Science & Technology

ઇલેક્ટ્રિસિટી ગુલ થઈ જાય તો પણ ટેન્શન નહીં! SpaceXનું નવું બેટરીવાળું Starlink Mini આપશે નોન-સ્ટોપ સેટેલાઇટ ઇન્ટરનેટ

By GS Team
26 May 20263 mins read
TukuTouch Logo
ઇલોન મસ્કની સ્પેસ કંપની SpaceX તેના સૌથી નાના સેટેલાઇટ ઇન્ટરનેટ ડિશ 'Starlink Mini'નું એક નવું અને અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, આ નવી ડિશ ઇન-બિલ્ટ બેટરી સાથે આવશે. એક રિપોર્ટ અનુસાર, આ ડિવાઇસના મે મહિનાના ફર્મવેર અપડેટમાં આ અંગેના સંકેતો મળ્યા છે. આ નવી ટેક્નોલોજીના કારણે વૅનલાઈફર્સ એટલે કે ગાડીઓમાં પ્રવાસ કરનારા, ટ્રાવેલર્સ અને ઇમરજન્સી રિસ્પોન્ડર્સ એટલે કે આફતના સમયે મદદ કરનારી ટીમને પૃથ્વીના કોઈપણ ખૂણેથી વાયરના બંધન વિના હાઇ-સ્પીડ અને લો-લેટન્સી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇલેક્ટ્રિસિટી ગુલ થઈ જાય તો પણ ટેન્શન નહીં! SpaceXનું નવું બેટરીવાળું Starlink Mini આપશે નોન-સ્ટોપ સેટેલાઇટ ઇન્ટરનેટ

New Starlink Mini: ઇલોન મસ્કની સ્પેસ કંપની SpaceX તેના સૌથી નાના સેટેલાઇટ ઇન્ટરનેટ ડિશ 'Starlink Mini'નું એક નવું અને અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, આ નવી ડિશ ઇન-બિલ્ટ બેટરી સાથે આવશે. એક રિપોર્ટ અનુસાર, આ ડિવાઇસના મે મહિનાના ફર્મવેર અપડેટમાં આ અંગેના સંકેતો મળ્યા છે. આ નવી ટેક્નોલોજીના કારણે વૅનલાઈફર્સ એટલે કે ગાડીઓમાં પ્રવાસ કરનારા, ટ્રાવેલર્સ અને ઇમરજન્સી રિસ્પોન્ડર્સ એટલે કે આફતના સમયે મદદ કરનારી ટીમને પૃથ્વીના કોઈપણ ખૂણેથી વાયરના બંધન વિના હાઇ-સ્પીડ અને લો-લેટન્સી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી રહેશે.

ફર્મવેર કોડિંગમાંથી સામે આવ્યા આ સંકેતો

Starlink Miniના મે મહિનાના ફર્મવેર રિલીઝમાં કેટલાક એવા કોડ જોવા મળ્યા છે, જે આ ડિવાઇસમાં ઇન્ટિગ્રેટેડ બેટરી હોવાનો દાવો કરે છે. આ ફર્મવેરમાં "message DishBatteryStats" નામની લાઇન જોવા મળી છે, જે આંતરિક બેટરીની માહિતી જેમ કે બેટરી કેટલા ટકા ચાર્જ છે તેની ચોક્કસ વિગતો આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, જો આ ડિશને બહારની કોઈ થર્ડ-પાર્ટી પાવર બેંક સાથે જોડવામાં આવતી હોત, તો સ્ટારલિંકનું ફર્મવેર આ રીતે તેની વિગતો રીડ ન કરી શકત. આ જ બાબત સાબિત કરે છે કે તેમાં ઇન-બિલ્ટ બેટરી આપવામાં આવી છે.

પાવર સપ્લાય માટે મળશે 3 અલગ-અલગ વિકલ્પો

લીક થયેલા ફર્મવેર કોડ અનુસાર, આ નવી ડિશ 3 અલગ-અલગ પાવર સ્ટેટ્સ પર કામ કરી શકશે. આનો અર્થ એ થાય કે આ યુનિટને સીધા USB-C સોર્સથી, તેની પોતાની ઇન્ટરનલ બેટરીથી અથવા તો આ બંને પદ્ધતિથી એકસાથે પાવર આપી શકાશે. આ પ્રકારના પાસ-થ્રુ સપોર્ટને કારણે બેટરીની લાઈફ વધશે અને ડિશ લાંબા સમય સુધી ખરાબ થયા વગર વધુ ટકાઉ રહેશે.

હાલના વિકલ્પો છે ખૂબ જ ખર્ચાળ

અત્યારની સ્થિતિની વાત કરીએ તો, લો અર્થ ઓર્બિટમાં રહેલા 10,000થી વધુ સેટેલાઇટ્સ સાથે કનેક્ટ થવા માટે Starlink Miniને ડાયરેક્ટ પ્લગ-ઇન પાવર સોર્સ અથવા પોર્ટેબલ બેટરીની જરૂર પડે છે. બજારમાં PeakDo LinkPower સિરીઝ જેવી બેટરીઓ ઉપલબ્ધ છે જે આ ડિશની પાછળ ફિટ થઈ જાય છે, પરંતુ આ તમામ વિકલ્પો ખૂબ ખર્ચાળ છે અને તેનું સોફ્ટવેર પણ એટલું ભરોસાપાત્ર નથી.

નવા ડિવાઇસમાં શું ખાસ જોવા મળશે?

બેટરીથી ચાલતું આ નવું Starlink Mini ડિવાઇસ સત્તાવાર સ્ટારલિંક એપ સાથે એકદમ સીમલેસ રીતે કામ કરશે અને તેને SpaceXની ઓફિશિયલ વોરંટીનો સપોર્ટ પણ મળશે. આ ડિશને ટ્રાવેલ ફ્રેન્ડલી અને શક્ય એટલી નાની બનાવવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આમાં એરલાઇન-ફ્રેન્ડલી 99Whની બેટરી આપવામાં આવી શકે છે, જે પ્લેનમાં મુસાફરી દરમિયાન પણ સાથે લઈ જઈ શકાય. આ પાવરફુલ બેટરી સિંગલ ચાર્જ પર 5 કલાકથી વધુનો રનટાઇમ એટલે કે ઇન્ટરનેટ બેકઅપ આપી શકે છે. SpaceXના આ નવા કદમથી રિમોટ લોકેશન પર કામ કરતા લોકો અને એડવેન્ચરના શોખીનો માટે ઇન્ટરનેટનો વપરાશ અતિશય સરળ બની જશે.