Science & Technology

હવે ChatGPT દ્વારા જનરેટ થયેલી ઈમેજીસ સાથે દેખાશે જાહેરાતો: OpenAIએ શરૂ કરી નવી વિઝ્યુઅલ એડ્સ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ઓપનએઆઈ હવે ChatGPT દ્વારા જનરેટ થતી ઈમેજીસની બાજુમાં વિઝ્યુઅલ ડિસ્પ્લે એડ્સ બતાવશે. કંપનીએ પોતાની જાહેરાત પ્રોડક્ટ લાઇનનો વ્યાપ વધારતાં આ નવો નિર્ણય લીધો છે. આ જાહેરાતો પર 'Ad'નું સ્પષ્ટ લેબલ હશે અને તે 1.2 અબજ સાપ્તાહિક યુઝર્સ સુધી પહોંચાડવામાં આવશે. આ પગલું ફ્રી અને ઓછા ખર્ચવાળા યુઝર્સને સપોર્ટ કરવા માટે લેવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ChatGPT દ્વારા જનરેટ થયેલી ઈમેજીસ સાથે દેખાશે જાહેરાતો: OpenAIએ શરૂ કરી નવી વિઝ્યુઅલ એડ્સ

ChatGPT Introduces Visual Ads In Images: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAI પોતાની જાહેરાત પ્રોડક્ટ લાઇનનો વ્યાપ વધારતાં હવે વિઝ્યુઅલ ડિસ્પ્લે એડ્સ શરૂ કરી રહી છે. આ નવી જાહેરાતો ChatGPT દ્વારા તૈયાર કરવામાં આવતી ઈમેજીસની બાજુમાં પ્રદર્શિત કરવામાં આવશે. ઓનલાઇન જાહેરાતકર્તાઓને આકર્ષવા અને ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી પહોંચવા માટે કંપનીએ આ નવો રસ્તો અપનાવ્યો છે.

પ્રારંભિક ટેસ્ટ ગ્રૂપમાં સામેલ જાહેરાતકર્તાઓ આ સ્પેસમાં પોતાના ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરશે. કંપનીના જણાવ્યા મુજબ, આ જાહેરાતો પર સ્પષ્ટપણે 'Ad'નું લેબલ હશે જેથી તે ChatGPTના સામાન્ય જવાબો વચ્ચે કોઈ ખલેલ પહોંચાડશે નહીં.

ChatGPTના 1.2 અબજ સાપ્તાહિક યુઝર્સ પર નજર

ફ્રી અને લો-કોસ્ટ યુઝર્સ માટે જાહેરાતો: OpenAIએ પોતાના ફ્રી અને ઓછા ખર્ચવાળા સબસ્ક્રિપ્શન પ્લાન્સને સપોર્ટ કરવા માટે ચાલુ વર્ષની શરૂઆતમાં એડ્સ શરૂ કરી હતી, જેનો ઓગસ્ટ મહિનામાં ભારતમાં પણ વિસ્તાર કરવામાં આવ્યો હતો.

વિઝ્યુઅલ કેમ્પેઈન: હવે કંપની એવા જાહેરાતકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેઓ પોતાના પ્રમોશનમાં વિઝ્યુઅલ ઈમેજનો વધુ ઉપયોગ કરવા માંગે છે.

વૈશ્વિક પહોંચ અને યૂઝર અનુભવ: આ એડ્સ આખરે ChatGPTના વિશ્વભરના 1.2 અબજ સાપ્તાહિક યૂઝર્સ સુધી પહોંચાડવામાં આવશે. જોકે, આવી જાહેરાતોના કારણે કેટલાક યૂઝર્સના ઉપયોગના અનુભવ પર નકારાત્મક અસર પડી શકે છે તેવી પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

એડ ટ્રેકિંગ ટૂલ્સ અને પાર્ટનરશિપનો વિસ્તાર

ડિસ્પ્લે જાહેરાતોની સાથે-સાથે OpenAI એડ ટ્રેકિંગ અને મેઝરમેન્ટ પાર્ટનરશિપ પણ મજબૂત બનાવી રહી છે.

એટ્રિબ્યુશન સોલ્યુશન્સ: કંપનીએ AppsFlyer, Triple Whale, Adjust, DV Rockerbox, Northbeam, Branch, Singular, Kochava, Airbridge અને Tenjin જેવા પ્લેટફોર્મ્સ સાથે ક્લિક એટ્રિબ્યુશન માટે કરાર કર્યા છે.

ફુલ-ફનલ મેઝરમેન્ટ: જાહેરાતોના સચોટ એનાલિટિક્સ માટે Fospha, Measured અને INCRMNTAL સાથે ભાગીદારી કરવામાં આવી છે.

બ્રાન્ડ સુરક્ષા અને પ્રયોગો

ભૌગોલિક પ્રયોગો: OpenAIએ જાહેરાતો સંબંધિત ભૌગોલિક ટેસ્ટિંગ કરવા માટે Haus, Measured અને WorkMagic સાથે હાથ મિલાવ્યા છે.

બ્રાન્ડ સૂટેબિલિટી: જાહેરાતકર્તાઓ માટે પ્લેટફોર્મનું વાતાવરણ સલામત છે કે નહીં તે ચકાસવા માટે DoubleVerify અને Integral Ad Science સાથે મળીને બ્રાન્ડ સૂટેબિલિટી પાઇલટ્સ ડેવલપ કરવામાં આવી રહ્યા છે.