Science & Technology

મેટાએ લોન્ચ કરી દીધી Instagram TV એપ, Google TV પર એનો ઉપયોગ કરી શકશે યુઝર્સ…

By GS Team
25 Feb 20262 mins read
TukuTouch Logo
Instagram દ્વારા તેની Instagram for TV એપને અમેરિકામાં Google TV માટે લોન્ચ કરવામાં આવી છે. મેટા દ્વારા ડિસેમ્બરમાં Amazon Fire TV પર સૌથી પહેલાં આ એપની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજે બે મહિના બાદ હવે Google TV માટે પણ આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. શરૂઆતમાં આ સર્વિસ દ્વારા યુઝર્સને તેમના મોબાઇલ સ્ક્રીનથી બહાર એટલે કે ટીવી પર રીલ્સ જોવા માટે એપને રજૂ કરવામાં આવી હતી. જોકે હવે યુઝર્સ સીધા ટીવી પર Instagram પોસ્ટ્સ પણ બ્રાઉઝ કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેટાએ લોન્ચ કરી દીધી Instagram TV એપ, Google TV પર એનો ઉપયોગ કરી શકશે યુઝર્સ…

Instagram TV App: Instagram દ્વારા તેની Instagram for TV એપને અમેરિકામાં Google TV માટે લોન્ચ કરવામાં આવી છે. મેટા દ્વારા ડિસેમ્બરમાં Amazon Fire TV પર સૌથી પહેલાં આ એપની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજે બે મહિના બાદ હવે Google TV માટે પણ આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. શરૂઆતમાં આ સર્વિસ દ્વારા યુઝર્સને તેમના મોબાઇલ સ્ક્રીનથી બહાર એટલે કે ટીવી પર રીલ્સ જોવા માટે એપને રજૂ કરવામાં આવી હતી. જોકે હવે યુઝર્સ સીધા ટીવી પર Instagram પોસ્ટ્સ પણ બ્રાઉઝ કરી શકે છે.

YouTubeને ટક્કર આપવા માટે આવી Instagram TV એપ

ટીવીની દુનિયામાં YouTube સૌથી આગળ છે અને હવે એને પડકાર આપવા માટે Instagram એ TV એપ લોન્ચ કરી છે. કંપની ઇચ્છે છે કે યુઝર્સ સોફા પર બેસીને ટીવી એપ પર તેમના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોવાનું પસંદ કરે. ટીવી પર જે રીતે ચેનલ્સ ફેરવતા હોય તેમ જ હવે રીલ્સને પણ જોવામાં આવે. ખાસ વાત એ છે કે TikTok દ્વારા પણ આ જ કારણસર ટીવી એપ બનાવી હતી. જોકે આ એપ્લિકેશન ભારતમાં બેન છે.

ઓટો-પ્લેઇંગ રીલ્સ સાથે પર્સનલ એક્સપિરિયન્સને મહત્ત્વ

Instagram for TV એપ યુઝર્સને વ્યક્તિગત અનુભવ આપે છે. યુઝર્સ મોબાઇલ પર Instagramમાં જે રીલ્સ જોતો હોય એટલે કે તેને જેમાં ઇન્ટરેસ્ટ હોય એવી રીલ્સ અને તેના ફોલો કરેલા ક્રિએટર્સના કન્ટેન્ટને ટીવી પર દેખાડવામાં આવશે. રીલ્સને કોમેડી, મ્યુઝિક અને લાઇફસ્ટાઇલ જેવા ચેનલ્સ અને વિષયોના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. એપ આપમેળે રીલ્સ ચલાવે છે જેથી યુઝર્સને આગળની વીડિયો જોવા માટે હાથથી સ્ક્રોલ કરવાની જરૂર ન પડે.

આ પણ વાંચો: બ્રહ્માંડનો સૌથી મોટો તારો ફાટવાની તૈયારીમાં: સૂર્ય કરતાં 1500 ગણો મોટો…

Instagram અકાઉન્ટ લિંક કરવાની સુવિધા

Instagram for TV એપ યુઝર્સને રીલ્સ લાઈક કરવા, કોમેન્ટ્સ જોવા અને ફરીથી શેર કરવાની પણ મંજૂરી આપે છે. યુઝર્સ એપને તેમના પોતાના Instagram અકાઉન્ટ સાથે લિંક પણ કરી શકે છે. યુઝર્સ એક જ ઘરમાં આ TV એપ્લિકેશનમાં એક સાથે પાંચ અકાઉન્ટનો સમાવેશ કરી શકે છે. તેઓ TV પર કન્ટેન્ટ જોવા માટે અલગથી નવું અકાઉન્ટ પણ બનાવી શકે છે.