સ્કેમ ડિટેક્શન ટૂલ હવે વધુ દેશોમાં

Meta Messengerમાં આવેલા તેના એડ્વાન્સ Scam Detection Toolsને વધુ દેશોમાં વિસ્તારી રહી છે. આ સિસ્ટમ ચેટ્સમાં એવી પેટર્ન ઓળખે છે જે સામાન્ય સ્કેમ જેવી લાગે, જેમ કે નકલી નોકરીની ઓફર અથવા સંવેદનશીલ માહિતી માંગતી વિનંતી. જો નવા કોન્ટેક્ટ સાથેની વાતચીતમાં શંકાસ્પદ વર્તન જણાય તો યુઝરને તેણે કરેલી વાતચીત શેર કરવા માટે કહેવામાં આવી શકે છે, જેથી AI એને રીવ્યુ કરશે અને યુઝર્સની સાથે સ્કેમ થઈ રહ્યો છે કે નહીં એ જણાવશે.