હવે એપલ મેપ્સમાં પણ બસ, ટ્રેનની વિગતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપણે ભારતમાં કોઈ પણ જાણીતી કે અજાણી જગ્યાએ જવું હોય તો ગૂગલ મેપ્સ ઘણી બધી રીતે ઉપયોગી થાય છે.
તેમાં લાંબા સમયથી ‘ટ્રાન્ઝિટ ઇન્ફર્મેશન’ ઉપલબ્ધ છે, જેને કારણે ટ્રેન, મેટ્રો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ સંબંધિત વિવિધ માહિતી આપણે મેપ્સમાં મેળવી શકીએ છીએ. જેમ કે આપણે અમદાવાદમાં સેટેલાઇટ એરિયામાંથી કાલુપુર જવું હોય તો મેપ્સ એપ ઓપન કરીને નજીકના કયા બસ સ્ટેન્ડથી એએમટીએસની કઈ બસ કેટલા વાગે મેળવી શકાશે એ જાણી શકીએ છીએ.
સીધી બસ ન હોય તો રીક્ષામાં નજીકના મેટ્રો સ્ટેશન પહોંચીને ત્યાંથી કઈ મેટ્રો પકડવી એની વિગતો પણ મેપ્સમાં મળે!
આ બધી સુવિધાઓ હવે આઇફોનમાં એપલ મેપ્સમાં પણ આવી રહી છે.
જોકે એપલ કંપનીએ પોતે આ ફીચર ક્યારે લોન્ચ થશે તેની હજી વધુ વિગતો આપી નથી. આ લખાઇ રહ્યું છે ત્યારે અમુક યૂઝર્સને આઇફોનમાં એપલ મેપ્સમાં પબ્લિક ટ્રાન્ઝિટ વિગતો દેખાવા લાગી છે.
આ સુવિધા તમારા આઇફોનમાં એપલ મેપ્સમાં ઉપલબ્ધ થઈ જાય એ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટની વિવિધ સર્વિસમાંથી જે સેવાઓને આ ફીચર સપોર્ટ કરતું હશે તેને સંબંધિત ડિપાર્ચર અને અરાઇવલના ટાઇમ, કનેકશન્સ, રુટ તથા કેટલાક કિસ્સામાં ભાડાની વિગતો પણ જોઈ શકાશે. એપલ મેપ્સમાં બસ અને ટ્રેનનાં લોકેશન રિઅલ ટાઇમમાં જોઈ શકાશે તથા તેમાં કોઈ અવરોધ ઊભો થાય તો એ પણ જોવા મળશે.
આપણે ટ્રેન કે બસમાં મુસાફરી કરી રહ્યો હોઇએ ત્યારે આપણું પોતાનું સ્ટોપ કે સ્ટેશન નજીક હોય તેનો એલર્ટ પણ ફોનમાં મળશે. આપણે વારંવાર કોઈ નિશ્ચિત ટ્રાન્ઝિટ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ તો તેને સરળતાથી એક્સેસ કરવા માટે તેને પિન પણ કરી શકીશું.




