સેમ ઓલ્ટમેન સામે કોર્ટનો કેસ હારતાં જ ઇલોન મસ્કને મોટો ઝટકો: હવે ટેસ્લાના ‘Optimus’ને ધૂળ ચટાડવા OpenAI બનાવશે AI રોબોટ્સ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI Image |
Sam Altman on AI Robots: ટેક જગતના બે સૌથી મોટા દિગ્ગજો ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચેનો લાંબો કાનૂની વિવાદ આખરે શાંત પડ્યો છે, પરંતુ અસલી જંગ તો હવે મેદાન પર શરૂ થઈ રહ્યો છે. OpenAI અને સેમ ઓલ્ટમેન સામેનો હાઈ-પ્રોફાઈલ કોર્ટ કેસ હારી ગયા બાદ, ઇલોન મસ્કને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ચેટજીપીટી બનાવનાર કંપની OpenAIએ જાહેરાત કરી છે કે તેઓ હવે રોબોટિક્સના મેદાનમાં એન્ટ્રી કરી રહ્યા છે. સીઈઓ સેમ ઓલ્ટમેનના મતે, કંપની એવા શક્તિશાળી ‘AI-પાવર્ડ રોબોટ્સ’ બનાવી રહી છે જે સીધી રીતે ઇલોન મસ્કની ટેસ્લાના ‘Optimus’ રોબોટના સામ્રાજ્યને પડકારશે.
કોર્ટની લડાઈ પૂરી, હવે રોબોટિક્સના મેદાનમાં સામસામે
ઇલોન મસ્કે OpenAI પર તેના મૂળ બિન-નફાકારક ઉદ્દેશ્યોથી ભટકી જવાનો આરોપ લગાવીને કેસ કર્યો હતો, જેમાં કાનૂની મોરચે સેમ ઓલ્ટમેનનો વિજય થયો છે. આ કાનૂની હારના તુરંત બાદ જ OpenAIએ રોબોટિક્સ પ્રોજેક્ટની જાહેરાત કરીને મસ્કને ઘેરવાની સોગઠાબાજી ગોઠવી દીધી હોય એવું લાગી રહ્યું છે. ઇલોન મસ્ક લાંબા સમયથી ટેસ્લાના હ્યુમનૉઇડ રોબોટ 'Optimus'ને ઘર અને ઓફિસના કામકાજ માટે સર્વશ્રેષ્ઠ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પ્રમોટ કરી રહ્યા છે, પરંતુ હવે OpenAI તેની આ મોનોપોલી તોડવા સજ્જ થઈ ગયું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઘરના કામ સુધી: સેમ ઓલ્ટમેનનો માસ્ટર પ્લાન
OpenAIના આ નવા પ્રોજેક્ટનો પ્રથમ ટાર્ગેટ એવા રોબોટ્સ બનાવવાનો છે જે ભારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં કુશળ શ્રમિકોને મદદ કરી શકે. જોકે, સેમ ઓલ્ટમેનનું વિઝન મસ્ક કરતાં પણ મોટું છે; તેઓ સામાન્ય માણસના રોજિંદા કામ ચપટીમાં કરી શકે તેવા પર્સનલ રોબોટ્સ પણ લાવવા માંગે છે.
આ પ્રોજેક્ટ આદિત્ય રમેશના નેતૃત્વમાં થયેલા OpenAIના તાજેતરના એડવાન્સ સિમ્યુલેશન રિસર્ચ પર આધારિત છે. કોર્ટ રૂમમાં મસ્કને પછાડ્યા બાદ હવે ટેકનોલોજીની રેસમાં પણ પાછળ રાખવા માટે OpenAIએ વૈશ્વિક કક્ષાના રોબોટિક્સ નિષ્ણાતોની ભરતી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: દુનિયાનું પ્રથમ ન્યૂક્લિયર ડસ્ટબિન તૈયાર, એક લાખ વર્ષ સુધી લીક નહીં થાય પરમાણુ કચરો
ટેક વર્લ્ડમાં સૌથી મોટો ટક્કર
બિઝનેસ અને ટેકનોલોજીના વિશ્લેષકો માની રહ્યા છે કે આ માત્ર બે કંપનીઓ વચ્ચેની સ્પર્ધા નથી, પણ ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચેનો પર્સનલ અહમ અને પ્રતિષ્ઠાનો જંગ છે. કોર્ટ કેસ હાર્યા પછી મસ્ક માટે પોતાના 'Optimus' પ્રોજેક્ટને OpenAIના સ્માર્ટ રોબોટ્સ કરતાં ચડિયાતો સાબિત કરવો એ એક બહુ મોટો પડકાર બની રહેશે.









