Science & Technology

ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે મનમાની: AI કંપનીઓ માટે નવા નિયમોની તૈયારી જેથી આર્મી ઇચ્છે એ રીતે એનો ઉપયોગ કરી શકે

By GS Team
7 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કરારો માટે કડક નિયમો લાવવાનો પ્રયાસ કરી રહી છે. એક રિપોર્ટ મુજબ આ નિયમોમાં જે બદલાવ કરવામાં આવી રહ્યા છે એ અનુસાર AI કંપનીઓએ તેમના મોડલનો “કોઈપણ કાયદેસર ઉપયોગ” કરવાની મંજૂરી આપવી પડશે. આ નિર્ણય પેન્ટાગોન અને AI કંપની Anthropic વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આવ્યો છે. અમેરિકાના રક્ષા વિભાગે Anthropicને “સપ્લાય-ચેઇન જોખમ” તરીકે ગણાવ્યું છે. જોકે ઇરાન સામે એની જ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે મનમાની: AI કંપનીઓ માટે નવા નિયમોની તૈયારી જેથી આર્મી ઇચ્છે એ રીતે એનો ઉપયોગ કરી શકે

Donald Trump on AI: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કરારો માટે કડક નિયમો લાવવાનો પ્રયાસ કરી રહી છે. એક રિપોર્ટ મુજબ આ નિયમોમાં જે બદલાવ કરવામાં આવી રહ્યા છે એ અનુસાર AI કંપનીઓએ તેમના મોડલનો “કોઈપણ કાયદેસર ઉપયોગ” કરવાની મંજૂરી આપવી પડશે. આ નિર્ણય પેન્ટાગોન અને AI કંપની Anthropic વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આવ્યો છે. અમેરિકાના રક્ષા વિભાગે Anthropicને “સપ્લાય-ચેઇન જોખમ” તરીકે ગણાવ્યું છે. જોકે ઇરાન સામે એની જ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડ્યો હતો.

પેન્ટાગોન દ્વારા Anthropicની ટેક્નોલોજી પર પ્રતિબંધ

પેન્ટાગોને સરકારી કોન્ટ્રાક્ટરોને અમેરિકી સૈન્ય માટેના કામમાં Anthropicની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. કંપની દ્વારા સલામતી માટે રાખવામાં આવેલા કડક નિયંત્રણોને લઈને ઘણા મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. રક્ષા વિભાગનું માનવું છે કે કંપનીના આ સેફગાર્ડ્સ અત્યંત કડક છે. ટ્રમ્પ સરકાર દ્વારા હાલમાં જે નવા નિયમ બનાવવામાં આવી રહ્યા છે એ અનુસાર AI કંપનીઓએ તમામ કાયદેસર ઉપયોગ માટે સરકારને અપરિવર્તનીય લાઇસન્સ (Irrevocable License) આપવું પડશે.

કોન્ટ્રાક્ટર્સ માટેના નવા નિયમો

અમેરિકાની General Services Administration (GSA) દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવિત નિયમો સિવિલ કોન્ટ્રાક્ટર્સને લાગુ પડશે. આ નિયમ અનુસાર AI સેવાઓની ખરીદી બાદ સરકારને વધુ પાવર મળે એ માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ નિયમો આર્મી દ્વારા કોન્ટ્રાક્ટ કરવા માં આવે એ રીતના જ બનાવવામાં આવ્યાં છે જેથી પેન્ટાગોનનું પલડું હંમેશાં ભારે રહે. તેમાં કોન્ટ્રાક્ટરોને તેમના AI સિસ્ટમના ડેટા આઉટપુટમાં જાણતા હેતુપૂર્વક કોઈ પક્ષપાતી અથવા વિચારધારાત્મક નિર્ણયો દાખલ ન કરવાની શરત પણ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ઇઝરાયેલી સેનાના નામે હેકર્સ ચલાવી રહ્યા છે સાયબર જાસૂસી અભિયાન, રોકેટ વિશે માહિતી આપવાના બહાને ચોરવામાં આવી રહ્યાં છે ડેટા

AI કંપનીઓ માટે ખુલાસો કરવો ફરજિયાત

પ્રસ્તાવિત માર્ગદર્શિકા મુજબ કંપનીઓએ એ પણ જાહેર કરવું પડશે કે તેમના AI મોડલને અમેરિકા સિવાયના કોઈ ફેડરલ સરકાર અથવા વ્યાપારી નિયમનકારી માળખા સાથે સુસંગત બનાવવા માટે બદલવામાં આવ્યા છે કે નહીં. આ પણ સરકાર દ્વારા AI સેવાઓની ખરીદી પ્રક્રિયા વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસનો એક ભાગ છે.