Science & Technology

850 કરોડ રૂપિયાના બંકરની કન્ટ્રોવર્સી વિશે ઝકરબર્ગે કહ્યું, ‘સંકટના સમયે રહેવા માટેનું શેલ્ટર છે’

By GS Team
23 Dec 20242 mins read
This article was originally published on 23 Dec 2024
TukuTouch Logo
માર્ક ઝકરબર્ગના 850 કરોડ રૂપિયાના બંકરને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈનેમાર્ક ઝકરબર્ગે આખરે કહ્યું કે ‘સંકટના સમયે રહેવા માટેનું શેલ્ટર છે.’માર્ક ઝકરબર્ગે તેના એસ્ટેટમાં જે બંકર બનાવ્યું છે એ બોમ્બ અને ન્યુક્લિયર એટેકથી બચવા માટેનું બંકર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

850 કરોડ રૂપિયાના બંકરની કન્ટ્રોવર્સી વિશે ઝકરબર્ગે કહ્યું, ‘સંકટના સમયે રહેવા માટેનું શેલ્ટર છે’

Mark Zuckerberg Bunker:  માર્ક ઝકરબર્ગના 850 કરોડ રૂપિયાના બંકરને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈનેમાર્ક ઝકરબર્ગે આખરે કહ્યું કે ‘સંકટના સમયે રહેવા માટેનું શેલ્ટર છે.’માર્ક ઝકરબર્ગે તેના એસ્ટેટમાં જે બંકર બનાવ્યું છે એ બોમ્બ અને ન્યુક્લિયર એટેકથી બચવા માટેનું બંકર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

પ્રોપર્ટી

માર્ક ઝકરબર્ગનું હવાઇમાં 1400 એકરનું એક રેંચ છે, જેને કૂલાઉ રેંચ તરીકે ઓળખવામાં આવે છે. આ રેંચની અસર ત્યાંની લોકલ કમ્યુનિટી અને ત્યાંના સ્થાનિક ગ્રુપ કુઆઇ પર પડી રહી છે.માર્ક ઝકરબર્ગની પ્રોપર્ટીમાં 11 ટ્રી-હાઉસ છે, જેને દોરડાથી બનાવેલા બ્રીજ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. ઘણા ગેસ્ટ હાઉસ છે. આ સાથે જ બે મેન્શન છે, જેમાં જીમ, સ્વિમિંગ પૂલ, સાઉના, હોટ ટબ અને ટેનિસ કોર્ટ જેવી ઘણા લક્ઝરી સુવિધાઓ છે.

બંકરની કન્ટ્રોવર્સી

આ 1400 એકરના એસ્ટેટમાં 5000 સ્ક્વેર ફૂટનું એક અંડરગ્રાઉન્ડ બંકર બનાવવામાં આવ્યું છે. 2023ના એક રિપોર્ટ મુજબ આ બંકરમાં રહેવા માટેની જગ્યા અને મિકેનિકલ રૂમ પણ છે. આ બંકરને ટનલની મદદથી બન્ને મેન્શન સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે. એમાં કોનક્રીટની સાથે મેટલના દરવાજા બનાવવામાં આવ્યા છે. આ એ જ પ્રકારના દરવાજા છે, જે બોમ્બથી રક્ષણ માટેના શેલ્ટરમાં બનાવવામાં આવે છે.


ઝકરબર્ગનો જવાબ

આ કન્ટ્રોવર્સીને કારણેમાર્ક ઝકરબર્ગે ઘણાં સમય સુધી ચૂપકી સાધી હતી. જોકે તેમ છતાં આ કન્ટ્રોવર્સી શાંત થવાનું નામ નથી લઈ રહી. આ વિશેમાર્ક ઝકરબર્ગે કહ્યું કે ‘આ એક સંકટના સમયે રહેવા માટેનું નાનું શેલ્ટર છે. તોફાન જેવી પરિસ્થિતિ સામે આ શેલ્ટર પૂરું પાડશે.’માર્ક ઝકરબર્ગનું માનવું છે કે આ બંકરને ખોટી રીતે લેવામાં આવી રહ્યું છે. એને બોમ્બથી રક્ષણ માટે બનાવવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કેમાર્કના જણાવ્યા મુજબ એવું કંઈ નથી.

આ પણ વાંચો: ગ્રાહકોને વધુ જાગૃત કરવા માટે સરકાર લાવી રહી છે 'જાગૃતિ' એપ: ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડી સામે સુરક્ષા

કોમ્યુનિટી પર અસર

માર્ક ઝકરબર્ગના જણાવ્યા છતાં, કમ્યુનિટીમાં હજી પણ ટેન્શન જોવા મળી રહ્યું છે. તેમને લાગે છે કે ગમે ત્યારે બોમ્બ ધડાકો થઈ શકે છે. આ સાથે જ બંકરના કન્સ્ટ્રક્શનના કારણે ત્યાંના વાતાવરણમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આથી ત્યાં એક પેટિશન ફાઈલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કેમાર્ક ઝકરબર્ગને કુઆઇનું કૉલોનાઇઝિંગ કરતાં અટકાવો. આ પેટિશનને ખૂબ જ સમર્થન મળ્યું હતું. આથીમાર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચેન બન્નેએ મળીને 20 મિલિયન ડોલરનું દાન કુઆઇ કમ્યુનિટીમાં કર્યું હતું.