India

185 kmphની ઝડપે ફૂંકાશે પવન! બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું, આંધ્ર-ઓડિશામાં રેડ ઍલર્ટ જાહેર

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી દિવસોમાં ગંભીર વાવાઝોડામાં ફેરવાશે. IMD અનુસાર, આ સિસ્ટમ શનિવારે ડિપ્રેશન, રવિવારે ડીપ ડિપ્રેશન અને સોમવાર સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડું બનશે. તે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ 145થી 185 કિમીની ઝડપે આગળ વધશે. 27 અને 28 ઓક્ટોબરે ભારે વરસાદ માટે રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

185 kmphની ઝડપે ફૂંકાશે પવન! બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું, આંધ્ર-ઓડિશામાં રેડ ઍલર્ટ જાહેર
IMAGE - IANS

Cyclonic Storm Alert: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનીને આગામી દિવસોમાં ગંભીર વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં બનેલું આ લો-પ્રેશર શનિવારે ડિપ્રેશન, રવિવારે ડીપ ડિપ્રેશન અને સોમવારની સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે.

145થી 185 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા, ભારે પૂરનો ભય

અમરાવતી હવામાન કેન્દ્રના વડા કે. નાગા રત્નાએ જણાવ્યા અનુસાર, આ હવામાન પ્રણાલી 28 ઑક્ટોબરની વહેલી સવારે આંધ્રના દરિયાકાંઠેથી પસાર થઈને બીજા દિવસે ઓડિશા તરફ ફંટાઈ શકે છે. આ વાવાઝોડું 'ગંભીર' અથવા 'અતિ ગંભીર' સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમાં પવનની ઝડપ 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને દરિયામાં 1થી 2 મીટર ઊંચા મોજાં ઉછળી શકે છે. જ્યારે 27 ઑક્ટોબર માટે દરિયાકાંઠે પવનની ઝડપ 120થી 165 કિમી પ્રતિ કલાક અને વધીને 185 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, લેન્ડફોલનું ચોક્કસ સ્થાન હજુ અસ્પષ્ટ છે, પરંતુ તે વેસ્ટ ગોદાવરીથી શ્રીકાકુલમ જિલ્લાની વચ્ચે ગમે ત્યાં ત્રાટકી શકે છે.

27 અને 28 ઑક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ ઍલર્ટ

વાવાઝોડાના પગલે IMD દ્વારા 27 ઑક્ટોબરે વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ માટે 'રેડ ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 28 ઑક્ટોબરે અલુરી સીતારામ રાજુ, અનાકાપલ્લી, કાકીનાડા, ઈસ્ટ ગોદાવરી, કોનાસીમા અને વેસ્ટ ગોદાવરી જિલ્લામાં રેડ ઍલર્ટ રહેશે, જ્યારે વિશાખાપટ્ટનમમાં ભારેથી અતિભારે વરસાદનું 'ઑરેન્જ ઍલર્ટ' આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રીકાકુલમ, પાર્વતીપુરમ-માન્યમ, વિઝિયાનગરમ, એલુરુ અને કૃષ્ણા જિલ્લામાં પણ બંને દિવસે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અને ઈમરજન્સી હેલ્પલાઈન જાહેર

હવામાન વિભાગની સૂચનાને પગલે દરિયામાં ગયેલા માછીમારોને શનિવાર સવાર સુધીમાં કિનારે પાછા ફરી જવાની કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ 27 અને 28 ઑક્ટોબરે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ન જવાની સલાહ અપાઈ છે. આંધ્ર પ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (APSDMA) દ્વારા સામાન્ય જનતા અને ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે અને કોઈપણ ઈમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 112, 1070 અને 18004250101 પણ જાહેર કરવામાં આવ્યા છે.