Science & Technology

લો હવે ગાયના છાણથી ચાલતું ટ્રેક્ટર આવ્યું માર્કેટમાં, જાણો ખાસિયત

By GS Team
12 Jan 20232 mins read
This article was originally published on 12 Jan 2023
TukuTouch Logo
ભારતીય સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ રહેલું છે. અને ગાયનું દુધ, છાસ, ઘી, છાણ વગેરે ઘણુ જ ઉપયોગી છે. જેમા આપણે બધાએ ગાયના છાણમાંથી ખાતર અને રંગ બનાવવાનું તો સાંભળ્યું જ હશે. પરંતુ આજે તમને જે વાત કરવાની છે તે ગાયના છાણમાથી એક ટ્રેકટર પણ ચલાવી શકાય છે તે જાણીને નવાઈ પામશો. હા આ વાત સાચી છે. ગાયના છાણથી ચાલતું ટેક્ટર બનાવવામાં આવ્યુ છે. એક રિપોર્ટ મુજબ ગાયના છાણમાંથી ખેતીના યંત્રો ચલાવવામાં આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એક એવુ ટ્રેક્ટર તૈયાર કરવામાં આવ્યુ છે જે છાણથી ચાલશે. અને આ ટ્રેક્ટરનું નામ ટી7 રાખવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લો હવે ગાયના છાણથી ચાલતું ટ્રેક્ટર આવ્યું માર્કેટમાં, જાણો ખાસિયત
image Twitter

તા.12 જાન્યુઆરી 2023, ગુરુવાર

ભારતીય સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ રહેલું છે. અને ગાયનું દુધ, છાસ, ઘી, છાણ વગેરે ઘણુ જ ઉપયોગી છે. જેમા આપણે બધાએ ગાયના છાણમાંથી ખાતર અને રંગ બનાવવાનું તો સાંભળ્યું જ હશે. પરંતુ આજે તમને જે વાત કરવાની છે તે ગાયના છાણમાથી એક ટ્રેકટર પણ ચલાવી શકાય છે તે જાણીને નવાઈ પામશો. હા આ વાત સાચી છે. ગાયના છાણથી ચાલતું  ટેક્ટર બનાવવામાં આવ્યુ છે. એક રિપોર્ટ મુજબ ગાયના છાણમાંથી ખેતીના યંત્રો ચલાવવામાં આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એક એવુ ટ્રેક્ટર તૈયાર કરવામાં આવ્યુ છે જે છાણથી ચાલશે. અને આ ટ્રેક્ટરનું નામ ટી7 રાખવામાં આવ્યું છે. 

જાણો શુ છે આ ટ્રેક્ટરની ખાસિયત 

બ્રિટીશ વૈજ્ઞાનિકોએ ગાયના છાણથી ચલાવી શકાય તેવા એક ટ્રેક્ટરનું નિર્માણ કર્યુ છે. આ ટ્રેક્ટર બેનામન નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. અને તેણે દાવો કર્યો છે કે આ ટ્રેક્ટરનુ પરફોમન્ય સામાન્ય ટ્રેક્ટરો જેવુ જ રહેશે અને તે પ્રદુષણ પણ ઓછુ કરશે. આ ટ્રેક્ટર માટે લગભગ 100 ગાયોના છાણને ભેગુ કરીને બાયોમિથેન સ્વરુપે બદલવામાં આવ્યું છે. 

ક્રાયોજેનિક ટાંકી ગાયના છાણને બળતણમાં કેવી રીતે બદલે છે?

ટી7  ટ્રેક્ટરમાં ક્રાયોજેનિક ટાંકી લગાવવામાં આવી છે. આ બળતણની પ્રવાહીતા જાળવી રાખશે. ક્રાયોજેનિક ટાંકી 160 ડિગ્રી તાપમાનમાં બાયોમીથેનને લિક્વિફાઇડ કરે છે. છાણથી બનેલા આ ઈંધણથી 270 બીએચપી ટ્રેક્ટર સરળતાથી ચાલી શકે છે. બ્રિટીશ વૈજ્ઞાનિકોએ ગાયના છાણમાથી મળતી મિથેન ગેસનો ઉપયોગ આ ટ્રેક્ટર ચલાવવા માટે કર્યો છે. આ જેવી રીતે સીએનજી ગેસના ઉપયોગથી આપણે ગાડીઓ ચલાવીએ છીએ તેજ રીતે આ ગેસથી ટ્રેક્ટર ચલાવવામાં આવશે. 

આ ટ્રેક્ટરથી ખેડુતોના ખર્ચમાં ઘણો ફાયદો થશે

ખેડુતોને આ ટ્રેક્ટર મળ્યા પછી તેમના ખર્ચમાં મોટો સુધારો જોવા મળશે. અને ખેડુતોના વધુ પ્રમાણમાં થતા ખર્ચ બચતા તેઓ વધારાની રકમને તેમની ખેતીમાં ઉપયોગ કરી શકશે. જેનાથી ખેડુતોને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે જરુરીયાત પ્રમાણે ભવિષ્યમાં તેમા નવા પરિક્ષણ કરી સુધારા પણ કરવામાં આવશે.