Science & Technology

Outlook ક્રેશ થયું : બગ સુધારવા માટે માઇક્રોસોફ્ટે ઇમરજન્સી અપડેટ જાહેર કર્યું

By GS Team
26 Jan 20262 mins read
TukuTouch Logo
Windows 11 માટે માઇક્રોસોફ્ટે એક ઇમરજન્સી અપડેટ (KB5078127) જાહેર કર્યું છે. આ અપડેટ એ ગંભીર બગને ઠીક કરવા માટે છે, જેના કારણે Outlook અને અન્ય એપ્લિકેશન ક્રેશ થવા લાગ્યા હતા. ખાસ કરીને જ્યારે યુઝર્સ OneDrive જેવી ક્લાઉડ સર્વિસમાંથી ફાઇલ ખોલવા અથવા સેવ કરવાનો પ્રયાસ કરતા ત્યારે આ સમસ્યા વધુ જોવા મળી. આ સમસ્યા મુખ્યત્વે Outlook Classic વર્ઝનના યુઝર્સને અસર કરતી હતી, જેમની PST ફાઇલો OneDrive પર સ્ટોર હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

Outlook ક્રેશ થયું : બગ સુધારવા માટે માઇક્રોસોફ્ટે ઇમરજન્સી અપડેટ જાહેર કર્યું

Outlook Crash: Windows 11 માટે માઇક્રોસોફ્ટે એક ઇમરજન્સી અપડેટ (KB5078127) જાહેર કર્યું છે. આ અપડેટ એ ગંભીર બગને ઠીક કરવા માટે છે, જેના કારણે Outlook અને અન્ય એપ્લિકેશન ક્રેશ થવા લાગ્યા હતા. ખાસ કરીને જ્યારે યુઝર્સ OneDrive જેવી ક્લાઉડ સર્વિસમાંથી ફાઇલ ખોલવા અથવા સેવ કરવાનો પ્રયાસ કરતા ત્યારે આ સમસ્યા વધુ જોવા મળી. આ સમસ્યા મુખ્યત્વે Outlook Classic વર્ઝનના યુઝર્સને અસર કરતી હતી, જેમની PST ફાઇલો OneDrive પર સ્ટોર હતી.

જાન્યુઆરી અપડેટ પછી Outlook યુઝર્સે કર્યો અનેક સમસ્યાઓનો સામનો

જાન્યુઆરી 2026ના અપડેટ પછી, Outlook Classicનો ઉપયોગ કરતાં અને OneDrive પર PST ફાઇલો રાખતા યુઝર્સને ઘણી મુશ્કેલીઓ આવી હતી. એપ્લિકેશન સ્ટાર્ટઅપ સમયે ફ્રીઝ થવી, Sent Items ગાયબ થવી અને વારંવાર રિસ્ટાર્ટ કરવાની જરૂરિયાત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બધી સમસ્યાઓ Microsoft દ્વારા Windows 11 માટે રિલીઝ કરાયેલા તાજેતરના સિક્યુરિટી પેચ સાથે જોડાયેલી હતી.

આ પણ વાંચો: હવે iPhoneમાં ગૂગલનું ‘મગજ’! આવતા મહિને Siri બનશે વધુ પાવરફુલ, જૂન સુધીમાં એપલ કરશે મોટો ધડાકો!

નવા પેચથી જૂના બગ અને ક્રેશ પણ ઠીક થશે

માઇક્રોસોફ્ટની તાજેતરની અપડેટ Outlook ક્રેશને ઠીક કરવાની સાથે અગાઉના અપડેટમાં આવેલા Remote Desktop અને શટડાઉન સંબંધિત બગ્સને પણ રિપેર કરવામાં આવ્યા છે. આ અપડેટ ખાસ કરીને Outlookમાં PST ફાઇલો પર નિર્ભર રહેતાં યુઝર્સ માટે મહત્વપૂર્ણ છે. જે પણ યુઝર્સની એપ્લિકેશન છેલ્લા કેટલાક દિવસથી યોગ્ય રીતે કામ ન કરી રહી હોય તો આ અપડેટ તાત્કાલિક ઇન્સ્ટોલ કરવી જરૂરી છે.