આજનું રાશિ ભવિષ્ય: કન્યા અને મકર રાશિવાળા માટે ખુલશે પ્રગતિના દ્વાર, જાણો તમારો દિવસ કેવો રહેશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપને સરળતા થતી જાય. દિવસ પસાર થાય તેમ આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય.
વૃષભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.
મિથુન : સુસ્તી-બેચેની સાથે દિવસનો પ્રારંભ થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. જો કે બપોર પછી આપને રાહત થતી જાય.
કર્ક : રાજકીય સરકારી કામ અંગે મિલન-મુલાકાત થઇ શકે. આપના ધાર્યા પ્રમાણેનું કામ થવાથી આનંદ જણાય.
સિંહ : નોકરી ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કન્યા : આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.
તુલા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
વૃશ્ચિક : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થઇ શકે.
ધન : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપને સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આવક જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
કુંભ : વિચારોની અસમંજસતા દ્વિધાને લીધે કામમાં વિલંબ જણાય. ઉતાવળ કરવી નહીં. બપોર પછી આપને રાહત થતી જાય.
મીન : વાણીની મીઠાશથી આપના કામમાં સરળતા રહે. કામનો ઉકેલ લાવી શકો. દિવસના અંતમાં આપે સાવધાની રાખવી.
- અગ્નિદત્ત પદમનાભ




