Science & Technology

સર્વેલન્સથી કમાણી કરશે ભારત: સેટેલાઇટ સર્વિસ માટે વિશ્વભરના દેશો કરી રહ્યાં છે ઇન્ડિયાનો સંપર્ક

By GS Team
28 Jun 20253 mins read
This article was originally published on 28 Jun 2025
TukuTouch Logo
દુનિયામાં હાલમાં યુદ્ધનો માહોલ છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન અને ઈઝરાયેલનું ભલે સીઝફાયર થયું હોય, પરંતુ એનો અંત નથી આવ્યો. યુદ્ધ જ્યારે પણ થાય છે ત્યારે એ દેશને નુકસાન થાય છે, પરંતુ હથિયાર બનાવતાં દેશને હંમેશાં ફાયદો થાય છે. આ યુદ્ધ થઈ રહ્યા હોવાથી હવે ભારતને પણ ઘણો ફાયદો થશે, એવા એંધાણ છે. સતત યુદ્ધનો ડર રહેતાં હવે અન્ય દેશ પણ તેમની સુરક્ષામાં વધારો કરી રહ્યા છે. આ માટે હવે તેઓ ભારતીય કંપની તરફ નજર કરી રહ્યા છે. ભારત પાસે પણ હવે પૈસા કમાવાની તક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સર્વેલન્સથી કમાણી કરશે ભારત: સેટેલાઇટ સર્વિસ માટે વિશ્વભરના દેશો કરી રહ્યાં છે ઇન્ડિયાનો સંપર્ક

Satellite Surveillance Services: દુનિયામાં હાલમાં યુદ્ધનો માહોલ છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન અને ઈઝરાયેલનું ભલે સીઝફાયર થયું હોય, પરંતુ એનો અંત નથી આવ્યો. યુદ્ધ જ્યારે પણ થાય છે ત્યારે એ દેશને નુકસાન થાય છે, પરંતુ હથિયાર બનાવતાં દેશને હંમેશાં ફાયદો થાય છે. આ યુદ્ધ થઈ રહ્યા હોવાથી હવે ભારતને પણ ઘણો ફાયદો થશે, એવા એંધાણ છે. સતત યુદ્ધનો ડર રહેતાં હવે અન્ય દેશ પણ તેમની સુરક્ષામાં વધારો કરી રહ્યા છે. આ માટે હવે તેઓ ભારતીય કંપની તરફ નજર કરી રહ્યા છે. ભારત પાસે પણ હવે પૈસા કમાવાની તક છે.

કયા દેશો ભારતીય કંપનીનો સંપર્ક કરી રહ્યા છે?

સતત યુદ્ધનો માહોલ બની રહેતાં હવે ઘણાં દેશો અન્ય દેશો પર નજર રાખી રહ્યા છે. આ માટે તેમને સેટેલાઈટ્સની જરૂર પડે છે. આથી ઓસ્ટ્રેલિયા, નોર્વે, હંગેરી, પોલેન્ડ અને વેસ્ટ એશિયાના અન્ય દેશો દ્વારા ભારતીય કંપનીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અન્ય દેશો પર સેટેલાઈટ દ્વારા નજર રાખવા માટે ભારતીય પ્રાઈવેટ સ્પેસ કંપનીઓને ઘણી સારી ઓફર માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

ભારતીય કંપનીઓને કેવી રીતે થશે ફાયદો?

એક મેગેઝિનના રિપોર્ટ મુજબ ઘણાં દેશો હવે ભારતીય કંપનીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. એમાં આલ્ફા ડિઝાઇન કંપનીનો પણ સમાવેશ થાય છે. આ કંપનીમાં અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ દ્વારા ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. ઘણા દેશો પાસે પોતાના સેટેલાઈટ્સ પ્રોગ્રામ નથી અને તેથી તેઓ આ માટે અન્ય દેશ પાસેથી સર્વિસ ખરીદી રહ્યા છે. યુદ્ધનો ભય હોવાથી હવે દરેક દેશ દુશ્મન દેશ પર નજર રાખવા માગે છે. ભારતના ઘણા દેશો સાથે સારા સંબંધ હોવાથી હવે તેઓ ભારતીય કંપનીઓનો સંપર્ક કરી રહ્યા છે. આ માટે બન્ને દેશોને ફાયદો થઈ શકે છે.


કેટલા રૂપિયાના કોન્ટ્રાક્ટ કરવામાં આવી રહ્યા છે?

અમેરિકાની બોઇંગ, લોકહીડ માર્ટિન અને નૉર્થોપ ગ્રુમ્મેન જેવી કંપનીઓને મોટા-મોટા કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. જોકે ભારતીય કંપનીઓને 5થી 25 મિલિયન અમેરિકન ડૉલર સુધીના કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. સ્પેસ સેક્ટરમાં કામ કરતી ઘણી ભારતીય કંપનીઓ બહુ ઝડપથી આગળ વધી રહી છે. 2020માં લોન્ચ કરવામાં આવેલા IN-SPACe પ્રોગ્રામ બાદ ઘણી કંપનીઓ હવે અંતરિક્ષમાં રસ દેખાડી રહી છે.

કોને મળી રહ્યા છે ઓર્ડર?

બેંગલુરુની અનંત ટેક્નોલોજીઝ અને દિગંતરને ઓસ્ટ્રેલિયા તરફથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપની અંતરિક્ષમાં તેમની સેટેલાઈટ રાખશે અને એ ડેટાને અન્ય દેશો સાથે શેર કરશે. ચેન્નઈની કંપની GalaxEye સ્પેસ દ્વારા તેમની પહેલી સર્વેલન્સ સેટેલાઈટને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લાં થોડા સમયમાં ઘણી કંપનીઓ અંતરિક્ષના પ્રોગ્રામ કરી રહી છે. એમાં સ્કાયરૂટ એરોસ્પેસ, અગ્નિકુલ કોસ્મોસ, પિક્સેલ, બેલાટ્રિક્સ એરોસ્પેસ અને ધ્રુવ સ્પેસનો સમાવેશ થાય છે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા દેશનું પહેલું રોકેટ વિક્રમ-Sને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કંપની વિક્રમ સિરીઝ માટે લોન્ચ વ્હીકલ બનાવી રહી છે. આ કંપની હવે ખૂબ જ ઓછા પૈસામાં સેટેલાઈટ બનાવી એને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: ટોલ બચાવવું બન્યું સરળ: આ માટે ઉપયોગ કરો રાજમાર્ગયાત્રાના નવા ફીચરનો

આ માર્કેટ કેટલું મોટું છે?

સ્પેસ સેક્ટર માર્કેટ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. એડવાન્સ ટેક્નોલોજી અને કમર્શિયલાઈઝેશનને કારણે એમાં ઘણી કંપનીઓ દાખલ થઈ રહી છે. 2023માં આ માર્કેટ 570 બિલિયન અમેરિકન ડૉલરનું હતું. 2035 સુધીમાં એ 1.8 ટ્રિલિયન અમેરિકન ડૉલરનું થવાની સંભાવના છે. ભારતનું સ્પેસ માર્કેટ પણ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આ માર્કેટ હાલમાં 8.4 બિલિયન અમેરિકન ડૉલરનું છે. 2033 સુધીમાં એ 44 બિલિયન અમેરિકન ડૉલરનું થવાની શક્યતા છે. એમાં 11 બિલિયન અમેરિકન ડૉલરના એક્સપોર્ટ સર્વિસનો પણ સમાવેશ થાય છે. દુનિયાના માર્કેટમાં ભારતીય સ્પેસ માર્કેટનું યોગદાન હાલમાં બે ટકાથી પણ ઓછું છે. જોકે 2033 સુધીમાં એ સાતથી આઠ ટકા હશે એવી શક્યતા છે.