Science & Technology

ફેસબુકથી ચેતીને રહેજો, AIને ટ્રેન કરવા માટે યુઝરના કેમેરા રોલમાં રહેલાં ફોટાનો ઉપયોગ કરી રહ્યું છે મેટા

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
મેટા હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ માટે યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટાનો પણ તેઓ ઉપયોગ કરી રહ્યા છે. આ ફોટાનો ઉપયોગ મેટા AIને ટ્રેન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. મેટા હાલમાં એક નવું ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટા માટે AI કેટલાક ફોટા એડિટ કરીને સૂચન કરશે જેથી યુઝર સીધા એને ફેસબુક પર શેર કરી શકે. આ એવા જ ફોટા હશે જેને યુઝરે પ્લેટફોર્મ પર શેર ન કર્યા હોય અને કેમેરા રોલમાં એટલે કે ફોટા આલ્બમમાં હોય.

Summarized by AI; it may make mistakes. Check important info

ફેસબુકથી ચેતીને રહેજો, AIને ટ્રેન કરવા માટે યુઝરના કેમેરા રોલમાં રહેલાં ફોટાનો ઉપયોગ કરી રહ્યું છે મેટા

Meta Using Camera Roll Photo: મેટા હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ માટે યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટાનો પણ તેઓ ઉપયોગ કરી રહ્યા છે. આ ફોટાનો ઉપયોગ મેટા AIને ટ્રેન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. મેટા હાલમાં એક નવું ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટા માટે AI કેટલાક ફોટા એડિટ કરીને સૂચન કરશે જેથી યુઝર સીધા એને ફેસબુક પર શેર કરી શકે. આ એવા જ ફોટા હશે જેને યુઝરે પ્લેટફોર્મ પર શેર ન કર્યા હોય અને કેમેરા રોલમાં એટલે કે ફોટા આલ્બમમાં હોય.

આ નવું ફીચર કેવી રીતે કામ કરશે?

આ નવા ફીચરને હાલમાં કેટલાક યુઝર સાથે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. તેઓ જ્યારે સ્ટોરી ક્રિએટ કરવા જાય ત્યારે તેમને યુઝરના કેમેરા રોલના કેટલાક ફોટાઓને એડિટ કરેલાં દેખાડવામાં આવશે. આ ફોટાઓને ક્લાઉડ પ્રોસેસિંગ દ્વારા એડિટ કરવામાં આવ્યા હશે જેને યુઝર સ્ટોરીમાં સીધા શેર કરી શકે છે. આ માટે યુઝરે ફોટાઓને એડિટ કરવાની જરૂર નથી રહેતી કારણ કે એને પહેલેથી જ મેટા AI દ્વારા એડિટ કરવામાં આવ્યા હશે. હવે એમાં નવા ફીચરનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેમાં કોલાજ, રીકૅપ્સ અને ફોટાઓને AI એડિટ પણ કરશે.

મેટા AIની ટર્મ ઓફ સર્વિસ શું છે?

ફેસબુક દ્વારા તેમની આ સર્વિસ વિશે સ્પષ્ટતા પણ આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે AI ફીચર માટે યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટાઓને ઓટોમેટિક અપલોડ કરવામાં આવશે. આ સાથે જ સમય, તારીખ, લોકેશન અને ફોટો કેવા પ્રકારનો છે એ દરેક ડેટાને પણ અપલોડ કરવામાં આવશે. એના આધારે યુઝર માટે પર્સનલાઈઝ ફોટા એડિટ કરવામાં આવશે અને સજેસ્ટ કરવામાં આવશે. આ સાથે જ મેટાએ એ પણ કહ્યું છે કે આ ડેટાનો ઉપયોગ તેઓ એડ્સ ટાર્ગેટ કરવા માટે નહીં કરશે. જોકે મેટાની આ સર્વિસનો સ્વીકાર કરવાથી યુઝર મેટાને પરવાનગી આપશે જેનાથી યુઝરના તમામ ફોટાઓને AI એનાલાઇઝ કરી શકે. આ ફીચર સાંભળવામાં સામાન્ય છે, પરંતુ એનાથી યુઝરને પ્રાઈવસીનો ખતરો રહેલો છે.

આ પણ વાંચો: સર્વેલન્સથી કમાણી કરશે ભારત: સેટેલાઇટ સર્વિસ માટે વિશ્વભરના દેશો કરી રહ્યાં છે ઇન્ડિયાનો સંપર્ક

પર્સનલ ઇન્ફર્મેશનનો ઉપયોગ કરવા માટે પરવાનગી

મેટા AIની ટર્મ્સમાં યુઝર કંપનીને તેમની પર્સનલ ઇન્ફોર્મેશન તેમના પાસે રાખવા અને તેનો ઉપયોગ કરવા માટે પરવાનગી પણ આપે છે. કંપની કહે છે કે આ ડેટા તેઓ AI દ્વારા આપવામાં આવતાં આઉટપુટ માટે કરે છે, પરંતુ કંપની એ ડેટાને સ્ટોર પણ કરી શકે છે. મેટા AI દ્વારા યુઝરે જે પણ વાતચીત કરી હોય એને પણ રિવ્યૂ કરવામાં આવી શકે છે. આ રિવ્યૂ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોવાથી તેઓ આ ફોટાઓ જોઈ શકે છે.