Science & Technology

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત...

By GS Team
20 Mar 20263 mins read
TukuTouch Logo
પોપ્યુલર સિંગર શુભદીપ સિંહ જે સિદ્ધૂ મૂસેવાલાના નામથી જાણીતો છે તેની વર્લ્ડ ટૂર થઈ રહી છે. આ ટૂર એટલાં માટે લોકોમાં કૂતુહલ જમા કરી રહી છે કારણ કે સિદ્ધૂ મૂસેવાલાના મૃત્યુ બાદ આ ટૂર કરવામાં આવી રહી છે. આ ટૂર માટે હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સાઇન્ડ ટૂ ગોડ વર્લ્ડ ટૂરના નામથી આ ટૂરને પ્રમોટ કરવામાં આવી રહી છે. આ માટે ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને ઇન્ટરનેટ પર એ ખૂબ જ વાયરલ પણ થઈ ગયું છે. સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ 2022માં થયું હતું. આથી હવે સ્ટેજ પર હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સિદ્ધુ મૂસેવાલાની સ્ટેજ પ્રેઝન્ટ તૈયાર કરવામાં આવશે. આ ટેક્નોલોજીની મદદથી હાજર ફેન્સને એવો અહેસાસ થશે કે સિદ્ધુ મૂસેવાલા પોતે સ્ટેજ પર લાઇવ પર્ફોર્મન્સ આપી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત...

Sidhu MooseWala World Tour: પોપ્યુલર સિંગર શુભદીપ સિંહ જે સિદ્ધૂ મૂસેવાલાના નામથી જાણીતો છે તેની વર્લ્ડ ટૂર થઈ રહી છે. આ ટૂર એટલાં માટે લોકોમાં કૂતુહલ જમા કરી રહી છે કારણ કે સિદ્ધૂ મૂસેવાલાના મૃત્યુ બાદ આ ટૂર કરવામાં આવી રહી છે. આ ટૂર માટે હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સાઇન્ડ ટૂ ગોડ વર્લ્ડ ટૂરના નામથી આ ટૂરને પ્રમોટ કરવામાં આવી રહી છે. આ માટે ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને ઇન્ટરનેટ પર એ ખૂબ જ વાયરલ પણ થઈ ગયું છે. સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ 2022માં થયું હતું. આથી હવે સ્ટેજ પર હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સિદ્ધુ મૂસેવાલાની સ્ટેજ પ્રેઝન્ટ તૈયાર કરવામાં આવશે. આ ટેક્નોલોજીની મદદથી હાજર ફેન્સને એવો અહેસાસ થશે કે સિદ્ધુ મૂસેવાલા પોતે સ્ટેજ પર લાઇવ પર્ફોર્મન્સ આપી રહ્યો છે.

પહેલીવાર નથી થઈ રહ્યો આવો કોન્સર્ટ

હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પહેલી વાર કોઈ લાઇવ કોન્સર્ટ કરવામાં નથી આવી રહ્યો. આ પહેલાં પણ ઘણી સેલિબ્રિટીઝના લાઇવ શો કરવામાં આવ્યાં છે. એમાં ટુપૈક શકૂર, વ્હિટની હ્યૂસ્ટન, માઇકલ જેક્સન, રોય ઓર્બિસન અને ફ્રેન્ક ઝેપ્પા જેવી ઘણી વ્યક્તિઓ એમાં સામેલ છે.

હોલોગ્રામ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?

આર્કાઇવ ફૂટેજ, CGI, મોશન કેપ્ચર અને ક્લાસિક પેપર્સ ઘોસ્ટ ઇલ્યુઝન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સિદ્ધુ મૂસેવાલાની રિયલ લાઇફ 3D ઇમેજ તૈયાર કરવામાં આવશે. લાઇટિંગ, સિંક્રોનાઇઝ્ડ ઇફેક્ટ્સ અને સ્પેશિયલ ઓડિયોની મદદથી લોકોને કોન્સર્ટ જેવો અહેસાસ આપવામાં આવશે. આ તમામ ટેક્નોલોજીની મદદથી ત્યાં હાજર દરેકને સિદ્ધુ મૂસેવાલા રિયલમાં હાજર છે અને તેના ચાહકો સામે પર્ફોર્મ કરી રહ્યો છે એવું લાગશે.

હોલોગ્રામમાં આ રીતે તૈયાર થાય છે ઓબ્જેક્ટ

હોલોગ્રામ ટેક્નોલોજીમાં લેઝર બીમ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. લેઝર લાઇટને બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે. પહેલી લાઇટ રેફરન્સ બીમ છે. બીજી ઓબ્જેક્ટ બીમ હોય છે. બન્ને લાઇટ મળીને એક પેટર્ન તૈયાર કરે છે. આ પેટર્ન રેકોર્ડ કરવામાં આવે છે અને એને જ હોલોગ્રામ કહેવામાં આવે છે. આ પેટર્નને કોન્સર્ટ દરમિયાન ફરી લાઇવ કરવામાં આવે છે. ત્યાર બાદ લોકોની સામે એક 3D મોડલ તૈયાર થઈ જાય છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પોસ્ટ થયું ટીઝર

સિદ્ધૂ મૂસેવાલાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ટીઝર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ દ્વારા વર્લ્ડ ટૂરની જાણકારી આપવામાં આવી છે અને એમાં સિદ્ધૂ મૂસેવાલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂરને ઇન્ડિયા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યૂકે, પાકિસ્તાન સહિત 8 દેશોમાં કરવામાં આવશે. એને લઈને એક આર્ટિફિશિયલ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે 3D શો દ્વારા આ કોન્સર્ટને ખૂબ જ લાઇવલી બનાવવામાં આવશે.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોની નવી શોધ: શું માણસ 200 વર્ષ જીવશે?

સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ ખૂબ જ ચર્ચામાં હતું

સિદ્ધુ મૂસેવાલાની 2022ની 29મે મર્ડર કરવામાં આવ્યું હતું. તેનું મૃત્યુ પંજાબમાં થયું હતું, પરંતુ દુનિયાભરમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો. તેના મૃત્યુ પછી પણ તેના ગીતો પોપ્યુલર છે. આ કોન્સર્ટ ટેક્નોલોજી માટેનું ઉદાહરણ છે. આ કોન્સર્ટ દ્વારા દુનિયાભરના ચાહકો માટે સિદ્ધુ મૂસેવાલાના અવાજને જીવંત રાખવાની કોશિશ કરવામાં આવી છે.