Science & Technology

700 કિલોમીટરની સ્પીડ ફક્ત બે સેકન્ડમાં: ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ

By GS Team
26 Dec 20252 mins read
TukuTouch Logo
ચીને મેગ્લેવ ટેકનોલોજીમાં એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ચાઇના મીડિયા ગ્રુપના અહેવાલ મુજબ, એક ટન વજનના પરીક્ષણ વાહનને માત્ર બે સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની અકલ્પનીય ગતિ આપીને આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ પરીક્ષણ નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (NUDT)ની એક સંશોધન ટીમ દ્વારા 400-મીટરના મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ) ટેસ્ટ ટ્રેક પર કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

700 કિલોમીટરની સ્પીડ ફક્ત બે સેકન્ડમાં: ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ

World Fastest Maglev System: ચીને મેગ્લેવ ટેકનોલોજીમાં એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ચાઇના મીડિયા ગ્રુપના અહેવાલ મુજબ, એક ટન વજનના પરીક્ષણ વાહનને માત્ર બે સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની અકલ્પનીય ગતિ આપીને આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ પરીક્ષણ નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (NUDT)ની એક સંશોધન ટીમ દ્વારા 400-મીટરના મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ) ટેસ્ટ ટ્રેક પર કરવામાં આવ્યું હતું.

ટેકનોલોજીની દ્રષ્ટિએ મોટી છલાંગ

આ સફળ પરીક્ષણ સાથે, ચીને સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમમાં વિશ્વની સૌથી ઝડપી ગતિનો રેકોર્ડ બનાવ્યો છે. પરીક્ષણ દરમિયાન વાહનને સુરક્ષિત રીતે રોકવામાં પણ સફળતા મળી હતી. આ સિદ્ધિ અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્શનના ક્ષેત્રમાં એક મોટી પ્રગતિ દર્શાવે છે.

ટેક્નિકલ અવરોધને દૂર કર્યો

મેગ્લેવ ટીમ છેલ્લા એક દાયકાથી આ ટેક્નોલોજી પર કામ કરી રહી હતી. તેમને ઘણાં ટેક્નિકલ અવરોધ આવી રહ્યાં હતાં જેને તેમણે હવે દૂર કર્યાં છે. આ અવરોધમાં અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્શન, ઇલેક્ટ્રિક સસ્પેન્શન ગાઇડન્સ, ટ્રાન્સિયન્ટ હાઇ-પાવર એનર્જી સ્ટોરેજ ઇન્વર્ટર્સ અને હાઇ-ફિલ્ડ સુપરકન્ડક્ટિંગ મેગ્નેટ્સનો સમાવેશ થાય છે. આ તમામ અવરોધને દૂર કરી ચીન દ્વારા એડ્વાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેકોર્ડ બ્રેકિંગ સ્પીડ મેળવવાની સાથે ચીન દુનિયામાં સૌથી ઝડપી અલ્ટ્રા-હાઇ-સ્પીડ મેગ્લેવ ટેક્નોલોજી ધરાવતો દેશ બની ગયો છે.

આ પણ વાંચો: NPCIએ લોન્ચ કર્યો સેન્ટ્રલ પોર્ટલ, હવે ઓટોપે મેન્ડેટ એક જ જગ્યાએ મેનેજ કરો

ટ્રાન્સપોર્ટેશન માટેના નવા વિકલ્પો

ચીન દ્વારા આ ટેક્નોલોજી મેળવવામાં આવી છે એનો ઉપયોગ ભવિષ્યના ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય છે. ચીનમાં વેક્યુમ ટ્યુબ મેગ્લેવ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે એનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ દ્વારા એરોસ્પેસ બૂસ્ટ લોન્ચિંગ અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટિંગ માટે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે. આ ટેક્નોલોજીની મદદથી રેલ ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ વિકાસ થશે. લોકો હવે એક હજાર કિલોમીટરનું ટ્રાવેલ પણ થોડી મિનિટોમાં કરી શકશે.