Sports

IPL 2027: 81 ખેલાડીની બાદબાકી બાદ હવે 10 ટીમો પાસે 298 કરોડ રૂપિયા, ગુજરાતનું બજેટ સૌથી ઓછું; જુઓ LIST

By GS Team
17 Nov 20267 mins read
TukuTouch Logo
IPL 2027 મેગા ઓક્શન પહેલાં 10 ફ્રેન્ચાઈઝીઓએ રિટેન-રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. કુલ 81 ખેલાડીઓને મુક્ત કરાયા, જ્યારે 14 ખેલાડીઓની ટ્રેડ વિન્ડો દ્વારા ટીમ બદલાઈ. સૌથી મોટા સમાચાર એ છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ. ધોનીએ 19 વર્ષની કારકિર્દી બાદ IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ CSKના ટીમ મેન્ટર તરીકે જોડાશે. ટ્રેવિસ હેડ અને મિચેલ સ્ટાર્ક સહિત કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ વ્યસ્ત કાર્યક્રમને કારણે IPL 2027માંથી નામ પાછું ખેંચ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2027: 81 ખેલાડીની બાદબાકી બાદ હવે 10 ટીમો પાસે 298 કરોડ રૂપિયા, ગુજરાતનું બજેટ સૌથી ઓછું; જુઓ LIST

IPL 2027 Retention List : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ના મેગા ઓક્શન પહેલાં ક્રિકેટ જગતમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી છે. 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારા પ્લેયર ઓક્શન અગાઉ તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે કુલ 81 ખેલાડીઓને ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ટ્રેડ વિન્ડો દ્વારા 14 દિગ્ગજ ખેલાડીઓની ટીમ બદલાઈ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી ભાવુક અને મોટા સમાચાર મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિના રહ્યા છે, જેમણે 19 વર્ષની શાનદાર સફર બાદ ખેલાડી તરીકે લીગને અલવિદા કહી દીધું છે.

ધોનીની 19 વર્ષની કારકિર્દી પર પૂર્ણવિરામ, હવે નવી ભૂમિકામાં

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના દિગ્ગજ કેપ્ટન એમ.એસ. ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ફ્રેન્ચાઈઝીએ ડેડલાઈનના ત્રણ કલાક પહેલાં સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 45 વર્ષીય ધોની હવે IPL 2027માં CSKના 'ટીમ મેન્ટર' તરીકે નવી જવાબદારી સંભાળશે. સતત ત્રણ સિઝનથી પ્લેઓફમાં ન પહોંચી શકનાર CSKએ કોચિંગ સ્ટાફમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે, જેમાં ઝહીર ખાનને હેડ કોચ, એલ્બી મોર્કેલ, ગેરેથ બેટી અને શ્રીધરન શ્રીરામને આસિસ્ટન્ટ કોચ, મોહિત શર્માને બોલિંગ કોચ અને જેમ્સ ફોસ્ટરને ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે. CSKના માલિક એન. શ્રીનિવાસને ભાવુક થતાં કહ્યું હતું કે ધોની વિના CSKની કલ્પના પણ અશક્ય છે અને 2008માં તેમને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય સર્વશ્રેષ્ઠ સાબિત થયો હતો.

ઓસ્ટ્રેલિયન દિગ્ગજોએ IPL 2027માંથી નામ પાછું ખેંચ્યું

આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાના અત્યંત વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ - જેમાં 20 ટેસ્ટ મેચ, WTC ફાઈનલ, એશિઝ અને 2027 વનડે વર્લ્ડ કપનો સમાવેશ થાય છે - તેને ધ્યાનમાં રાખીને બે મોટા ઓસ્ટ્રેલિયન સ્ટાર્સે IPL 2027માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડે વર્કલોડ મેનેજમેન્ટ માટે લીગ નહીં રમવાનું નક્કી કર્યું છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ (DC)ના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પણ વર્લ્ડ કપની તૈયારીઓ માટે આગામી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

ટ્રેડ વિન્ડોમાં 14 ખેલાડીઓની ટીમ બદલાઈ, પંત-શમીને મોટું નુકસાન

ઓક્શન પહેલાં ટ્રેડ વિન્ડો દ્વારા 14 સ્ટાર ખેલાડીઓની ફ્રેન્ચાઈઝી બદલાઈ છે. આશ્ચર્યજનક રીતે, આ 14માંથી માત્ર હાર્દિક પંડ્યાની સેલેરીમાં વધારો થયો છે, જ્યારે પાંચ ખેલાડીઓએ નવી ટીમમાં જવા માટે પોતાની ફીમાં મોટો કાપ સ્વીકાર્યો છે.

  • હાર્દિક પંડ્યા: મુંબઈની ટીમ છોડીને પંજાબની ટીમમાં સામેલ થયો; ફી 16.35 કરોડથી વધીને 18 કરોડ રૂપિયા થઈ (1.65 કરોડનો વધારો).
  • ઋષભ પંત: લખનૌની ટીમ છોડીને દિલ્હીની ટીમમાં ગયો; ફી 27 કરોડથી ઘટીને 15 કરોડ રૂપિયા થઈ (12 કરોડનો ઘટાડો).
  • લિયામ લિવિંગસ્ટોન: હૈદરાબાદની ટીમમાંથી ચેન્નાઈની ટીમમાં સામેલ થયો; ફી 13 કરોડથી ઘટીને 6 કરોડ રૂપિયા થઈ (7 કરોડનો ઘટાડો).
  • ટી. નટરાજન: દિલ્હીની ટીમમાંથી હૈદરાબાદની ટીમમાં ગયો; ફી 10.75 કરોડથી ઘટીને 5 કરોડ રૂપિયા થઈ (5.75 કરોડનો ઘટાડો).
  • હર્ષલ પટેલ: હૈદરાબાદની ટીમમાંથી ગુજરાતની ટીમમાં સામેલ થયો; ફી 8 કરોડથી ઘટીને 4 કરોડ રૂપિયા થઈ (4 કરોડનો ઘટાડો).
  • મોહમ્મદ શમી: લખનૌની ટીમમાંથી રાજસ્થાનની ટીમમાં ગયો; ફી 10 કરોડથી ઘટીને 8 કરોડ રૂપિયા થઈ (2 કરોડનો ઘટાડો).
  • જૂની ફી પર જ ટીમ બદલનારા 8 ખેલાડીઓ: અર્શદીપ સિંહ (પંજાબની ટીમથી મુંબઈની ટીમ - 18 કરોડ), કુલદીપ યાદવ (દિલ્હીની ટીમથી લખનૌની ટીમ - 13.50 કરોડ), ખલીલ અહેમદ (ચેન્નાઈની ટીમથી હૈદરાબાદની ટીમ - 4.8 કરોડ), જેક એડવર્ડ્સ (હૈદરાબાદની ટીમથી ચેન્નાઈની ટીમ - 3 કરોડ), સેમ કરન (રાજસ્થાનની ટીમથી લખનૌની ટીમ - 2.4 કરોડ), નાથન એલિસ (ચેન્નાઈની ટીમથી હૈદરાબાદની ટીમ - 2 કરોડ), એમ. સિદ્ધાર્થ (લખનૌની ટીમથી રાજસ્થાનની ટીમ - 75 લાખ) અને ઝીશાન અંસારી (હૈદરાબાદની ટીમથી દિલ્હીની ટીમ - 40 લાખ).
IPL1.jpg

તમામ 10 ટીમોનું રિલીઝ લિસ્ટ અને બાકી રહેલું ઓક્શન પર્સ

1… લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): સૌથી મોટા 47.45 કરોડના પર્સ સાથે ઓક્શનમાં ઉતરશે

લખનૌએ આવેશ ખાન (9.75 કરોડ), એનરિક નોર્તજે (2 કરોડ), વાનિન્દુ હસરંગા (2 કરોડ), જ્યોર્જ લિન્ડે (1 કરોડ), નમન તિવારી (1 કરોડ), મેથ્યુ બ્રીટ્ઝકે (75 લાખ) અને અર્શિન કુલકર્ણી (30 લાખ) સહિત 7 ખેલાડીઓને રિલીઝ કરીને 16.80 કરોડની બચત કરી છે, જ્યારે અબ્દુલ સમદને જાળવી રાખ્યો છે. ઓક્શન માટે LSG પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયાનું પર્સ અને 7 ખાલી સ્લોટ (3 વિદેશી) ઉપલબ્ધ છે.

2… કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): રહાણે-રચિન સહિત 12 ખેલાડી મુક્ત, સૌથી મોંઘા ગ્રીનને જાળવી રાખ્યો

કોલકાતાએ મથીશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, અજિંક્ય રહાણે, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, આકાશ દીપ, ઉમરાન મલિક, નવદીપ સૈની, તેજસ્વી દહિયા, બ્લેસિંગ મુઝરબાની, દક્ષ કામરા અને લવનીત સિસોદિયા એમ 12 ખેલાડીઓને મુક્ત કરીને 29.2 કરોડ રૂપિયાનું જંગી પર્સ ખાલી કર્યું છે. જોકે, KKRએ IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમરન ગ્રીન (25.2 કરોડ) ને ટીમમાં જાળવી રાખ્યો છે. ઓક્શન પહેલાં KKR પાસે 41.65 કરોડ રૂપિયાનું પર્સ અને 8 ખાલી સ્લોટ (3 વિદેશી) બાકી છે.

3… સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડ સહિત 9 ખેલાડી બહાર, 40.15 કરોડનું પર્સ બાકી

હૈદરાબાદે ટ્રેવિસ હેડ (14 કરોડ), ગેરાલ્ડ કોએત્ઝી (2 કરોડ), ડેવિડ પેન (1.5 કરોડ), જયદેવ ઉનડકટ (1 કરોડ), કામિન્દુ મેન્ડિસ (75 લાખ), દિલશાન મદુશંકા (75 લાખ), શિવમ માવી (75 લાખ), ઓમકાર તારમલે (30 લાખ) અને અમિત કુમાર (30 લાખ) સહિત 9 ખેલાડીઓને રિલીઝ કરીને 21.35 કરોડ બચાવ્યા છે. હવે SRH પાસે 40.15 કરોડ રૂપિયાનું પર્સ અને 7 ખાલી સ્લોટ (3 વિદેશી) છે.

4… દિલ્હી કેપિટલ્સ (DC): સ્ટાર્ક સહિત 10 ખેલાડી રિલીઝ, પર્સમાં 39.5 કરોડ જમા

દિલ્હીએ 10 ખેલાડીઓને બહાર કર્યા છે, જેમાં મિચેલ સ્ટાર્ક (11.75 કરોડ), નીતીશ રાણા, અભિષેક પોરેલ, પથુમ નિસાંકા, બેન ડકેટ, કરુણ નાયર, સાહિલ પારખ, દુષ્મંથા ચમીરા, રેહાન અહેમદ અને અજય મંડલનો સમાવેશ થાય છે. આ ફેરફારથી દિલ્હીના પર્સમાં 27 કરોડ જમા થયા છે અને ઓક્શન માટે હવે તેમની પાસે 39.5 કરોડ રૂપિયા તથા 9 ખાલી સ્લોટ (4 વિદેશી) ઉપલબ્ધ છે.

5… મુંબઈ ઈન્ડિયન્સ (MI): બોલ્ટ-ચહર સહિત 9 ખેલાડી મુક્ત, મોંઘા શાર્દુલ ઠાકુર પર ભરોસો યથાવત

મુંબઈએ દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, એએમ ગઝનફર, અથર્વ અંકોલેકર, કેશવ મહારાજ, મોહમ્મદ ઈઝહાર, દાનિશ માલેવાર, મયંક માર્કંડે અને મયંક રાવત સહિત 9 ખેલાડીઓને રિલીઝ કરીને 28.8 કરોડ રૂપિયા બચાવ્યા છે, જ્યારે મોંઘા સાબિત થયેલા શાર્દુલ ઠાકુરને રિટેન કર્યો છે. ઓક્શનમાં MI 32.6 કરોડ રૂપિયાના પર્સ અને 9 ખાલી સ્લોટ (2 વિદેશી) સાથે ઉતરશે.

6… ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ધોનીની નિવૃત્તિ સાથે 10 ખેલાડી બહાર, 28.05 કરોડના બજેટ સાથે મેદાનમાં

ચેન્નાઈએ નિવૃત્ત થયેલા એમ.એસ. ધોની (4 કરોડ) ઉપરાંત પ્રશાંત વીર (14.2 કરોડ), મેટ હેનરી (2 કરોડ), મેથ્યુ શોર્ટ (1.5 કરોડ), જેક ફોલ્ક્સ (75 લાખ), મેકનીલ નોરોન્હા (75 લાખ), અમન ખાન (40 લાખ), કુલદીપ યાદવ (30 લાખ), આકાશ મધવાલ (30 લાખ) અને ડિયાન ફોરેસ્ટર (30 લાખ) એમ 10 ખેલાડીઓને રિલીઝ કરીને 24.5 કરોડની બચત કરી છે. CSK પાસે હવે 28.05 કરોડ રૂપિયાનું પર્સ અને 6 ખાલી સ્લોટ (2 વિદેશી) બાકી છે.

7… રાજસ્થાન રોયલ્સ (RR): હેટમાયર અને દેશપાંડે સહિત 8 ખેલાડી રિલીઝ, 27.05 કરોડનું પર્સ

રાજસ્થાને વિસ્ફોટક બેટર શિમરોન હેટમાયર (11 કરોડ), તુષાર દેશપાંડે (6.5 કરોડ), એડમ મિલ્ને (2.4 કરોડ), ક્વેના મફાકા (1.5 કરોડ), કુલદીપ સેન (75 લાખ), યુદ્ધવીર સિંહ (35 લાખ), વિગ્નેશ પુથુર (30 લાખ) અને રવિ સિંહ સહિત 8 ખેલાડીઓને મુક્ત કરીને 23.75 કરોડ રૂપિયા જમા કર્યા છે. ઓક્શન માટે RR પાસે 27.05 કરોડ રૂપિયાનું પર્સ અને 6 ખાલી સ્લોટ (3 વિદેશી) છે.

8… પંજાબ કિંગ્સ (PBKS): લોકી ફર્ગ્યુસન-વઢેરા સહિત 6 ખેલાડી બહાર, 18.6 કરોડના પર્સ સાથે ઉતરશે

પંજાબે લોકી ફર્ગ્યુસન, મિચ ઓવેન, નેહલ વઢેરા, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ એમ 6 ખેલાડીઓને રિલીઝ કરીને 10.1 કરોડ રૂપિયાની બચત કરી છે. ઓક્શનમાં PBKS 18.6 કરોડ રૂપિયાના પર્સ અને 6 ખાલી સ્લોટ (2 વિદેશી) સાથે ભાગ લેશે.

9… રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): ઈજાગ્રસ્ત બેથેલ સહિત 5 ખેલાડી મુક્ત, યશ દયાલની વાપસીની આશા

બેંગલુરુએ ઈજાગ્રસ્ત જેકબ બેથેલ, રિચાર્ડ ગ્લીસન, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ અને વિહાન મલ્હોત્રા એમ 5 ખેલાડીઓને રિલીઝ કરીને 10 કરોડ રૂપિયા બચાવ્યા છે. યશ દયાલની વાપસીની શક્યતા વચ્ચે RCB પાસે હવે 14.15 કરોડ રૂપિયાનું પર્સ અને 5 ખાલી સ્લોટ (1 વિદેશી) ઉપલબ્ધ છે.

10… ગુજરાત ટાઈટન્સ (GT): શાહરૂખ-ઈશાંત સહિત 5 બહાર, સૌથી ઓછા 8.75 કરોડના બજેટ સાથે ઓક્શનમાં

ગુજરાતે ઈશાંત શર્મા, લ્યુક વુડ, કુલવંત ખેજરોલિયા, શાહરૂખ ખાન અને કોનોર એસ્ટરહુઈઝન એમ 5 ખેલાડીઓને રિલીઝ કરીને 6.55 કરોડ રૂપિયા ઉમેર્યા છે, જ્યારે રાહુલ તેવટિયાને ટીમમાં જાળવી રાખ્યો છે. તમામ 10 ટીમોમાં GT પાસે સૌથી ઓછું 8.75 કરોડ રૂપિયાનું પર્સ અને માત્ર 3 ખાલી સ્લોટ (2 વિદેશી) બાકી રહ્યા છે.

Live Updates

This live blog is now closed

17 Nov 2026 | 01:44 PM

ઓક્શન પહેલા તમામ 10 ટીમોનું બાકી પર્સ અને ખાલી સ્લોટ્સ

1... લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): પર્સ - 47.45 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 7, વિદેશી સ્લોટ - 3

2... કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): પર્સ - 41.65 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 8, વિદેશી સ્લોટ - 3

3... સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): પર્સ - 40.15 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 7, વિદેશી સ્લોટ - 3

4... દિલ્હી કેપિટલ્સ (DC): પર્સ - 39.5 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 9, વિદેશી સ્લોટ - 4

5... મુંબઈ ઈન્ડિયન્સ (MI): પર્સ - 32.6 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 9, વિદેશી સ્લોટ - 2

6... ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): પર્સ - 28.05 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 6, વિદેશી સ્લોટ - 2

7... રાજસ્થાન રોયલ્સ (RR): પર્સ - 27.05 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 6, વિદેશી સ્લોટ - 3

8... પંજાબ કિંગ્સ (PBKS): પર્સ - 18.6 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 6, વિદેશી સ્લોટ - 2

9... રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): પર્સ - 14.15 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 5, વિદેશી સ્લોટ - 1

10... ગુજરાત ટાઈટન્સ (GT): પર્સ - 8.75 કરોડ રૂપિયા, કુલ ખાલી સ્લોટ - 3, વિદેશી સ્લોટ - 2

17 Nov 2026 | 01:34 PM

ગુજરાત સહિત 10 ટીમોમાંથી કુલ 73 ખેલાડીઓ રિલીઝ

• રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), 5 ખેલાડી રિલીઝ........... રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જેકબ બેથેલ, રિચાર્ડ ગ્લીસન, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ અને વિહાન મલ્હોત્રાને રિલીઝ કરીને પોતાના પર્સમાં રૂ.10 કરોડની બચત કરી છે. જેકબ બેથેલની તાજેતરમાં ઘૂંટણની સર્જરી થઈ છે અને તેના સાજા થવામાં ધારણા કરતાં વધુ સમય લાગી શકે છે. આ ઉપરાંત, એશિઝ અને વર્લ્ડ કપના વ્યસ્ત કાર્યક્રમને પણ તેના રિલીઝ પાછળનું સંભવિત કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત, મેદાન બહારના વિવાદોને કારણે ગત સિઝનથી દૂર રહેલા યશ દયાલની ટીમમાં વાપસીની શક્યતા હોવાથી મંગેશ યાદવને મુક્ત કરાયો છે, જ્યારે યુવા પ્રતિભા વિહાન મલ્હોત્રાને બહાર કરવાનો નિર્ણય સૌથી વધુ આશ્ચર્યજનક રહ્યો છે.

.

• ગુજરાત ટાઇટન્સ (GT), 5 ખેલાડી રિલીઝ........... ગુજરાત ટાઇટન્સે ઈશાંત શર્મા, લ્યુક વુડ, કુલવંત ખેજરોલિયા, શાહરૂખ ખાન અને કોનોર એસ્ટરહુઇઝનને ટીમમાંથી બહાર કર્યા છે, જેનાથી તેમના પર્સમાં રૂ.6.55 કરોડ ઉમેરાયા છે. ટીમનો પેસ એટેક પહેલેથી જ મજબૂત હોવાથી તક ન મેળવી શકનાર ઈશાંત અને ખેજરોલિયાને રિલીઝ કરાયા છે. ફ્રેન્ચાઇઝીએ શાહરૂખ ખાન પરથી ભરોસો ગુમાવ્યો છે, પરંતુ રાહુલ તેવટિયાને ટીમમાં જાળવી રાખીને સૌને ચોંકાવી દીધા છે.

.

• રાજસ્થાન રોયલ્સ (RR), 8 ખેલાડી રિલીઝ........... રાજસ્થાન રોયલ્સે અગાઉ એડમ મિલ્ને (રૂ.2.4 કરોડ), ક્વેના મફાકા (રૂ.1.5 કરોડ), તુષાર દેશપાંડે (રૂ.6.5 કરોડ), કુલદીપ સેન (રૂ.75 લાખ), યુદ્ધવીર સિંહ (રૂ.35 લાખ), વિગ્નેશ પુથુર (રૂ.30 લાખ) અને રવિ સિંહને રિલીઝ કરીને રૂ.12.75 કરોડનું પર્સ જમા કર્યું હતું. હવે નવી અપડેટ મુજબ, ફ્રેન્ચાઇઝીએ વિસ્ફોટક બેટર શિમરોન હેટમાયરને પણ રિલીઝ કરવાની સત્તાવાર પુષ્ટિ કરી છે, જેનાથી રાજસ્થાનના પર્સમાં વધુ રૂ.11 કરોડનો વધારો થયો છે અને કુલ પર્સ રૂ.23.75 કરોડ પર પહોંચી ગયું છે.

.

• મુંબઈ ઈન્ડિયન્સ (MI), 9 ખેલાડી રિલીઝ........... મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ઘાતક બોલરો દીપક ચહર અને ટ્રેન્ટ બોલ્ટ ઉપરાંત એએમ ગઝનફર, અથર્વ અંકોલેકર, કેશવ મહારાજ, મોહમ્મદ ઇઝહાર, દાનિશ માલેવાર, મયંક માર્કંડે અને મયંક રાવતને રિલીઝ કર્યા છે. આ તમામ 9 ખેલાડીઓને મુક્ત કરવાથી મુંબઈના પર્સમાં કુલ રૂ.28.8 કરોડની મોટી રકમ જમા થઈ છે. બીજી તરફ, આંગળીની ઈજાને કારણે શાર્દુલ ઠાકુર રણજી સિઝનના પ્રથમ તબક્કામાં રમી શક્યો નહોતો. મુંબઈ સાથેની તેની પ્રથમ સિઝનમાં તેણે 9 મેચમાં 12 વિકેટ લીધી હતી, પરંતુ તેનો ઈકોનોમી રેટ 12.27 રહ્યો હતો. આમ છતાં મુંબઈએ તેના પર ભરોસો યથાવત રાખીને તેને બીજી સિઝન માટે રિટેન કર્યો છે.

.

• કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), 3 ખેલાડી રિલીઝ........... કોલકાતા નાઈટ રાઈડર્સે મથીશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન અને રચિન રવિન્દ્રને રિલીઝ કરીને રૂ.29.2 કરોડનું જંગી પર્સ ખાલી કર્યું છે. પથિરાના ગત સિઝનમાં બહુ ઓછા સમય માટે ઉપલબ્ધ રહ્યો હતો અને રચિનને એક પણ મેચ રમવા મળી ન હતી, જ્યારે ભારત-બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય તણાવને કારણે મુસ્તફિઝુર સિઝનમાંથી ખસી ગયો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત કાર્યક્રમ છતાં KKRએ IPLના ઇતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમરન ગ્રીનને રૂ.25.2 કરોડમાં ખરીદ્યા બાદ ટીમમાં જાળવી રાખ્યો છે. ગ્રીને 2026ની સિઝનમાં 322 રન બનાવવા ઉપરાંત 7 વિકેટ પણ લીધી હતી.

.

• દિલ્હી કેપિટલ્સ (DC), 11 ખેલાડી રિલીઝ........... દિલ્હી કેપિટલ્સે મિચેલ સ્ટાર્ક, નીતીશ રાણા, અભિષેક પોરેલ, પથુમ નિસાંકા, બેન ડકેટ, કરુણ નાયર, સાહિલ પારખ, દુષ્મંથા ચમીરા, કાઇલ જેમિસન, રેહાન અહેમદ અને અજય મંડલને ટીમમાંથી બહાર કર્યા છે, જેનાથી તેમનું પર્સ રૂ.27 કરોડ થયું છે. ઓસ્ટ્રેલિયાના 2027 વર્લ્ડ કપના વ્યસ્ત કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મિચેલ સ્ટાર્કે IPL 2027માં ન રમવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ સ્ટાર્કને મર્યાદિત સમય માટે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે શક્ય ન બનતા હવે દિલ્હીના પર્સમાં સ્ટાર્કના રૂ.11.75 કરોડ પણ ઉમેરાયા છે.

.

• ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), 10 ખેલાડી રિલીઝ........... ચેન્નાઈ સુપર કિંગ્સે નિવૃત્તિ લઈ ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની (રૂ.4 કરોડ) ઉપરાંત પ્રશાંત વીર (રૂ.14.2 કરોડ), મેટ હેનરી (રૂ.2 કરોડ), મેથ્યુ શોર્ટ (રૂ.1.5 કરોડ), જેક ફોલ્ક્સ (રૂ.75 લાખ), મેકનીલ નોરોન્હા (રૂ.75 લાખ), અમન ખાન (રૂ.40 લાખ), કુલદીપ યાદવ (રૂ.30 લાખ), આકાશ મધવાલ (રૂ.30 લાખ) અને ડિયાન ફોરેસ્ટર (રૂ.30 લાખ) ને રિલીઝ કર્યા છે. આ મોટા ફેરફાર બાદ ચેન્નાઈના પર્સમાં રૂ.24.5 કરોડની રકમ જમા થઈ ગઈ છે.

.

• સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), 9 ખેલાડી રિલીઝ........... સનરાઇઝર્સ હૈદરાબાદે સૌથી ચોંકાવનારો નિર્ણય લેતા વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડ (રૂ.14 કરોડ) ને રિલીઝ કરી દીધો છે. હેડ ઉપરાંત ટીમે ગેરાલ્ડ કોએત્ઝી (રૂ.2 કરોડ), ડેવિડ પેન (રૂ.1.5 કરોડ), જયદેવ ઉનડકટ (રૂ.1 કરોડ), કામિન્દુ મેન્ડિસ (રૂ.75 લાખ), દિલશાન મદુશંકા (રૂ.75 લાખ), શિવમ માવી (રૂ.75 લાખ), ઓમકાર તારમલે (રૂ.30 લાખ) અને અમિત કુમાર (રૂ.30 લાખ) સહિત 9 ખેલાડીઓને મુક્ત કર્યા છે, જેનાથી તેમના પર્સમાં રૂ.21.35 કરોડ બચ્યા છે.

.

• લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), 7 ખેલાડી રિલીઝ........... લખનૌ સુપર જાયન્ટ્સે આવેશ ખાન (રૂ.9.75 કરોડ), એનરિક નોર્તજે (રૂ.2 કરોડ), વાનિન્દુ હસરંગા (રૂ.2 કરોડ), જ્યોર્જ લિન્ડે (રૂ.1 કરોડ), નમન તિવારી (રૂ.1 કરોડ), મેથ્યુ બ્રીટ્ઝકે (રૂ.75 લાખ) અને અર્શિન કુલકર્ણી (રૂ.30 લાખ) ને ટીમમાંથી બહાર કર્યા છે. આ 7 ખેલાડીઓને રિલીઝ કરવાથી લખનૌના પર્સમાં રૂ.16.80 કરોડની બચત થઈ છે, જ્યારે અટકળોથી વિપરીત ફ્રેન્ચાઇઝીએ જમ્મુ-કાશ્મીરના બેટર અબ્દુલ સમદને રિલીઝ ન કરતા ટીમમાં જાળવી રાખ્યો છે.

.

• પંજાબ કિંગ્સ (PBKS), 6 ખેલાડી રિલીઝ........... પંજાબ કિંગ્સે IPL 2027ના ઓક્શન પહેલાં લોકી ફર્ગ્યુસન, મિચ ઓવેન, નેહલ વઢેરા, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ એમ કુલ 6 ખેલાડીઓને ટીમમાંથી મુક્ત કરી દીધા છે. આ છ ખેલાડીઓને રિલીઝ કરવાથી પંજાબ કિંગ્સના ઓક્શન પર્સમાં રૂ.10.1 કરોડની રકમ ખાલી થઈ છે.

17 Nov 2026 | 12:05 PM

પંત-હાર્દિક-અર્શદીપ સહિત 14 ખેલાડીની ટીમ બદલાઈ, ગુજરાતમાં ઝડપી બોલરની એન્ટ્રી

IPL 2027ના ઓક્શન પહેલાં ટ્રેડ વિન્ડોમાં કુલ 14 સ્ટાર ખેલાડીઓની ટીમ બદલાઈ છે, જેમાં મોટાભાગના ખેલાડીઓને નવી ટીમમાં જવા માટે સેલેરીમાં કાપ મૂકવો પડ્યો છે. આ 14 ખેલાડીઓમાંથી માત્ર હાર્દિક પંડ્યા એકમાત્ર એવો ખેલાડી છે જેની ફીમાં વધારો થયો છે; તે MI છોડીને PBKSમાં સામેલ થતાં તેની સેલેરી 16.35 કરોડથી વધીને 18 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, ઋષભ પંત (27 કરોડથી ઘટીને 15 કરોડ), લિયામ લિવિંગસ્ટોન (13 કરોડથી ઘટીને 6 કરોડ), ટી. નટરાજન (10.75 કરોડથી ઘટીને 5 કરોડ), હર્ષલ પટેલ (8 કરોડથી ઘટીને 4 કરોડ) અને મોહમ્મદ શમી (10 કરોડથી ઘટીને 8 કરોડ) એમ કુલ પાંચ ખેલાડીઓની ફીમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, અર્શદીપ સિંહ (18 કરોડ), કુલદીપ યાદવ (13.50 કરોડ), ખલીલ અહેમદ (4.8 કરોડ), જેક એડવર્ડ્સ (3 કરોડ), સેમ કરન (2.4 કરોડ), નાથન એલિસ (2 કરોડ), એમ. સિદ્ધાર્થ (75 લાખ) અને ઝીશાન અંસારી (40 લાખ) એમ બાકીના 8 ખેલાડીઓ પોતાની જૂની ફી પર જ નવી ફ્રેન્ચાઇઝી તરફથી રમતા જોવા મળશે.

પંત-હાર્દિક-અર્શદીપ સહિત 14 ખેલાડીની ટીમ બદલાઈ, ગુજરાતમાં ઝડપી બોલરની એન્ટ્રી
17 Nov 2026 | 11:53 AM

મિચેલ સ્ટાર્ક આગામી સિઝન નહીં રમે?

ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક IPLની આગામી સિઝનમાં રમતો જોવા મળશે નહીં. દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટાર્કે દિલ્હી કેપિટલ્સને સ્પષ્ટ જણાવી દીધું છે કે તે 2027ના વનડે વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેના કારણે તે આગામી વર્ષની IPLમાં ભાગ નહીં લે. દિલ્હીની ટીમે થોડા સમય માટે પણ સ્ટાર્કને પોતાની સાથે જાળવી રાખવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ હવે તે શક્ય જણાતું નથી. જો દિલ્હી કેપિટલ્સ સ્ટાર્કને રિલીઝ કરે છે, તો તેના ઓક્શન પર્સમાં 11.75 કરોડ રૂપિયાનો વધારો થશે. ઉલ્લેખનીય છે કે, 2025ના મેગા ઓક્શનમાં KKR દ્વારા રિલીઝ કરાયા બાદ દિલ્હીએ સ્ટાર્કને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ અગાઉ KKR તરફથી રમતા આ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બોલરે ટીમને તેનું ત્રીજું IPL ટાઇટલ જિતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

17 Nov 2026 | 11:29 AM

RR અને LSG વચ્ચે 3 ખેલાડીઓનો ટ્રેડ

IPL 2027 પહેલાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ત્રણ ખેલાડીઓનો ટ્રેડ થયો છે. લખનૌ તરફથી મોહમ્મદ શમી અને એમ. સિદ્ધાર્થ રાજસ્થાન રોયલ્સની ટીમમાં ગયા છે, જ્યારે ઇંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરન રાજસ્થાન છોડીને લખનૌની ટીમનો હિસ્સો બન્યો છે.

17 Nov 2026 | 11:28 AM

ગુજરાતની ટીમમાં પહોંચ્યો હર્ષલ પટેલ

ગુજરાત ટાઇટન્સ પાસે પહેલેથી જ ઝડપી બોલરોની મજબૂત ફોજ છે. ટીમમાં કગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, અરશદ ખાન, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ અને જેસન હોલ્ડર જેવા નામો સામેલ છે. આમ છતાં, ફ્રેન્ચાઇઝીએ હર્ષલ પટેલને ટ્રેડ કરીને સૌને ચોંકાવી દીધા છે. બે વખતના પર્પલ કેપ વિજેતા ઝડપી બોલર હર્ષલ પટેલને સનરાઇઝર્સ હૈદરાબાદે 4 કરોડ રૂપિયાની ઓલ-કેશ ટ્રેડ ડીલ હેઠળ ગુજરાત ટાઇટન્સને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2025ના મેગા ઓક્શનમાં હૈદરાબાદે હર્ષલને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

17 Nov 2026 | 11:28 AM

હાર્દિક પંડ્યા પંજાબ પહોંચ્યો, અર્શદીપ મુંબઈમાં સામેલ

IPL 2027 પહેલાં સૌથી ચર્ચિત ટ્રેડ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થયો છે. મુંબઈએ પોતાના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ કર્યો છે, જેના બદલામાં પાંચ વખતની ચેમ્પિયન ટીમે ઝડપી બોલર અર્શદીપ સિંહને પોતાની સાથે જોડ્યો છે. આ ડીલમાં હાર્દિકની સેલેરી 16.35 કરોડ રૂપિયાથી વધીને 18 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અર્શદીપ 18 કરોડ રૂપિયાની વર્તમાન ફી પર મુંબઈ તરફથી રમશે.

17 Nov 2026 | 11:27 AM

CSK અને હૈદરાબાદ વચ્ચે થઈ હતી મોટી ટ્રેડ

આગામી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારા IPL 2027 મિની ઓક્શન પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્રેડ માર્કેટમાં સક્રિયતા દાખવીને સ્ક્વોડને મજબૂત કરવા તરફ મોટું પગલું ભર્યું છે. પાંચ વખતની ચેમ્પિયન CSKએ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ચાર ખેલાડીઓની મોટી ટ્રેડ ડીલ હેઠળ ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન (6 કરોડ રૂપિયા) અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ (3 કરોડ રૂપિયા)ને પોતાના ખેમામાં સામેલ કર્યા છે. તેના બદલામાં ચેન્નાઈએ ઝડપી બોલર ખલીલ અહેમદ (4.8 કરોડ રૂપિયા) અને નાથન એલિસ (2 કરોડ રૂપિયા)ને હૈદરાબાદમાં ટ્રેડ કર્યા છે.

17 Nov 2026 | 11:26 AM

ટ્રેવિસ હેડ IPL 2027માંથી બહાર

IPL 2027ની આગામી સિઝન પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ખેમામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ - જેમાં આગામી વર્ષની 20 ટેસ્ટ મેચ, WTC ફાઇનલ, એશિઝ અને વનડે વર્લ્ડ કપ સામેલ છે - વચ્ચે પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે IPL 2027માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

17 Nov 2026 | 11:19 AM

બોલ્ટ અને દીપક ચહર થશે રિલીઝ

હવે જ્યારે અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ સાથે જોડાઈ ગયો છે, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાસે નવા બોલથી બોલિંગ કરનારી એવી જોડી તૈયાર થઈ છે જે લીગની કોઈપણ અન્ય જોડીને ટક્કર આપી શકે છે. આ સ્થિતિમાં બે જાણીતા નામોના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર પાછળ કુલ 21.75 કરોડ રૂપિયા ખર્ચ થાય છે, અને આ બંનેમાંથી કોઈ એકને પણ રિલીઝ કરવાથી મુંબઈને હરાજી માટે મોટી રકમ મળી શકે છે.

બોલ્ટ ઘણા વર્ષોથી MIના બોલિંગ આક્રમણનો મહત્વનો હિસ્સો રહ્યો છે, પરંતુ ગત સિઝન તેના માટે અત્યંત ખરાબ રહી હતી. તેણે 5 મેચમાં 11.62ની ઇકોનોમીથી માત્ર 2 વિકેટ ઝડપી હતી. ચહરનું પ્રદર્શન થોડું સારું રહ્યું હતું, જેણે 8 મેચમાં 10.39ની ઇકોનોમીથી 8 વિકેટ લીધી હતી, પરંતુ તે પણ ઘણો મોંઘો સાબિત થયો હતો. અહેવાલો મુજબ MI આ બંનેને રિલીઝ કરવા અથવા ટ્રેડ કરવા પર વિચાર કરી રહી છે.

17 Nov 2026 | 11:19 AM

મોહમ્મદ શમી રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ થયો

IPL 2027 માટે ખેલાડીઓને રિટેન કરવાની ડેડલાઇન 17 નવેમ્બર છે અને તેના થોડા કલાકો પહેલાં જ વધુ એક મલ્ટી-પ્લેયર ટ્રેડ થયો છે. લખનૌ સુપર જાયન્ટ્સે ઝડપી બોલર મોહમ્મદ શમી અને સ્પિનર એમ. સિદ્ધાર્થને રાજસ્થાન રોયલ્સ સાથે ટ્રેડ કર્યા છે, જ્યારે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન આગામી સિઝનમાં લખનૌ તરફથી રમતો જોવા મળશે. આ ટ્રેડમાં શમીના પગારમાં ઘટાડો થયો છે.

લખનૌએ શમીને હૈદરાબાદ પાસેથી 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ રાજસ્થાનમાં તેને 8 કરોડ રૂપિયા મળશે. જમણા હાથના આ ઝડપી બોલરે અત્યાર સુધી 132 IPL મેચમાં 145 વિકેટ ઝડપી છે. પોતાની સચોટ લાઇન-લેન્થ અને નિયંત્રણ માટે જાણીતો ડાબોડી સ્પિનર એમ. સિદ્ધાર્થ પણ LSGમાંથી RRમાં આવી રહ્યો છે. તે પોતાની વર્તમાન ફી 75 લાખ રૂપિયામાં જ ટીમ સાથે જોડાશે.

સિદ્ધાર્થ IPL 2024માં વિરાટ કોહલીને બોલ્ડ કરીને ચર્ચામાં આવ્યો હતો. બીજી તરફ, ઓલરાઉન્ડર સેમ કરનને રાજસ્થાનમાંથી લખનૌમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તે પોતાની વર્તમાન ફી 2.4 કરોડ રૂપિયામાં જ લખનૌનો હિસ્સો બનશે. ઇંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે અત્યાર સુધી પોતાની IPL કારકિર્દીમાં 59 વિકેટ ઝડપી છે અને 997 રન બનાવ્યા છે.

17 Nov 2026 | 11:19 AM

ધોનીની IPLમાંથી નિવૃત્તિ

એમ.એસ. ધોનીએ પોતાની 19 વર્ષની શાનદાર IPL કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને તેમને IPL 2027 માટે ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. આ જાહેરાત 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારા આગામી પ્લેયર ઓક્શન પહેલાં, ખેલાડીઓને રિલીઝ અને રિટેન કરવાની ડેડલાઇનના બરાબર ત્રણ કલાક પહેલાં કરવામાં આવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એમ.એસ. ધોની વિના CSKની કલ્પના પણ કરી શકાય તેમ નથી. લગભગ બે દાયકા સુધી અમે જીત, હાર અને દરેક પ્રકારના ઉતાર-ચઢાવ વચ્ચે એકબીજાનો સાથ આપ્યો છે અને સાથે મળીને આગળ વધ્યા છીએ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "અમારો સંબંધ આટલો મજબૂત હોવા પાછળ એક જ કારણ છે કે અમે ક્યારેય એકબીજાના ઈરાદા પર સવાલ ઉઠાવતા નથી. આ જ વિશ્વાસે આ સફરને શક્ય બનાવી છે."

શ્રીનિવાસને જૂના દિવસો યાદ કરતાં કહ્યું કે, "2008માં મેં આગ્રહ રાખ્યો હતો કે ધોની CSKનો હિસ્સો હોવો જોઈએ, અને તે મારો સૌથી શ્રેષ્ઠ નિર્ણય સાબિત થયો. આવું એટલા માટે નહીં કે તેમણે ફ્રેન્ચાઇઝી માટે ઘણું બધું હાંસલ કર્યું છે, પરંતુ એટલા માટે કે તેઓ એક ઉત્તમ વ્યક્તિ છે. ધોની હંમેશા અમારી ઓળખનો હિસ્સો રહેશે અને આ હંમેશા તેમનું ઘર રહેશે."

45 વર્ષીય ધોની IPL 2027 માટે CSKના નવા કોચિંગ સ્ટાફનો ભાગ બનશે. આ સ્ટાફમાં હેડ કોચ ઝહીર ખાન, આસિસ્ટન્ટ કોચ એલ્બી મોર્કેલ, ગેરેથ બેટી અને શ્રીધરન શ્રીરામ, બોલિંગ કોચ મોહિત શર્મા અને ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરનો સમાવેશ થાય છે. છેલ્લી ત્રણ સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા બાદ CSKએ IPL 2027 માટે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કર્યા છે.