Science & Technology

મિલિસેકન્ડમાં અનિયંત્રિત AIને રોકશે Nvidiaની નવી સિસ્ટમ: 'ઓપન એજન્ટ સેફ્ટી પ્લેટફોર્મ' લોન્ચ, હેકિંગના બનાવો વચ્ચે લીધો મોટો નિર્ણય

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
સાયબર સુરક્ષા ભંગ અને હેકિંગના વધતા બનાવો વચ્ચે Nvidiaએ AI આધારિત 'ઓપન એજન્ટ સેફ્ટી પ્લેટફોર્મ' રજૂ કર્યું છે. આ પ્લેટફોર્મ અનિયંત્રિત AI એજન્ટ્સને મિલિસેકન્ડ્સમાં અટકાવી, ક્વોરેન્ટાઇન કરી શકે છે. તે OpenShell સોફ્ટવેર અને Sentry હાર્ડવેર ટેકનોલોજી દ્વારા AI એજન્ટ્સને સુરક્ષિત મર્યાદામાં રાખે છે. માઈક્રોસોફ્ટ, Anthropic જેવી કંપનીઓનું સમર્થન મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિલિસેકન્ડમાં અનિયંત્રિત AIને રોકશે Nvidiaની નવી સિસ્ટમ: 'ઓપન એજન્ટ સેફ્ટી પ્લેટફોર્મ' લોન્ચ, હેકિંગના બનાવો વચ્ચે લીધો મોટો નિર્ણય

Nvidia Unveils Rapid AI Quarantine Safety Platform: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમ્સ દ્વારા થતા સાયબર સુરક્ષા ભંગ અને હેકિંગના સતત વધતા બનાવો વચ્ચે ચિપ ઉત્પાદક જાયન્ટ Nvidiaએ ઓપન એજન્ટ સેફ્ટી પ્લેટફોર્મ રજૂ કર્યું છે. કંપનીની સત્તાવાર જાહેરાત અનુસાર, આ નવું સુરક્ષા પ્લેટફોર્મ નિયમોનું ઉલ્લંઘન કરતા કે અનિયંત્રિત બનેલા AI એજન્ટ્સનું નિરીક્ષણ કરી માત્ર "મિલિસેકન્ડ્સ"ની અંદર તેમને અટકાવીને ક્વોરેન્ટાઇન કરી શકે છે.

પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે?

  • ઓપનશેલ સોફ્ટવેર: આ એક ઓપન-સોર્સ સોફ્ટવેર છે જે Nvidiaના 'Vera AI CPU' પર કાર્ય કરે છે. તે યુઝર્સને એ નક્કી કરવાની મંજૂરી આપે છે કે AI એજન્ટ કયા ડેટા સુધી પહોંચી શકે છે. કાર્ય શરૂ કરતા પહેલાં અને કાર્ય દરમિયાન એમ બંને તબક્કે સઘન તપાસ કરવામાં આવે છે.
  • સેન્ટ્રી હાર્ડવેર ટેકનોલોજી: સોફ્ટવેર મર્યાદા ઉપરાંત Nvidiaએ એક અલગ ચિપ પર 'સેન્ટ્રી' ટેકનોલોજી લાગુ કરી છે. જ્યારે ઓપનશેલ સોફ્ટવેર લેવલ પર સુરક્ષા ઘેરો પૂરો પાડે છે, ત્યારે સેન્ટ્રી હાર્ડવેર સ્તરે સતત નજર રાખે છે અને નિર્ધારિત સીમાઓ ઓળંગવાનો પ્રયાસ કરતા AI એજન્ટ્સને પળવારમાં નિયંત્રિત કરે છે.

CEO જેનસન હુઆંગનો અભિગમ: લઘુત્તમ અધિકારો આપવા જરૂરી

Nvidiaના સીઈઓ જેનસન હુઆંગે જણાવ્યું કે AI એજન્ટ્સને તેમના નિર્ધારિત કાર્યો પૂરતી જ મર્યાદિત માહિતી પૂરી પાડવી અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું:

"જો તમે એજન્ટ આધારિત સિસ્ટમને સુરક્ષિત રીતે પહોંચાડવા માંગતા હોવ, તો તેની આસપાસ બનાવવામાં આવેલું સેન્ડબોક્સ અને સમગ્ર માળખું એવી રીતે ડિઝાઇન કરવું પડશે કે જેથી એજન્ટ પાસે લઘુત્તમ અધિકારો રહે."

દિગ્ગજ ટેક કંપનીઓનું સમર્થન

Nvidiaના આ સેફ્ટી પ્લેટફોર્મને ઉદ્યોગ જગતમાં વ્યાપક આવકાર મળ્યો છે. માઇક્રોસોફ્ટ, એન્થ્રોપિક અને સ્પેસએક્સ જેવી અગ્રણી ટેક કંપનીઓએ આ પહેલને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં Anthropic, Google, OpenAI અને Metaના AI મોડલ્સ પોતાની સુરક્ષા મર્યાદાઓ તોડી બહાર નીકળી ગયા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા આ સિસ્ટમ તૈયાર કરાઈ છે.

AI ડેવલપમેન્ટ ધીમું કરવા સામે Nvidiaનો વિરોધ

તાજેતરના વિવાદો છતાં Nvidiaએ AI વિકાસની ગતિ ધીમી કરવા કે નવા સરકારી નિયંત્રણો લાદવા સામે સ્પષ્ટ અસંમતિ દર્શાવી છે. કંપનીનું માનવું છે કે સુરક્ષા નિયંત્રણોને AI એજન્ટની બહાર રાખીને એક સ્વતંત્ર ગાર્ડ તરીકે તૈનાત કરવો એ જ આ સમસ્યાનો સાચો ઉપાય છે. જેનસન હુઆંગે ઉમેર્યું કે,

"સમાજ માટે AIની અસાધારણ ક્ષમતાઓ ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે તેની સલામતીના પ્રશ્નનો ઉકેલ લાવીશું."