Science & Technology

OpenAI અને Oracleએ AI ડેટા સેન્ટર વધારવાનો પ્લાન પડતો મૂક્યો, જાણો કેમ…

By GS Team
7 Mar 20262 mins read
TukuTouch Logo
Oracle અને OpenAIએ ટેક્સાસમાં આવેલા મોટા-મોટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટરને વધારવાના પ્લાનને પડતો મૂક્યો છે. એક રિપોર્ટ મુજબ ફંડિંગ અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને OpenAIની બદલાતી જરૂરિયાતોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેટા સેન્ટર વધારવાનો પ્લાનિંગ Stargate અંતર્ગત હતો. આ એક 500 અબજ ડોલર અને 10 ગીગાવોટ ક્ષમતાવાળો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં SoftBank Group અને Oracleનો પણ સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

OpenAI અને Oracleએ AI ડેટા સેન્ટર વધારવાનો પ્લાન પડતો મૂક્યો, જાણો કેમ…
AI Image

OpenAI Cancelled AI Data Center Expantion Plan: Oracle અને OpenAIએ ટેક્સાસમાં આવેલા મોટા-મોટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટરને વધારવાના પ્લાનને પડતો મૂક્યો છે. એક રિપોર્ટ મુજબ ફંડિંગ અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને OpenAIની બદલાતી જરૂરિયાતોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેટા સેન્ટર વધારવાનો પ્લાનિંગ Stargate અંતર્ગત હતો. આ એક 500 અબજ ડોલર અને 10 ગીગાવોટ ક્ષમતાવાળો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં SoftBank Group અને Oracleનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પે કરી હતી Stargate પ્રોજેક્ટની જાહેરાત

Stargate પ્રોજેક્ટની જાહેરાત અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી. સપ્ટેમ્બર મહિનામાં Oracle અને OpenAIએ ટેક્સાસના Abilene ખાતે આવેલી મુખ્ય Stargate સાઇટની નજીક 600 મેગાવોટ સુધીના વધારાના ડેટા સેન્ટરની સંભાવના જાહેર કરી હતી. જોકે હવે આ ડેટા સેન્ટરની જે જરૂરિયાત હતી એને હવે અન્ય ડેટા સેન્ટરમાં જે હજી બની રહ્યું છે એના દ્વારા પૂરી કરવામાં આવશે.

ટેક કંપનીઓ ડેટા સેન્ટરમાં કરી રહી છે મોટું રોકાણ

Abilene સાઇટ પર Oracle Cloud Infrastructure દ્વારા સંચાલિત કુલ આઠ બિલ્ડિંગ છે, જેમાંથી બે પહેલેથી જ કાર્યરત છે. ડેટા સેન્ટરને વધુ મોટું બનાવવાના પ્લાનિંગને અટકાવી દેવામાં આવ્યું છતાં OpenAI અને Oracle દ્વારા વધુ 4.5 ગીગાવોટ ક્ષમતા વાળું ડેટા સેન્ટર જે પહેલેથી બની રહ્યું હતું એ તો પૂરું કરવામાં આવશે જ. આ વૈશ્વિક ટ્રેન્ડનો પણ ભાગ છે જેમાં ટેક કંપનીઓ ChatGPT અને Copilot જેવી જનરેટિવ AI સેવાઓ માટે જરૂરી વિશાળ કમ્પ્યુટિંગ શક્તિ પૂરી કરવા ડેટા સેન્ટરમાં ભારે રોકાણ કરી રહી છે.

આ પણ વાંચો: ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે મનમાની: AI કંપનીઓ માટે નવા નિયમોની તૈયારી જેથી આર્મી ઇચ્છે એ રીતે એનો ઉપયોગ કરી શકે

Abilene સાઇટ Meta ભાડે લઈ શકે છે

Oracle અને OpenAI વચ્ચેની અટકેલી ચર્ચાઓને કારણે હવે Meta Platforms ટેક્સાસના Abileneમાં ડેટા સેન્ટર માટે જે જગ્યા રાખવામાં આવી છે એને ભાડે લેવાની શક્યતા પર વિચાર કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ પગલું મેટા ડેવલપર Crusoe સાથે મળીને લઈ શકે છે. આ ચર્ચામાં NVIDIAએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેથી Stargate સાઇટ પર તેના AI સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય અને પ્રતિસ્પર્ધી કંપની Advanced Micro Devices (AMD)ના ચિપ્સનો નહીં.