પોલીસની ગાડીઓમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવાની વ્યવસ્થામાં ફેરફાર, પોલીસ સ્ટેશનોને અપાઈ નવી સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા શહેર પોલીસની સરકારી ગાડીઓમાં પેટ્રોલ અને ડીઝલ પુરાવવાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ શહેર પોલીસની ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતની ગાડીઓમાં પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જ પેટ્રોલ અને ડીઝલ ભરાવવામાં આવતું હતું. જોકે, ગત 1 નવેમ્બરથી અમલમાં આવે તે રીતે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. હવે દરેક પોલીસ સ્ટેશનની સરકારી ટુ-વ્હીલર કે ફોર-વ્હીલરમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે નજીકના પેટ્રોલ પંપ પર જવાનું રહેશે.
નવી વ્યવસ્થા મુજબ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રની નજીક આવેલા પેટ્રોલ પંપ પરથી જ વાહનોમાં ઇંધણ ભરાવવાનું રહેશે. અત્યાર સુધી તમામ પોલીસ વાહનો માટે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ઇંધણ ભરાવવાની કેન્દ્રીય વ્યવસ્થા હતી. તેમાં ફેરફાર કરીને હવે પોલીસ સ્ટેશન દીઠ નજીકના પેટ્રોલ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે.
જોકે, આ નિર્ણયને લઈને પોલીસ બેડામાં ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. અગાઉ એક જ સ્થળેથી ઇંધણ ભરાવવાની વ્યવસ્થા હતી, જ્યારે હવે અલગ અલગ પોલીસ સ્ટેશનના વાહનોને નજીકના પેટ્રોલ પંપ પર જવું પડશે. આ ફેરફાર પાછળનું કારણ, નવી વ્યવસ્થામાં ઇંધણના હિસાબ અને દેખરેખની જવાબદારી તેમજ પોલીસ કર્મચારીઓ પર વધનારી કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.




