હવે ઈન્સ્ટાગ્રામ પર નહીં દેખાય અશ્લીલ કન્ટેન્ટ, મેટાએ રિકમેન્ડેશન એલ્ગોરિધમમાં કર્યો મોટો ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meta Change Algorithm: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર યુઝર્સને કેવી પોસ્ટ અને વીડિયો દેખાશે તેના પર Meta એ પોતાની રિકમેન્ડેશન અને રેન્કિંગ આપતી સિસ્ટમમાં ફેરબદલ કરી છે. કંપનીનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ યુઝર્સની પસંદ અને તેમની એક્ટિવિટીના આધારે કન્ટેન્ટ બતાવે છે. જોકે, આપત્તિજનક, સંવેદનશીલ કે ઓછી ક્વોલિટી હોય તેવા કન્ટેન્ટને ભલામણોમાંથી બચાવવાનો પ્રયત્ન કારવમાં આવશે. સરકારી નિર્દેશો પર કરવામાં આવેલા આ બદલાવ બાદ ઇન્સ્ટાગ્રામના એક્સપ્લોર, રીલ્સ અને ફીડમાં દેખાતી ભલામણો પર અસર પડી શકે છે.
મેટા અનુસાર, ઇન્સ્ટાગ્રામ જે એકાઉન્ટને યુઝર્સ ફોલો નથી કરતાં તેમનું કન્ટેન્ટ બતાવવામાં આવે છે. આ માટે કંપની યુઝર્સની પસંદ, તેમની એક્ટિવિટી અને અગાઉ જોવાયેલા કન્ટેન્ટનું ધ્યાન રાખે છે. દાખલા તરીકે, જો કોઈ યુઝર હોટેલ કે પુસ્તક સાથે જોડાયેલી પોસ્ટ જુએ છે તો તેને ખાણી-પીણી, રેસીપી અને પુસ્તકો સાથે જોડાયેલો કન્ટેન્ટ વધારે બતાવવામાં આવી શકે છે.
આપત્તિજનક કન્ટેન્ટ પર લાગશે રોક
કંપનીએ જણાવ્યું કે, તે પોતાની રેકોમેન્ડેશન સિસ્ટમ માટે અમુક ખાસ નિયમોનો ઉપયોગ કરે છે. આ નિયમોનો હેતુ એવા કન્ટેન્ટને ભલામણોમાં આવવાથી અટકાવવાનો છે, જે ઓછી ગુણવત્તા વાળો, આપત્તિજનક કે વધુ સંવેદનશીલ હોય. આ માટે મેટા ટેકનોલોજીની મદદથી આ નિયમોનું પાલન નથી કરતાં તેવા કન્ટેન્ટ અને એકાઉન્ટની ઓળખ કરે છે. મેટાના આ બદલાવની અસર ખાસ કરીને યુઝર્સને નવા એકાઉન્ટ અને કન્ટેન્ટ શોધવામાં મદદ કરતાં ઇન્સ્ટાગ્રામ એક્સપોલર, રીલ્સ અને ફીડમાં પડશે.
સરકારે ઉઠાવ્યો હતો વાંધો
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ 10 ઓકટોબરે એડવાઇઝરી જાહેર કરીને મેટાને પોતાના કન્ટેન્ટ રિકમેન્ડેશન અને રેન્કિંગ સિસ્ટમની સમીક્ષા કરવા કહ્યું હતું. સોશિયલ મીડિયાનો અલગોરિધમ ખોટી અને ભ્રામક માહિતી સાથે આપત્તિજનક કન્ટેન્ટને પણ મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચાડી શકે છે તેની સરકારને ચિંતા હતી. આ બાદ મેટાએ ભારતમાં ઇન્સ્ટાગ્રામના સિસ્ટમને સુધારવા માટે AI આધારિત ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો છે. જોકે, કંપનીએ આ ફેરબદલને ડાયરેક્ટ સરકારી એડવાઇઝરીનું પરિણામ નથી બતાવ્યું.




